April 16th 2019
. .કૃપા કુદરતની
તાઃ૧૬/૪/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરના આગમનને સંબંધ છે કર્મનો,જીવને જન્મમરણથી અનુભવાય
મળેલદેહથી પાવનકર્મનીકેડી પકડાય,જ્યાં કૃપાકુદરતની જીવપર થઈજાય
....એ અદભુતલીલા અવિનાશીની જગતપર,અનેક સમયથી મળેલ દેહને દેખાય.
ભક્તિશ્રધ્ધાનો સંગરાખતા જીવનમાં,પવિત્રપાવન કર્મનો સંગાથ મળી જાય
અદભુતલીલા અવીનાશીની જગતપર,જીવનમાં અનેક પવિત્રરાહે દોરી જાય
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જે મળેલ દેહને પાવન રાહે જ પ્રેરી જાય
મળેલ કૃપા પરમાત્માની જીવને અવનીપર,જીવનમાં અનંતશાંંતિ આપી જાય
....એ અદભુતલીલા અવિનાશીની જગતપર,અનેક સમયથી મળેલ દેહને દેખાય.
કુદરતની અનંતકૃપા છે જગતપર,જે અનેક જીવોને સુખનો સાગર દઈ જાય
અનેકદેહ લઈ પરમાત્મા આવ્યા ભારતમાં,જે મળેલ દેહને મુક્તિ આપી જાય
નિર્મળશ્રધ્ધાએ કરેલ ભક્તિ જીવનમાં,પવિત્રકર્મનો સંબંધ જીવને આપી જાય
એજ પાવનકૃપા કુદરતની જગતપર,જે પાવનરાહે જીવોને જીવનમાં દોરી જાય
....એ અદભુતલીલા અવિનાશીની જગતપર,અનેક સમયથી મળેલ દેહને દેખાય.
=============================================================
March 19th 2019
. .વિઘ્નહર્તા શ્રી ગણેશ
તાઃ૧૯/૩/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વિઘ્નવિનાશક વિઘ્નહર્તા ગજાનંદ શ્રી ગણેશ,ભોલેનાથના એ સંતાન કહેવાય
પાવનરાહની આંગળી ચીંધે ભક્તોને,જે શ્રધ્ધારાખી ગજાનંદની પુંજા કરી જાય
.....એ પવિત્ર સંતાન માતા પાર્વતીના,અને રીધ્ધીસીધ્ધીના ભરથાર પણ કહેવાય.
ગજાનંદ ગણપતીની પવિત્રકૃપા અવનીપર,જે નિર્મળભાવથી ભક્તિ કરી જાય
ભાગ્યવિધાતા એ ભારતની પવિત્રભુમીપર,દેહ લઈ માબાપની સેવા કરી જાય
પાવનકર્મની કેડી બતાવી અવનીપર,મળેલ દેહને જીવનમાં સદમાર્ગે લઈ જાય
વિઘ્નહર્તાશ્રી ગણેશના ભાઈ કાર્તિકભાઈ પણ,અવનીપર દેહ લઈને આવીજાય
.....એ પવિત્ર સંતાન માતા પાર્વતીના,અને રીધ્ધીસીધ્ધીના ભરથાર પણ કહેવાય.
માનવદેહને પ્રેરણા મળે નિર્મળ ભક્તિએ,જે જીવનમાં પવિત્રકર્મથી અનુભવાય
નાઅપેક્ષા કદી એદેહને સ્પર્શે,જે મળેલ માનવદેહના વર્તનથી કૃપાએ મેળવાય
કુદરતની અજબ શક્તિ છે અવનીપર,અબજો વર્ષોથી જીવોને એ સ્પર્શી જાય
મળેલદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે વિઘ્નહર્તાની પાવનકૃપાથીજ બચાવી જાય
....એ પવિત્ર સંતાન માતા પાર્વતીના,અને રીધ્ધીસીધ્ધીના ભરથાર પણ કહેવાય.
============================================================
March 11th 2019
...
...
