November 9th 2013
. .ભક્તિપથ
તાઃ૯/૧૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરનુ આગમન જીવનુ,કર્મના બંધનથી મેળવાય
માનવદેહ મળે અવનીએ,જ્યાં કુદરતની કૃપા મળી જાય
. …………………..અવનીપરનુ આગમન જીવનુ.
કર્મનીકેડી સરળ બને જીવની,નેસાચો ભક્તિપથ મળીજાય
નિર્મળ ભક્તિને પ્રેમથી કરતાં,સાચા સંતની કૃપા થઈ જાય
અગમ નિગમના ભેદ સમજતા,પામર જીવન પાવન થાય
આવી આંગણે જલાસાંઇ રહે,જ્યાં સાચી ભક્તિ ઘરમાં થાય
. ……………………અવનીપરનુ આગમન જીવનુ.
મોહમાયાની માગણી છોડતા,ના વ્યાધી જીવનમાં અથડાય
સરળતાની શીતળ કેડીએજ,જગતમાં માનવતા મહેંકી જાય
ઉજ્વળકેડીનો સંગમળતા,જીવને સાચી ભક્તિરાહ મળી જાય
જન્મમરણના બંધન છુટતા,જીવનેઅંતેમુક્તિમાર્ગ મળી જાય
. ……………………અવનીપરનુ આગમન જીવનુ.
====================================
November 4th 2013

. . શ્રધ્ધા ભક્તિ
તાઃ૪/૧૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે કૃપા પરમાત્માની જીવને,ને મળેલ જન્મ સફળ થઈ જાય
અવનીપરનુ આગમનસમજતાં,પાવનરાહ જીવને મળી જાય
. ………………….મળે કૃપા પરમાત્માની જીવને.
શ્રધ્ધા રાખી ભક્તિ કેડી પકડતાં,જીવ કળીયુગથી છટકી જાય
મળે સાચોપ્રેમ જીવને જગતમાં,પાવનકર્મની રાહ મળી જાય
ભક્તિની છે અજબ શક્તિ અવનીએ,ના કોઇથી એને અંબાય
શ્રધ્ધા સાચી મનથી રાખતાં,પરમાત્માની કૃપાય મળી જાય
. ……………………મળે કૃપા પરમાત્માની જીવને.
ઉજ્વળ જીવન ને પાવનકર્મ,એજ જલાસાંઇની કૃપા કહેવાય
નિર્મળતાનો સંગ રાખીને જીવતા,દેખાવની દુનીયા દુર જાય
મનથી કરેલ માળા કે ભક્તિ,જીવને સદમાર્ગની રાહે દોરી જાય
આવી પ્રેમ મળે પરમાત્માનો જીવપર,સાતો જન્મ સુધરી જાય
. …………………… મળે કૃપા પરમાત્માની જીવને.
++++++++++++++++++++++++++++++++++++++
November 3rd 2013
. .ભક્તિ પથ
તાઃ૩/૧૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળે જ્યાં પ્રેમ સાચો,ઉજ્વળતાના વાદળ વરસતા જાય
આવી આંગણે સફળતા મળે,જ્યાં નિર્મળ ભક્તિ પથને મેળવાય
. ……………………જીવને મળે જ્યાં પ્રેમ સાચો.
પ્રભાતના પહેલા કીરણને વંદી,પ્રેમથી સુર્યદેવની અર્ચના થાય
મળે કૃપા જ્યાં સુર્યદેવની,જીવનમાં પાવનરાહ જ મળતી જાય
કુદરતની અનેરી કૃપા મળે જીવને,જ્યાં ભક્તિ પ્રેમથી થઈ જાય
કર્મનીકેડી નિર્મળ બને જીવની,ભક્તિએ કર્મના બંધનો છુટીજાય
. …………………..જીવને મળે જ્યાં પ્રેમ સાચો.
મોહમાયા જ્યાં વળગે જીવને,જન્મ મરણનો સંબંધ જીવને થાય
અવનીપરના આગમનથી ભટકતા,નામુક્તિમાર્ગ કદી મેળવાય
ભક્તિસાચી સંત જલાસાંઇનીકરતાં,જીવને સાચીરાહ મળી જાય
નિર્મળતાનો સંગ રહેતા જીવનમાં,નાકદી આધીવ્યાધી અથડાય
. …………………….જીવને મળે જ્યાં પ્રેમ સાચો.
+++++++++++++++++++++++++++++++++++++
October 25th 2013
. .મુક્તિમાર્ગ
તાઃ૨૫/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવજીવનની નિર્મળતા,એ સરળજીવન દઈ જાય
પ્રેમની સાંકળ સ્નેહથી મળતા,મુક્તિમાર્ગ મળી જાય
. …………………..માનવજીવનની નિર્મળતા.
દેહમળતા અવનીએ જીવને,જન્મમરણનું બંધન થાય
જન્મ મળે જ્યાં અવનીએ,ત્યારથી સંબંધ મળતા જાય
કર્મની નિર્મળ કેડી પકડીને ચાલતા,પ્રભુ કૃપા થઈ જાય
માનવતાનીમહેંક પ્રસરતા,જીવનો જન્મસફળ થઇજાય
. ……………………માનવજીવનની નિર્મળતા.
અપારકૃપા મળે જીવને,જ્યાં નિર્મળભક્તિ મનથી થાય
મોહ માયાની ચાદર છુટતાં,પાવન કર્મ જીવનમાં થાય
જલાસાંઇની નિર્મળભક્તિ,જીવનેઉજ્વળરાહ આપીજાય
ભક્તિપ્રેમની સાચીજ્યોતલેતા,જીવનાબંધન છુટી જાય
. ……………………માનવજીવનની નિર્મળતા.
===================================
October 12th 2013

