April 25th 2017
. .સિધ્ધી વિનાયક
તાઃ૨૫/૪/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમ શક્તિશાળી છે એસંતાન,પિતા ભોલેનાથની કૃપા મેળવી જાય
માતા પાર્વતીના લાડીલા કહેવાય,એ સિધ્ધી વિનાયકથીય ઓળખાય
......એજ ગણપતિજી કહેવાય,જે મા રિધ્ધી સીધ્ધીની પાવનરાહ કહેવાય.
ભક્તિમાર્ગને પારખી ચાલતા જીવનમાં,પ્રથમ ગણપતિની પુંજા થાય
મળે કૃપા શ્રી શંકર ભગવાનની,જીવનમાં અજબશક્તિ મેળવી જાય
પવિત્રગંગાને વહેવડાવે શિખરથી,જે જગતમાં પવિત્ર નદીજ કહેવાય
શક્તિશાળી નાગદેવને સાથે રાખે,ત્યાં ના કોઇ તકલીફ આવી જાય
......એજ ગણપતિજી કહેવાય,જે મા રિધ્ધી સીધ્ધીની પાવનરાહ કહેવાય.
શ્રધ્ધાનોસંગ મનથીરાખતા જીવનમાં,પાવનરાહનો જીવનમાં મળી જાય
ૐ ગં ગણપતયે નમઃ નુ સ્મરણ કરતાજ,જીવને સત્માર્ગેએ દોરી જાય
પાવનકેડીની રાહમળે સિધ્ધી વિનાયકની કૃપાએ,ઉજ્વળ કેડી મેળવાય
અજબકૃપાળુ એદેવ છે,જે માતાપાર્વતી ને ભોલેનાથના સંતાન કહેવાય
......એજ ગણપતિજી કહેવાય,જે મા રિધ્ધી સીધ્ધીની પાવનરાહ કહેવાય.
=========================================================
April 21st 2017
. .મા સરસ્વતી
તાઃ૨૧/૪/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અસીમકૃપા મા સરસ્વતીની થતા,કલમની કેડી પવિત્ર થઈ જાય
ના કોઇ અપેક્ષા અડે કલમને,કે નાકોઇ મોહ પણ સ્પર્શી જાય
......એજ માડી મારી છે,જેને જગતમાં કલમપ્રેમીઓના વંદન થાય.
ઉજ્વળ જીવનમાં માડીની કૃપા વરસે,જે પાવનકર્મ કરાવી જાય
માનવ જીવનમાં પવિત્રકેડીએ ચાલતા,ના કર્મબંધન સ્પર્શી જાય
જગતમાં કલમની પકડ સમજાય,જ્યાં અનેક વાંચકો મળી જાય
મળેલ મા સરસ્વતીની કૃપા જીવને,જે પકડેલ કલમથીજ દેખાય
......એજ માડી મારી છે,જેને જગતમાં કલમપ્રેમીઓના વંદન થાય.
કર્મના બંધન જ સ્પર્શે જીવને,જે દેહ મળતા જ જીવને દેખાય
અવનીપર તો અનેક રાહ છે,જગતમાં ના કોઇ જીવથી છોડાય
આવતીકાલને સમજી ચાલતાજ,ભુતકાળથી જગતમાં દુર રહેવાય
કૃપાનીકેડી નિર્મળ પકડતા,કલમ થકી માતાને વંદન કરી શકાય
......એજ માડી મારી છે,જેને જગતમાં કલમપ્રેમીઓના વંદન થાય.
==================================================
April 14th 2017
. .બજરંગી બળવાન
તાઃ૧૪/૪/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ શક્તિશાળી હતા અવનીપર,જે પરમાત્માનેય હરખાઈ જાય
ના જગતમાં તાકાત કોઇની,કે પરમાત્માના દેહનેએ મદદ કરી જાય
......બજરંગ બલીના આગમનથી,શ્રી રામને રાવણની તાકાતથી બચાવાય.
