January 12th 2012
……………………..સ્મરણ રામનું
તાઃ૧૨/૧/૨૦૧૨………………….. પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભજન કરી લે પ્રભુરામનું,ના મોહ માયા કોઇ વળગશે
મુક્તિમાર્ગની આંગળી ચીંધશે,જ્યાં જલાસાંઈને ભજશે
………………………………………………ભજન કરી લે પ્રભુરામનું.
મનમાં આશા એક રાખજે,આ જીવને ભક્તિરાહ તું દેજે
શ્રધ્ધા રાખી સ્મરણ કરતાં,સાચા સંતની કૃપાય મળશે
દેહને મળેલ આ માનવ જન્મ,સાર્થક જીવનથી તું કરજે
મળશે કૃપા જ્યાં પ્રભુરામની,જીવથી મોક્ષના દ્વાર ખુલશે
………………………………………………ભજન કરી લે પ્રભુરામનું.
મનથી માળા કરજે પ્રભુની,સદમાર્ગ જીવને એ દઈ દેશે
આવતી વ્યાધી દુર રહેશે જીવનમાં,શાંન્તિ જીવને મળશે
પળપળ સ્મરણ કરતાં પ્રભુનુ,સૌ ઝંઝટ પણ દુર જ રહેશે
મોહમાયાની ચાદર ઉડતાં,કૃપા જલાસાંઇનીય તને મળશે
………………………………………………ભજન કરી લે પ્રભુરામનું.
++++++++++++++++++++++++++++++++++
January 2nd 2012
……………………તીર્થધામ
તાઃ૨/૧/૨૦૧૨…………………. પ્રદીપ બ્રહ્મભટ્ટ
શરણું મારે છે જલાસાંઇનું,જીવને મુક્તિમાર્ગ મળી જાય
મોહમાયાના બંધન ભાગે,જ્યાં સાચુ તીર્થધામ સહેવાય
. …… …………………………………….શરણું મારે છે જલાસાંઇનું.
કરુણાસાગર આવે અવતારી,ઉજ્વળ જન્મ કરવા કાજ
જીવને મળતા અનેક માર્ગમાં,મળે ભક્તિમાર્ગનો સાથ
તન મનને જ્યાં શ્રધ્ધા મળે,ત્યાં પાવનકર્મ થતાં જાય
ઉજ્વળ જીવતરની કેડી મળે,જ્યાં પવિત્રતીર્થ સ્પર્શાય
. ………………………………………….શરણું મારે છે જલાસાંઇનું.
પામરજીવન બને માનવીનું,ને જેતે સહવાસે ભટકાય
ભક્તિભાવથી માળા જપતાં,જીવની જ્યોતપ્રગટી જાય
અણસાર મળે કૃપાળુનો,જે જીવને મુક્તિએ દોરી જાય
અહંકારનીકેડી છુટે જીવથી,મળેલ જન્મસફળ થઈજાય
. ….. ……………………………………….શરણું મારે છે જલાસાંઇનું.
+++++++++++++++++++++++++++++++++++++++++
December 26th 2011
……………………સાચુ શરણું
.તાઃ૧૫/૧૨/૨૦૧૧ (દુબાઇ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
શરણુ મારે બાબા સાંઇનું,ને ગરવુ છે શેરડી ગામ
ભક્તિપ્રેમની કડી બતાવી,દીધુ ભક્તોને સુખધામ
……………………………………….શરણુ મારે બાબાસાંઇનું.
મળીપ્રીત માનવતાની,જે જીવનો કરી જાયઉધ્ધાર
માયામોહની લાલચછુટતાં,જીવનુ થઈજાયકલ્યાણ
અલ્લા ઇશ્વર એક બતાવી,દીધો માનવતાનો સંગ
ઉજ્વળજીવને માર્ગ ચીંધી,રાખ્યો મનુષ્યસંગે રંગ
……………………………………….શરણુ મારે બાબાસાંઇનું.
નિત્ય સવારે પુંજન કરતાં,પ્રેમ તેમનો મળી જાય
શરણું સાચુ જીવનમાં મળતાં,મોહમાયા દુર થાય
દ્રષ્ટિ પડતાં બાબાની આદેહે,જન્મસફળથઈ જાય
નાહકની કેડી જન્મમરણની,આમુક્તિથી છુટીજાય
. ……………………………………શરણુ મારે બાબાસાંઇનું.
+++++++++++++++++++++++++++++++++
December 13th 2011
. શીવજીની ભક્તિ
તાઃ૨૯/૧૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભોલેનાથની ભક્તિ કરતાં,જીવને શાંન્તિજ થાય
કૃપા કેડી જીવનમાં મળતાં,જન્મસફળ થઇ જાય
. ……………ભોલેનાથની ભક્તિ કરતાં.