. .વ્હાલા ભોલેનાથ
તાઃ૧૧/૩/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર જીવનની રાહ મળે દેહને,જ્યાં વ્હાલા ભોલેનાથની કૃપા થાય
પાવનરાહની કેડી પકડી ચાલતા,મળેલ માનવજન્મ પાવન કરી જાય
.....એજ કૃપા મળેલદેહ પર વ્હાલા ભોલેનાથની,જે સરળ જીવન કરી જાય.
નિર્મળ જીવનનો સંગાથ મળે દેહને,જે કુદરતની અનંત કૃપા કહેવાય
મળે માનવ દેહ જીવને અવનીપર,જે કરેલ કર્મનો સંગાથથી મેળવાય
અદભુત કૃપા મળે વ્હાલા ભોલેનાથની,સંગે માતા પાર્વતી રાજી થાય
ૐનમઃ શિવાયના સ્મરણથી અનુભવાય,જે પાવનસમજણ આપી જાય
.....એજ કૃપા મળેલદેહ પર વ્હાલા ભોલેનાથની,જે સરળ જીવન કરી જાય.
પવિત્રપ્રેમનો સંગાથમળ્યો ભોલેનાથનો,અવનીપરપુત્ર ગણેશ આવીજાય
ભાગ્યવિધાતાની કલમપકડતા જગતપર,માનવદેહને પ્રેરણા આપી જાય
ગૌરીનંદન શ્રીગણેશને સંગાથમળ્યો,જીવનમાં રીધ્ધી સિધ્ધી આવી જાય
અજબ શક્તિશાળી ભોલેનાથજી,ભારતમાં પવિત્ર ગંગાનદી વ્હાવી જાય
.....એજ કૃપા મળેલદેહ પર વ્હાલા ભોલેનાથની,જે સરળ જીવન કરી જાય.
==========================================================
February 28th 2019
.
.
.શ્રી સાંઇબાબા
તાઃ૨૮/૨/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પરમકૃપા છે જગતપર,જે પવિત્ર દેહથી અવનીપર મેળવાય
પાવનરાહ મળે અખંડ જીવોને,જે શ્રધ્ધા અને સબુરીથી જીવને સમજાય
.......એ અવનીપર શેરડીમાં પુજ્ય સાંઇબાબા,જીવોને પવિત્રરાહ ચીંધી જાય.
શ્રધ્ધા એજ દેહનો વિશ્વાસ છે હિંદું ધર્મમાં,જે મુસ્લીમમાં સબુરી કહેવાય
મળેલદેહ એ કર્મના બંધનની કેડી,એ જીવને અનેક દેહો મળતાજ દેખાય
શંકરભગવાન અવનીપર કૃપા કરવા,શેરડીમાં સાંઇબાબા થઈ આવી જાય
પાવનરાહ ચીંધે દેહને અવનીપર,જે કળીયુગમાં પવિત્રદેહ લઈ પ્રેરતા જાય
.......એ અવનીપર શેરડીમાં પુજ્ય સાંઇબાબા,જીવોને પવિત્રરાહ ચીંધી જાય.
ૐ શ્રી સાંઇનાથાય નમઃના પવિત્ર સ્મરણથી,જગતપર પાવનરાહ મળીજાય
નિર્મળ જીવન સંગે નિખાલસપ્રેમ મળે,જ્યાં બાબાના પ્રેમનો અનુભવ થાય
આવીઆંગણે કૃપામળે પરિવારને,એ જીવનમાં સુખશાંંન્તિની વર્ષા કરી જાય
મોહમાયા નાસ્પર્શે દેહને જીવનમાં,જે નિર્મળશ્રધ્ધા સબુરીને બાબાઆપીજાય
.......એ અવનીપર શેરડીમાં પુજ્ય સાંઇબાબા,જીવોને પવિત્રરાહ ચીંધી જાય.