. .પવિત્ર આઠમ
તાઃ૧૨/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માડી તારા ચરણમાં રહેતા,જીવને ભક્તિભાવ મળી જાય
આસો માસની પવિત્ર આઠમે,માતાની પુંજા પ્રેમથી થાય
. ………………….માડી તારા ચરણમાં રહેતા.
નિર્મળ ભાવથી અર્ચન કરતાં,માતાના પગલાને પુંજાય
શ્રધ્ધારાખી જ્યોત પ્રગટાવતા,માતાનાઝાંઝર સંભળાય
ગરબે ધુમતા તાલ મળે,જે માનવ જીવન મહેંકાવી જાય
આંગણે આવી કૃપાવરસતા,મળેલ જન્મસફળ થઈ જાય
. …………………..માડી તારા ચરણમાં રહેતા.
માડી તારી અજબલીલા છે,ના અવનીએ કોઇથી સમજાય
ભક્તિમાર્ગના દ્વારે આવતા જીવનમાં,સાચીરાહ મળી જાય
પવિત્ર તહેવારને સમજી લેતા,જીવને મુક્તિમાર્ગ સમજાય
કુદરતની આઅજબલીલા,શ્રધ્ધાભક્તિએ જીવને મળીજાય
. ……………………..માડી તારા ચરણમાં રહેતા.
====================================
October 10th 2013

. ઢોલીડાનાઢોલ
તાઃ૧૦/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઢોલીડાના ઢોલ વાગતા,ને સંગે પ્રદીપના હાથે મંજીરા
રાજી કરવા મા અંબાને,ભક્તો નાચે તાલી દઈને તાલે
. …………………..ઢોલીડાના ઢોલ વાગતા.
ઉજ્વળ રાહ મળે જીવનમાં,એજ ભાવના મનમાં રાખે
નવરાત્રીના નવ દીવસે,માતાને રાજી કરવા સૌ આવે
ગરબે ઘુમતી નારીઓ આજે,ભક્તિપ્રેમને સંગે એ રાખે
રાજી કરવા માકાળીને,પાવાગઢ ને કાસોર દર્શને આવે
. ………………….ઢોલીડાના ઢોલ વાગતા.
કૃપાની કેડી મળે મા દર્શને,જીવને ભક્તિરાહે એ લાવે
તનમનથી મળે શાંન્તિ જીવનમાં,એજ ભાવના રાખે
આવી આંગણે જ્યાં કૃપા રહે,સુખ શાંન્તિ લઈને આવે
અપેક્ષાની કેડીને છોડતા,માતાનો ઘરમાં પ્રવેશ લાગે
. …………………..ઢોલીડાના ઢોલ વાગતા.
#################################
October 6th 2013
. માતા ચરણે
તાઃ૬/૧૦/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગરબે ઘુમતી માડીના ચરણે,આ ધરતી પાવન થાય
ઘુઘરૂ બાંધી તાલીઓના તાલે,તારી કૃપા મળી જાય
. ………………… ગરબે ઘુમતી માડીના ચરણે.
નવરાત્રીની નવલી રાતે,મા તારા ઘુંઘરૂ છે સંભળાય
ભક્તિભાવની ઉજ્વળકેડીએ,આજન્મ સફળ થઇ જાય
ગરબે ઘુમતા માડી આંગણે,આનવરાત્રી ઉજ્વળ થાય
ધુપદીપ ને અર્ચન સ્વીકારી,માડી કૃપાતારી થઈ જાય
. …………………. ગરબે ઘુમતી માડીના ચરણે.
જય આધ્યાશક્તિની આરતી ગાતા,મંજીરા ઘણકાય
તાલીતાલમાં ઢોલ વાગતા,તારા ભક્તો પણ હરખાય
ઉજ્વલરાહ મળે જીવને,ત્યાં માતા અંબાજી રાજી થાય
સુખશાંન્તિના વાદળવરસે,જ્યાં કૃપામાડીની થઇજાય
. ………………….. ગરબે ઘુમતી માડીના ચરણે.
====================================
September 24th 2013