મળેલ દેહ માતાનો અવનીએ,જે સીતાજીના નામથી ઓળખાઇ જાય
પરમ ભાવના સંગેજ રહેતા,રાજા દશરથના કુટુંબમાં એ આવી જાય
પરમાત્મા એ લીધેલ દેહ અયોધ્યામાં,શ્રી રામના નામે જ ઓળખાય
રાજા રામને સાથ આપવા લંકામાં,હનુમાનજીનો જ સાથ મળી થાય
......બજરંગ બલીના આગમનથી,શ્રી રામને રાવણની તાકાતથી બચાવાય.
ગદા પકડીને સરોવર પાર કરી,પર્વતને પણ કુદી માતાને શોધી જાય
રામની પરમકૃપાને પામી બળવાન થયા એ,જે તેમના વર્તનથી દેખાય
ભોલેનાથની નિર્મળભક્તિ કરી,રાવણ અજબ શક્તિશાળી બની જાય
મોહની માયા લાગતા અવનીએ,માતા સીતાજીની તરફએ લટકી જાય
......બજરંગ બલીના આગમનથી,શ્રી રામને રાવણની તાકાતથી બચાવાય.
=======================================================
April 13th 2017
.....
.....
. .બાબાનો પ્રેમ
તાઃ૧૩/૪/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અખંડ પ્રેમ મળે બાબાનો અમને,જે પવિત્રકર્મ કરાવી જાય
શેરડીથી બાબા હ્યુસ્ટન આવ્યા,એ જ અનુભવથી સમજાય
.....નિર્મળ જીવન મળે માનવીને,જ્યાં ભોલેનાથનો અણસાર થાય.
મળેલ દેહને પવિત્રરાહ મળે,જ્યાં માનવતાની મહેંક સચવાય
પ્રેમપારખી વર્તન બદલતા,આ મનુષ્ય જન્મ સફળ થઈ જાય
નિરાધારનો આધાર બને છે બાબા,જ્યાં ૐ સાંઇને ભજાય
અવનીપરના આગમનને પારખતા,જીવને શાંન્તિ મળી જાય
.....નિર્મળ જીવન મળે માનવીને,જ્યાં ભોલેનાથનો અણસાર થાય.
મળ્યો સહવાસ બાબાનો જીવને,ત્યાં અભિમાનની વિદાય થાય
અહંકારને આંબી લેતા જીવનમાં,બાબાનો પ્રેમસૌને મળી જાય
માગણી મોહને છોડી દેતા,કુદરતની અસીમ કૃપાય મળી જાય
ભક્તિરાહની જ્યોત મળે જીવને,જ્યાં બાબાની કૃપા થઈ જાય
.....નિર્મળ જીવન મળે માનવીને,જ્યાં ભોલેનાથનો અણસાર થાય.
==================================================
April 6th 2017
. .પવનદેવ
તાઃ૬/૪/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવનદેવ છે પરમ કૃપાળુ,જગતમાં અનેક જીવોને અનુભવ થાય
મળે કૃપા જ્યાં પવનદેવની,ત્યાં મળેલ દેહની સમજણ થઇ જાય
......સુર્યદેવના એ છે સંતાન મહાન,જગતમાં ના કોઇથી દુર જવાય.
પરમાત્માની આ અજબ શક્તિ છે,જીવને અનેક રૂપે એ દેખાય
મનથી કરેલ ભક્તિ નિખાલસ,જીવનમાં પવિત્રરાહએ આપી જાય
માગણી કે અપેક્ષાને દુર રાખતા,મળેલ માનવજીવન મહેંકી જાય
શ્રધ્ધાભક્તિની રાહમળે જીવને,જ્યાં જલાસાંઇની પ્રેમે ભક્તિ થાય
......સુર્યદેવના એ છે સંતાન મહાન,જગતમાં ના કોઇથી દુર જવાય.
માનવદેહ મળે જ્યાં જીવને,ત્યાં કુદરતની કેડીની સમજણ લેવાય
સરળતાને પામવા અવનીએ,સુર્યદેવના દર્શનસંગે પવનદેવ પુંજાય
જીવને મળે માનવદેહ એપ્રભુકૃપા,જે પુણ્ય કર્મના સંબંધે સમજાય
જન્મમૃત્યુના બંધનને છોડવા કાજે,પવનપુત્ર હનુમાનજીનેય પુંજાય
......સુર્યદેવના એ છે સંતાન મહાન,જગતમાં ના કોઇથી દુર જવાય.