પ્રેમની રાહ પ્રભુથી મળતાં,આજીવ નાભટકી જાય
મુક્તિકેરા દ્વારખુલતાં,મળેલ જન્મ સફળ પણથાય
ૐ નમઃશિવાય સ્મરણથી,જીવેઅનંત શાંન્તિથાય
ધુપદીપ અર્ચન સહવાસે,અમૃત જીવન થઇ જાય
. ……………ભોલેનાથની ભક્તિ કરતાં.
સોમવારની શીતળ સવારે,શંખનાદ જગે સંભળાય
આંખ ખોલી દર્શનકરતાં,શિવજીની કૃપાય મળીજાય
મા પાર્વતીની અસીમકૃપાએ,સ્વર્ગીય સુખમેળવાય
ગજાનંદની કલમચાલતાં,દેહથીમુક્તિ પણ મળીજાય
. ……………ભોલેનાથની ભક્તિ કરતાં.
+++++++++++++++++++++++++++++++++++++++++
October 23rd 2011
. સાર્થક જન્મ
તાઃ૨૩/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંટીધુટી તો અડીને ચાલે,ના કળીયુગમાં છટકાય
જન્મ સાર્થક સાંઇ સંગે,સાચી શ્રધ્ધા એ મળી જાય
. ……………આંટીધુટી તો અડીને ચાલે.
નિત્યસવારે ધુપદીપનીએક જ્યોતે,બાબા રાજી થાય
વંદન કરતાં ચરણે સાંઇને,પ્રદીપને હૈયે આનંદ થાય
કૃપાની વર્ષા મળે દેહને,ઉજ્વળ અમારુ જીવન થાય
સદા પવિત્ર કેડી મળતાં,શ્રી જલારામ પણ રાજીથાય
. …………….આંટીધુટી તો અડીને ચાલે.
મળેલ જન્મ માનવીનો,સાચી મહેનતથી જ જીવાય
આડુઅવળુ દુર ફેકતાં જીવનમાં,સાચીકેડી મળીજાય
તન,મન,ધનથી શાંન્તિ મેળવી,પ્રભુ કૃપા મેળવાય
જલાસાંઇને પગલેચાલતાં,આ જન્મસાર્થક થઈ જાય
. …………..આંટીધુટી તો અડીને ચાલે.
++++++++++++++++++++++++++++++++++
October 13th 2011

.
.
.
.
.
.
.
.
.
.
.
.
. बाबाके द्वार
ताः१३/१०/२०११ प्रदीप ब्रह्मभट्ट
बाबा में तेरे द्वार पे आया,प्रेम तुम्हारा पानेको
सच्चेदीलसे सांइ जपके,मुक्ति मागने आया हु
ओबाबा मेरे,ओभोलेसांइ,भक्तिप्रेम मैं लाया हु
. ………….बाबा में तेरे द्वार पे आया.
सांइ सांइकी माला जपके,प्यार तुम्हारा पाना है
उज्वलजीवन पाके मुझको मोहमायासे जाना है
. ………….बाबा में तेरे द्वार पे आया.
भक्तिकीर्तन करके बाबा,कृपाकी आश रखता हु
आओ बाबा मेरेघरमें,मुझे पवित्र जीवन जीना है
. …………बाबा में तेरे द्वार पे आया.
सुरजकीकीरणोमें बाबा,मुझे आपकादर्शन करना है
आकर जीवनकी राहमें,मुझे प्यार आपका पाना है
. …………बाबा में तेरे द्वार पे आया.
तन मीलाहै आपकी कृपासे,जन्मसफळ करना है
मनको देकर राह भक्तिकी,पावन जीवन जीना है
. …………बाबा में तेरे द्वार पे आया.
श्रध्धा और विश्वाससे बाबा,प्रदीप भक्ति करता है
तनमनकी शांन्ति पाकर,जन्म सफल ये करना है
. ………..बाबा में तेरे द्वार पे आया.
.++++++++++++++++++++++++++++++++++.
October 13th 2011

.
.
.
.
.
.
.
.
. . જલારામની ભક્તિ
તાઃ૧૩/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિ જ્યોત પ્રગટી જીવનમાં,રામનામનો કરતાં દીપ
માનવદેહને મળી છે જીત,એજ સાચીછે ભક્તિની રીત
. ………….ભક્તિ જ્યોત પ્રગટી જીવનમાં.
ના હતા કોઇ માટી ના મોહ,જગમાં જેની સૌને છે ઓટ
ભક્તિની એક જ્યોત નિરાળી,છુટી જાય માયા વૈરાગી
જલારામની ભક્તિસાચી,લાવે પરમાત્માને એજ તાણી
વંદન વિરબાઇ માતાને,સંસ્કારથી જેણે ભવને સુધાર્યા
. …………..ભક્તિ જ્યોત પ્રગટી જીવનમાં.