=============================================================
February 26th 2019
. .માતાની કૃપા
તાઃ૨૬/૨/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહ અવનીપર,અનેક રાહે અનુભવનો સંગ મેળવી જાય
નિખાલસ ભાવનાનો સંગરાખી જીવનમાં,માતાની શ્રધ્ધાએ પુંજા થાય
.....મળે અસીમ કૃપા માતાની જીવને,જે જીવને પવિત્ર શાંંન્તિ આપી જાય.
પાવનરાહનો માર્ગ મળે જીવને,જે દેહના વર્તનથી અવની પર દેખાય
આગમનવિદાયનો સંબંધ જીવનો,જે અનેકદેહોથી જીવને સ્પર્શી જાય
નિર્મળજીવનનો સાથ મળે,જે મળેલ દેહની પાવન ભક્તિએ મેળવાય
અનેક માતાનીકૃપાછે જીવપર,જ્યાં નિર્મળભાવનાએ માતાનીપુંજા થાય
.....મળે અસીમ કૃપા માતાની જીવને,જે જીવને પવિત્ર શાંંન્તિ આપી જાય.
પવિત્ર ધરતી ભારત પર પરમાત્મા,અનેક દેહ લઈ દર્શન આપી જાય
પાવનરાહ મળે દેહને પ્રભુ કૃપાએ,જે જીવનમાં થયેલ કર્મથીજ દેખાય
અનેક પવિત્રદેહ માતાએ ભારતમાં લીધા,જે જીવને પ્રેરણા આપીજાય
સુખશાંંન્તિનો સંગાથમળતા જીવને,મળેલદેહને નાઆફત કોઇ અથડાય
.....મળે અસીમ કૃપા માતાની જીવને,જે જીવને પવિત્ર શાંંન્તિ આપી જાય.
=========================================================
January 21st 2019
. .પાવનકર્મ
તાઃ૨૧/૧/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરળ જીવનનો સંગાથ મળે જીવનમાં,જ્યાં પાવનકર્મ સંગે જીવન જીવાય
અદભુતલીલા પરમાત્માની અવનીપર,મળેલ માનવદેહને કૃપાએજ સમજાય
.....એજ કુદરતની કૃપા દેહપર,જે જીવનમાં સત્કર્મના સંગાથે પાવનકર્મ કરાવી જાય.
જીવનો સંબંધ અવનીપર મેળવાય,જે મળેલદેહના થયેલકર્મથી આપી જાય
નિર્મળભાવથી ભક્તિની કેડી પકડીને ચાલતા,પવિત્રકર્મ જીવનમાં થઇ જાય
ના કોઇ અપેક્ષા મનમાં રહે,કે ના જીવનમાં માયાનો કોઇ સ્પર્શ પણ થાય
આવી અવનીપર જીવને કર્મનો સંગાથ મળે,જે રાહથીજ જીવન આપી જાય
.....એજ કુદરતની કૃપા દેહપર,જે જીવનમાં સત્કર્મના સંગાથે પાવનકર્મ કરાવી જાય.
પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાભાવસંગે હાથથી માળા કરાય
મળેલ દેહની પાવનરાહ દેખાય,જે દેહના પાવનકર્મે જલાસાંઇને વંદન થાય
કુદરતના અનેકપવિત્રદેહ ભારતદેશ પર,જે દુનીયામાં પરમાત્માથી ઓળખાય
પાવનકર્મ ને નિર્મળ ભક્તિ એજ પવિત્રરાહ,જે જીવને મુક્તિમાર્ગે લઈ જાય
.....એજ કુદરતની કૃપા દેહપર,જે જીવનમાં સત્કર્મના સંગાથે પાવનકર્મ કરાવી જાય.
===============================================================
January 8th 2019
. .ભજન સંગે ભક્તિ
તાઃ૮/૧/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધાભાવથી ભજન કરતા માનવદેહને,પરમાત્માની ભક્તિનો સંગાથ મળી જાય
મળેલ માનવદેહને પરમાત્માની પાવનકેડી મળે,જે મળેલ જન્મ સફળ કરી જાય
......સમય સમજીને જીવન જીવતા,સંત જલાસાંઈની કૃપાએ જીવને સુખશાંંન્તિ મળી જાય.