=====================================================
March 22nd 2017
. . ખોડીયાર માડી
તાઃ૨૨/૩/2૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માડી તારા ચરણ સ્પર્શતા,જીવને અનંત શાંતિ મળી ગઈ
પામી કૃપા જીવનમાં મા તારી,નિખાલસજીવન આપી ગઈ
.......ખોડીયાર માડીનો પ્રેમ પાવન,અનુભવે સમજાઈ જાય.
માડી તારાપ્રેમની ઓળખ થઈ,જ્યાં અજબકૃપા તારી થઈ
કૃપાના સાગરની જ્યોત પડતા,જીવનમાં શાંંતિ મળી ગઈ
દર્શન તારા શ્રધ્ધાએ કરતા,માતારા આગમનની કૃપા થઈ
પવિત્ર જીવનની રાહ મળી ગઈ,જ્યાં કૃપા માડીતારી થઈ
.......ખોડીયાર માડીનો પ્રેમ પાવન,અનુભવે સમજાઈ જાય.
શ્રધ્ધારાખી માતારો મંત્ર જપતા,આશા અપેક્ષા છુટી ગઈ
નિર્મળજીવનની રાહ મળીજીવને,અનુભવથી સમજાઈ ગઈ
જન્મમરણના બંધન નાસ્પર્શે,જ્યાં મોહમાયા ભાગતી થઈ
પ્રેમની પાવનરાહ મળે અવનીએ,ખોડિયારમાની કૃપા થઈ
.......ખોડીયાર માડીનો પ્રેમ પાવન,અનુભવે સમજાઈ જાય.
==============================================
March 20th 2017

. .સુર્યાસ્ત
તાઃ૨૦/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ અવિનાશી પરમાત્માની કૃપા,સુર્યનારાયણથી દેખાય
સુર્યોદયથી મળે જગતમાંપ્રભાત,સુર્યાસ્તે જીવો જગેસુઈ જાય
.......પરમાત્માની પાવનલીલા,જીવોને નિર્મળરાહ બતાવી જાય.
જન્મમરણના બંધન ના સ્પર્શે,જગતમાં ઉદય અસ્ત રહી જાય
ધરતીના સંબંધ તો છેકુદરતી,જ્યાં સુર્યદેવની પાવનકૃપા થાય
ભક્તિનો પવિત્રમાર્ગ મળે અવતારને,ત્યાંસવારસાંજ સ્પર્શીજાય
દીવસ રાત્રી એજ કૃપા સુર્યદેવની,જે જીવને અનુભવે સમજાય
.......પરમાત્માની પાવનલીલા,જીવોને નિર્મળરાહ બતાવી જાય.
જગતપિતા સુર્યદેવછે અવનીએ,જે જીવોને જ્યોત આપી જાય
મળેલ દેહની સમજ પડે ત્યાં,જ્યાં સુર્યનારાયણની કૃપા થાય
માનવદેહના બંધન જીવને કર્મના,જે કર્મબંધનથી બાંધી જાય
જીઅની પ્રગટે જ્યોત અવનીએ,જ્યાં નિર્મળભાવનાએ જીવાય
.......પરમાત્માની પાવનલીલા,જીવોને નિર્મળરાહ બતાવી જાય.
===================================================
March 19th 2017
. .અંતરની અભિલાષા
તાઃ૧૯/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માગણી મારીના મનથી કોઈ,કે નાકોઇ અંતરની અભિલાષા
પાવનરાહની પકડી કેડી ચાલતા,ના મળતી કળીયુગની કાયા
............એ જ કૃપા જલાસાંઈની,જે જીવનમાં નિર્મળરાહ આપી જાય.