ભીખ માગતા જગત નિયંતા,છોડે ડંડો ઝોળી એ ડરતા
ભક્તિદ્વારને ખોલીને વિરપુરમાં,ઉજ્વળ જીવન જીવતા
સંસારની કેડી રાખી સંગે,કર્યો જન્મ સાર્થક ભક્તિ રંગે
મુક્તિ માર્ગને મેળવી જન્મે,ઉજ્વળ કર્યો છે પત્ની સંગે
. …………..ભક્તિ જ્યોત પ્રગટી જીવનમાં.
+++++++++++++++++++++++++++++++++++
October 5th 2011
. ભક્તની ભક્તિ
તાઃ૫/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દેહ મળે માનવનો જીવને,ત્યારે માર્ગ ઘણાજ દેખાય
કયા માર્ગે ક્યાં જવાય,એતો અનુભવથીજ સમજાય
. ………….દેહ મળે માનવનો જીવને.
ઉજ્વળ જીવન દેવા સંતાનને,સંસ્કારથી જ સચવાય
માબાપને આદર દેતા જીવનમાં,સાચી રાહ મળી જાય
મળતાં માયા મોહ જીવને,દેખાવે દાનવ બનાવી જાય
સુખ શોધવા નિકળવુ પડે,એ જીવની ખોટીરાહ કહેવાય
. …………..દેહ મળે માનવનો જીવને.
સંતનો સહવાસ મળે જ્યાં,ત્યાં ભક્તિ માર્ગ મળી જાય
સાચી સેવા પ્રભુનીકરતાં,જીવ પર પ્રભુ કૃપા થઈ જાય
દેખાવનો ડંડો પકડી ચાલતાં,ના જીવનો ઉધ્ધાર થાય
ટીલાં ટપકા કરી ચાલતાં,અંતે વ્યંઢળ પણ થઈ જવાય
. ……………દેહ મળે માનવનો જીવને.
નિર્મળ ભાવના રાખતાં,ને શ્રધ્ધા પરમાત્મામાં રખાય
આંગળીચીધી સંત જલાસાંઇએ,જે માનવતા દઈ જાય
ભગવુ પહેરી ભક્તિ કરતાં,અહીંનારી દેહથી અભડાવાય
માતા સમજી વંદન કરતાં,મળૅલ જન્મ સફળ થઈ જાય
. …………….દેહ મળે માનવનો જીવને.
**********************************************
September 25th 2011
. ઝંઝટ વળગી
તાઃ૨૫/૯/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ક્યાંથી આવી ને ક્યારે વળગી,નાકોઇ જીવને સમજાય
સકળ જગતમાં કૃપા પ્રભુની,જે ઝંઝટથી છોડાવી જાય
. …………..ક્યાંથી આવી ને ક્યારે વળગી.
માર્ગ મળે જીવને કળીયુગમાં,જે સૌને જકડીને જ જાય
આધીવ્યાધી આંગણેઆવી,જીંદગીમાં સોટી મારીજાય
કરેલ કામની ગતી નિરાળી,જે જીવનમાં પરખાઇ જાય
સાચી શ્રધ્ધા એ જ્યોત જીવનની,ઝંઝટને ભગાવી જાય
. …………..ક્યાંથી આવી ને ક્યારે વળગી.
એકલ દોકલ જ્યાં જીવન લાગે,ત્યાં માનવીમન ભટકાય
આશા અપેક્ષા નેવે મુકતાં,દેહને અતુટ શાંન્તિ મળી જાય
માગણી એક પરમાત્માથી કરતાં,સ્વર્ગની સાંકળ દેખાય
આવી દેહને કૃપા મળતાં,સંત જલા સાંઇની ભક્તિ થાય
. ……………ક્યાંથી આવી ને ક્યારે વળગી.
==================================
September 23rd 2011
. ભક્તિની કેડી
તાઃ૨૩/૯/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ ભાવના મનમાં રાખી,હૈયેથી હેત થઈ જાય
ભક્તિ શ્રધ્ધાએ કરતાં જીવને,સાચી કેડી મળી જાય
. …………..નિર્મળ ભાવના મનમાં રાખી.
ધુપ દીપ અર્ચન કરતાં,જીવની ભક્તિ પરખાઇ જાય
આંગણુખોલતા જીવનમાં,સુર્યકિરણનો સહવાસ થાય
પવિત્રવાણી જીભને મળતાં,પ્રભુ ભજન ગવાઇ જાય
મનને મળતી શાંન્તિ આવી,જ્યાં જલાસાંઇને ભજાય
. ……………નિર્મળ ભાવના મનમાં રાખી.
કુદરત કેરી કૃપા માણવા જીવથી,પ્રેમથી ભક્તિ થાય
આશીર્વાદની વર્ષા વરસે દેહપર,નેજન્મ સાર્થક થાય
ના વ્યાધી કે દેખાય ઉપાધી,સ્વર્ગીય સુખ મળી જાય
અંત દેહનો ઉત્તમલાગે જગે,નેજીવને મુક્તિમળીજાય
. …………..નિર્મળ ભાવના મનમાં રાખી.
***************************************