જગતપરનુ આગમન છે જીવનુ દેહથી,જે ગત જન્મે કરેલ કર્મના સંબંધે મેળવાય
કુદરતની આઅજબલીલા છે અવનીપર,મળેલદેહને જીવનમાંવર્તનથી આંબી જાય
સરળજીવનની રાહ દેહને મળતી જાય,જયાં શ્રધ્ધા ભાવનાથી ભજનભક્તિ કરાય
માનવદેહને સંબંધ મળે પવિત્ર જીવોનો,એજ નિખાલસ નિર્મળ ભક્તિજ કહેવાય
......સમય સમજીને જીવન જીવતા,સંત જલાસાંઈની કૃપાએ જીવને સુખશાંંન્તિ મળી જાય.
નિર્મળ શ્રધ્ધા ભાવથી ભક્તિનો સંગાથ મળે,જ્યાં જીવનમાં ભજનથી પ્રભુને ભજાય
નિખાલસ ભાવનાથી ભજન કરતા,પવિત્ર માતા અને દેવ ઘર આંગણે આવી જાય
વંદનકરી પ્રત્યક્ષ સુર્યદેવને પ્રાર્થના કરતા,મળેલદેહને પરિવાર સહિત સુખી કરીજાય
એજ અજબકૃપા પરમાત્માની જીવપર,જે મળેલજન્મને પાવનરાહે મુક્તિ આપીજાય
......સમય સમજીને જીવન જીવતા,સંત જલાસાંઈની કૃપાએ જીવને સુખશાંંન્તિ મળી જાય.
=====================================================================
January 3rd 2019
==
==
. .વ્હાલા બાબા
તાઃ૩/૧/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા ભાવથી ભક્તિ કરતા જીવનમાં,સાંઇબાબાના અનંતપ્રેમની વર્ષા થાય
મળેલ માનવદેહને સુખશાંંન્તિનો સંગાથમળતા,જીવનમાં પાવનકર્મ થઈ જાય
......એ નિર્મળપ્રેમ મળે સાંઇબાબાનો જીવને,અનંત શાંંન્તિનો સંગાથ પણ આપી જાય.
નિખાલસ ભાવનાથી ભક્તિ કરતા,સવારસાંજ બાબાની ભાવનાથી પુંજા થાય
પવિત્ર શક્તિ છે શેરડીમાં જે માનવતા મહેંકાવી,માનવદેહને પાવન કરી જાય
મળેલદેહની માનવતા પ્રગટે અવનીએ,જે બાબાનીકૃપાએ સદમાર્ગ આપી જાય
જીવનેમળે પરમાત્માની કૃપા જીવનમાં,એજ પાવનકૃપા જીવને મુક્તિ દઈ જાય
......એ નિર્મળપ્રેમ મળે સાંઇબાબાનો જીવને,અનંત શાંંન્તિનો સંગાથ પણ આપી જાય.
ૐ સાંઇરામ ૐ સાંઈશ્યામના સ્મરણથી,બાબાનો પાવનપ્રેમ જીવને મળી જાય
મળતી માયાને દુર કરે બાબાનીકૃપાએ,જે મળેલ દેહને સદમાર્ગનીરાહ દઈ જાય
પાવનકૃપા મળે જીવનમાં સદમાર્ગે,પરિવારને સુખશાંંન્તિની પાવનરાહ મળી જાય
પરમકૃપાળુ પરમાત્મા ભોલેનાથની કૃપા,જે સાંઇબાબાના વાણીવર્તનથી સમજાય
......એ નિર્મળપ્રેમ મળે સાંઇબાબાનો જીવને,અનંત શાંંન્તિનો સંગાથ પણ આપી જાય.
===================================================================
December 16th 2018
.
.