. મંગલકારી
તાઃ૨૪/૯/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મંગલકારી છે વિઘ્નહારી,ગૌરીનંદન ગજાનંદ કહેવાય
ભક્તિસાચી પ્રેમથીકરતા,પાવનકર્મ જીવથી મેળવાય
. ………………….મંગલકારી છે વિઘ્નહારી.
ઉજ્વળ રાહ મળે છે જીવનમાં,જે પ્રભાતનેય પારખી જાય
પ્રેમની સાંકળ પ્રભુથી મળતા,નાકર્મનાકોઇ બંધન બંધાય
ગજાનંદને પ્રેમથી વંદન કરતા,ભાગ્યની રેખા સુધરી જાય
મંગળવારની શીતળ સવારે,જ્યાં ૐ શ્રી ગણેશાય બોલાય
. …………………….મંગલકારી છે વિઘ્નહારી.
માતા પાર્વતીનો પ્રેમમળે,જ્યાં સાચી શ્રધ્ધાએ પુંજનથાય
પુત્ર ગણપતિની અસીમકૃપા મળે,જોતા ભોલેનાથ હરખાય
ભક્તિ જગતની એકજ વાણી,પ્રેમની જ્યોત પ્રગટાવીથાય
મળે જીવને અનંત શાંન્તિ,જે જીવને મુક્તિ માર્ગે લઈ જાય
. ……………………..મંગલકારી છે વિઘ્નહારી.
++++++++++++++++++++++++++++++++++++
September 17th 2013

. .ત્રિશુળધારી
તાઃ૧૭/૯/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ત્રિશુળધારી છે અંતરયામી,માતા પાર્વતીના એ ભરથાર
અજબશક્તિશાળી છે દુનીયામાં,સાચીભક્તિ એ સમજાય
. ……………………ત્રિશુળધારી છે અંતરયામી.
શિવજી ભોળા ને અતિ દયાળુ,ૐ નમઃશિવાયથી જ પુંજાય
સોમવારની શીતળ સવારે,પુંજન કરતા શિવજી રાજી થાય
ગજાનંદના વ્હાલાપિતા,ને મેલી શક્તિઓને એભગાડી જાય
મોહમાયાની ચાદરને હટાવીને,જીવને મુક્તિમાર્ગે લઈ જાય
. ……………………ત્રિશુળધારી છે અંતરયામી.
ભોળાનાથ છે અતિ દયાળુ,જ્યાં સાચી શ્રધ્ધાએ પુંજન થાય
માતા પાર્વતીનો પ્રેમમળતા,પ્રદીપપર માની કૃપા થઇ જાય
જીવનેસાચીરાહ મળતા કૃપાએ,અવનીનાબંધન છુટતા જાય
મળે પ્રેમ જ્યાં પરમાત્માનો જીવને,જન્મ મરણ ને ટાળી જાય
. …………………….ત્રિશુળધારી છે અંતરયામી.
====================================
September 14th 2013
. .પવનપુત્ર
તાઃ૧૪/૯/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવમન જકડાઇ જતાં,જીવનમાં ઝંઝટ મળતી થઈ
પવનપુત્રની નજર પડતાં,બધી વ્યાધીઓ ભાગી ગઈ
. …………………માનવમન જકડાઇ જતાં.
નજર મળે જ્યાં મેલી જીવનમાં,પાવન રાહ છુટી જાય
મળે ના રાહ જીવનને સાચી,જ્યાં કર્મ વાંકા થઈ જાય
અપેક્ષાની ના કોઇ કેડી રહે,જીવ અહીં તહીં ભટકી જાય
સંકટમોચકને ભજીલેતાં,આવતી વ્યાધીઓ ભાગીજાય
. …………………..માનવમન જકડાઇ જતાં.
પવનપુત્ર છે અતિ દયાળુ,જ્યાં પ્રેમથી રામભક્તિ થાય
આવી આંગણે રહે ભક્તને,ના કોઇ મેલી શક્તિય ભટકાય
નિર્મળતાના વાદળ વર્ષે,જીવને રાહભક્તિની મળી જાય
બજરંગબલીની છે અજબ શક્તિ,ના કોઇથી એને વિધાય
. …………………..માનવમન જકડાઇ જતાં.
======શ્રી રામ=======શ્રી રામ=======શ્રી રામ.==