માનદેહના બંધન અનેરા,જગતમાં ના કોઇ જીવથી છટકાય
મળે માનવતાની નિર્મળકેડી,જે જીવને સદમાર્ગેજ લઈ જાય
ભક્તિમાર્ગની શીતળરાહે જીવતા,નાઅપેક્ષા કોઈ અડી જાય
આવી આંગણે કૃપા પરમાત્માની,જે જીવનમાં અનુભવ થાય
............એ જ કૃપા જલાસાંઈની,જે જીવનમાં નિર્મળરાહ આપી જાય.
કળીયુગ સતયુગ એ છે લીલા અવિનાશીની,દેહ મળે સમજાય
માનવતાની મહેંક પ્રસરે જગતમાં,નાદેખાવ કે માળા અડીજાય
શ્યામ રામના બંધન અવનીએ,જે પરમાત્માની જ કૃપા કહેવાય
મા રાધા મા સિતાજી એ દેહના બંધન,સતયુગથીજ સ્પર્શી જાય
............એ જ કૃપા જલાસાંઈની,જે જીવનમાં નિર્મળરાહ આપી જાય.
===============================================
October 24th 2016
……..
. . મંજીરાના તાલે
તાઃ૨૪/૧૦/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મંજીરાના તાલની સંગે,શ્રી ૐ નમઃ શિવાયને સ્મરાય
અદભુત શાંન્તિ મળે મહાદેવની,જન્મ સફળ કરી જાય
………ભક્તિરાહની પવિત્ર કેડી મળે,જ્યાં ભોલેનાથની કૃપા થાય.
સોમવારની સવાર નિર્મળ,જ્યાં શ્રીભોલેનાથને ભજાય
ગણપતિના વ્હાલાપિતા,ને માપાર્વતીના પતિ કહેવાય
અજબશક્તિશાળી એ દેવ,જેમની ભક્તિપુંજા ઓળખાય
જીવને મળેલ ભક્તિરાહ,જે મળેલ જન્મ સફળ કરી જાય
………ભક્તિરાહની પવિત્ર કેડી મળે,જ્યાં ભોલેનાથની કૃપા થાય.
શંખચક્રને ત્રિશુળધારી ભોલેનાથ,પવિત્ર ગંગા ધારી જાય
ગૌરીનંદન શ્રીગણપતિનાએ પ્યારા, દર્શનથી અનુભવાય
પુંજાદીવો પ્રેમથી કરતા,શિવલીંગપર દુધની અર્ચના થાય
ૐ નમઃ શિવાયની માળાજપતા,દુઃખનો દરીયો ભાગીજાય
……….ભક્તિરાહની પવિત્ર કેડી મળે,જ્યાં ભોલેનાથની કૃપા થાય.
=======================================
October 18th 2016

. . ગજાનંદ ગણપતિ
તાઃ૧૮/૧૦/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મારું મારું મેં કહ્યું ત્યાં જ, તારું તારું દુર ભાગતુ જાય
માનવજીવન મનેમળ્યુ,જ્યાં ગજાનંદની કૃપા થાય
………….એ કૃપા શ્રી ભોલેનાથની,જે કળીયુગમાં ભક્તિ દઈ જાય.
કુદરત કેરી અદભુત છે લીલા,ના કોઇ જીવથી છટકાય
આવનજાવન અવનીપરના,જે મળેલ દેહથી સમજાય
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં જીવોને સંતોષ દેવાય
નામોહની કોઇ કેડી સ્પર્શે,કે ના કોઇ અપેક્ષાય મેળવાય
………….એ કૃપા શ્રી ભોલેનાથની,જે કળીયુગમાં ભક્તિ દઈ જાય.
રિધ્ધિ સીધ્ધિએ કૃપા ગજાનંદની,જેઉજ્વળ જીવને દેખાય
પરમપિતા ભોલેનાથની કૃપા,જે શ્રીગણેશાયથી મેળવાય
અજબશક્તિશાળી પિતા છે,જે ગણેશ વંદનાથી મળી જાય
માતા પાર્વતીની પાવનરાહ,જીવને દેહ થકી સમજાઈ જાય
………….એ કૃપા શ્રી ભોલેનાથની,જે કળીયુગમાં ભક્તિ દઈ જાય.
=======================================