. .મળ્યો પ્રેમ
તાઃ૧૬/૧૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળ્યો જીવનમાં પ્રેમ માતાલક્ષ્મીનો,જે નિર્મળશ્રધ્ધાએ કરેલ ભક્તિથી મેળવાય
જીવને મળેલ અનંત શાંંન્તિ જીવનમાં,પવિત્ર પાવનકર્મનો સંગાથ આપી જાય
.......ૐ મહાલક્ષ્મીયે નમો નમઃના સ્મરણથી,જીવનમાં પવિત્રભક્તિ માર્ગ મળી જાય.
માનવદેહ એ કૃપાપરમાત્માની જીવપર,જે સમજણનો સંગાથ જીવને દઈ જાય
કર્મના બંધન તો દેહને સમય સમયે દોરી જાય,ના કોઇથી જગતપર છટકાય
મળે સત્કર્મનો સંગાથ દેહને જીવનમાં,એ શ્રધ્ધાભાવથી કરેલ પુંજાથી મેળવાય
અદભુતકૃપા છે માતાની ભક્તોપર,મળેલદેહને સુખશાંંતિનો સંગાથ મળી જાય
.......ૐ મહાલક્ષ્મીયે નમો નમઃના સ્મરણથી,જીવનમાં પવિત્રભક્તિ માર્ગ મળી જાય.
માયાની કેડી ના મળે કે ના મોહ જીવનમાં અડી જાય,એ પાવનરાહ કહેવાય
માતા લક્ષ્મીની પવિત્રકૃપા દેહને સત્કર્મથી પ્રેરીજાય,જીવનમાં શાંંતિ મળી જાય
મળ્યો માતાનૉ પ્રેમ દેહને ત્યાં પરમાત્મા વિષ્ણુ ભગવાનની કૃપા પણ મેળવાય
એજ પાવનકર્મ દેહના શ્રધ્ધાભાવનાએ કરેલ ભક્તિએ,જીવને પાવનરાહ દઈજાય
.......ૐ મહાલક્ષ્મીયે નમો નમઃના સ્મરણથી,જીવનમાં પવિત્રભક્તિ માર્ગ મળી જાય.
================================================================
December 13th 2018
. .પવિત્રદેહ
તાઃ૧૩/૧૨/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધાભાવનાની પવિત્રરાહે વંદન કરતા,સંત જલાસાંઈનો પાવનપ્રેમ મળી જાય
પવિત્રદેહ લઈ ભારતની ભુમી પર જન્મ્યા,જે ભક્તોને પવિત્રરાહજ આપી જાય
......એજ કૃપા પરમાત્માની ધરતીપર,કરોડો જીવોને સત્માર્ગનો સહવાસ આપી જાય.
સંત જલારામની પવિત્રરાહ જીવનમાં,જે ભુખ્યાને પ્રેમથી ભોજન આપી જાય
મળેલ ભોજન જીવોનાદેહને સુખ આપી જાય,જે જગતપર પવિત્રરાહ કહેવાય
ના કદી કોઈ માગણી રાખી કે,ના કોઇજ અપેક્ષા જીવનમાં કદી સ્પર્શી જાય
જલારામ સંગે પત્નીવિરબાઈનો પણ સાથમળ્યો,જીવનમાં સંસ્કાર સાચવી જાય
......એજ કૃપા પરમાત્માની ધરતીપર,કરોડો જીવોને સત્માર્ગનો સહવાસ આપી જાય.
પાવનદેહ લીધોશેરડીમાં સંત સાંઈબાબાએ,જ્યાં પવિત્રદ્વારકામાની કૃપા મેળવાય
માનવતાનો સંગ બતાવ્યો જીવોને મળેલ દેહને,જે અલ્લાઈશ્વરને વંદન કરી જાય
શ્રધ્ધાશબુરી એ ધર્મની આંગળી ચીંંધે દેહને,જીવને મળેલ દેહને સુખ આપી જાય
પરમ શક્તિશાળી એ દેહ હતા અવનીએ,જે સંત જલાસાંઈથીજ જગતમાં પુંજાય
.....એજ કૃપા પરમાત્માની ધરતીપર,કરોડો જીવોને સત્માર્ગનો સહવાસ આપી જાય.
================================================================