September 19th 2011
. ચિંતા મુક્ત
તાઃ૧૯/૯/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવન જીવતા જ્યાં માન મળે,ત્યાં જીવને શાંન્તિ થઈ જાય
અદભુત કૃપા પ્રભુની મળતા,આ જીવ ચિંતા મુક્ત થઈ જાય
. ………….. જીવન જીવતા જ્યાં માન મળે.
મોહ માયાને સ્વાર્થ છુટતાં,મનને શાંન્તિ માર્ગ મળી જાય
કેડી પકડી પ્રેમનીચાલતાં,જલાસાંઇનીકૃપા દ્રષ્ટિ થઈ જાય
ભક્તિ ભાવની જ્યોત ઝળકતાં,આ જન્મ પાવન થઈ જાય
મળીજાયપ્રેમની દ્રષ્ટિપ્રભુની,ત્યાં દેહનુ પગલુ પાવન થાય
. …………… જીવન જીવતા જ્યાં માન મળે.
અંધકાર મળે જીવને જગતમાં,આદેહનુ જીવન વેડફાઇ જાય
ઉજ્વળતાનું એક કીરણ પડે તો,જીવન સદ માર્ગે ચાલી જાય
આફતની પકડેલી કેડીને છુટતાં,જીવ મોક્ષ માર્ગે દોરાઇ જાય
ખુલે સ્વર્ગના દ્વાર મૃત્યુએ,ને જીવને અનંત શાંન્તિ મળી જાય
. ………….જીવન જીવતા જ્યાં માન મળે.
===================================
September 18th 2011
. સ્મરણ
તાઃ૧૮/૯/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સ્મરણ થાય જ્યાં સાચા સંતનુ,ત્યાં પાવન ભક્તિ મળી જાય
નિર્મળ જીવન રાહ મળે દેહને,જે જીવનો જન્મ સફળ કરીજાય
. …………..સ્મરણ થાય જ્યાં સાચા સંતનુ.
પાવનકર્મના મળે બંધન દેહને,જીવનો ભક્તિ ભાવ વ ધીજાય
મુક્તિ માર્ગના દ્વાર ખોલવા જીવને,સાચી શ્રધ્ધા રાહ મળીજાય
માળા મણકા મુકતા બાજુએ,જીવથી સતત સ્મરણ પ્રભુનુ થાય
આજ કાલની વ્યાધી છે જીવની જે, જીવને રાહ જોવડાવી જાય
. …………સ્મરણ થાય જ્યાં સાચા સંતનુ.
ભક્તિનોસંગાથ સરળ રાખતાં,જીવથી સવારસાંજ ના પરખાય
સમયની કેડી સરળ બનતાં,દેહથી જીવને મોક્ષ તરફ લઈ જાય
ના દેખાવ કે ના માય મોહ લાગે,જે છે કળીયુગના જ હથીયાર
મળતીકૃપા સંતજલાસાંઇથી,સ્મરણથી જીવનેશાંન્તિ મળી જાય
. ……………..સ્મરણ થાય જ્યાં સાચા સંતનુ.
++++++++++++++++++++++++++++++++++++++++
September 15th 2011
. મતિની શોધ
તાઃ૧૫/૯/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવી મનને નારહે ક્ષોભ,જ્યાં મળે જીવને મતિની શોધ
રાહ જીવનની સાચીજ છે એક,મળે જીવનમાં ભક્તિની ટેક
. …………..માનવી મનને ના રહે ક્ષોભ.
ઉદય અસ્ત એ છે કુદરતનો ક્રમ,ના જગતમાં તેનો છે ભ્રમ
સમજદારના સરળજીવનમાં,નાઆધી વ્યાધી રહે અંતરમાં
લાગણી શોક ને મોહમાયાથી,મુક્ત થશેઆ મળેલ કાયાથી
પ્રભુ પ્રેમનીવર્ષા વરસી આજે,મુક્તિ રહેશે એ જીવની સાથે
. …………..માનવી મનને ના રહે ક્ષોભ.
જન્મ મરણ તો જીવને જ વળગે,ના જીવ કોઇ તેનાથી છટકે
ભક્તિ કેરી દોર પકડતાં જન્મે,પ્રભુ કૃપા લાવે ભક્તિ જ સંગે
મતિની શોધ જીવનમાં ન્યારી, જીવને એ છે શાંન્તિ દેનારી
સંત જલાસાંઇની રાહ નિરાળી,ભક્તિ માર્ગ સાચો આપનારી
. …………..માનવી મનને ના રહે ક્ષોભ.
======================================
September 12th 2011


.
.
.
.
.
.
.
. રામદુત હનુમાન
તાઃ૧૨/૯/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિનો સહવાસ લઈ બોલતા,રામદુત રાજી થાય
આવી ઉભાછે રામકથાએ પ્રેમે,ના દેહ કોઇ બદલાય
. ………..ભક્તિનો સહવાસ લઈ બોલતા.
સંતની સાચી ભાવનાને જોતાં,પ્રભુ દ્રષ્ટિ થઇ જાય
દુત આવતા અણસાર મળે,આજે કથા પાવન થાય
શબ્દસ્પર્શ મળે ભક્તોને,આવી બેઠાએ સંતની પાસ
ઉજ્વળ જીવન મળે શ્રધ્ધાએ,જે કથાએ દોરણ થાય
. ………..ભક્તિનો સહવાસ લઈ બોલતા.
રામ કથાએ માર્ગ સુચક છે,જે પાવન કર્મ દોરી જાય
મૃત્યુનીનાકોઇ ચિંતા જીવને,જ્યાં રામદુત મળી જાય
આશીર્વાદની એક જ ટપલી,ભવસાગર તરાવી જાય
ધન્ય અવસર મળ્યો જીવને,જે આકથાએ મળી જાય
. …………ભક્તિનો સહવાસ લઈ બોલતા.
******************************************
September 11th 2011
. જીવનો ઉજાસ
તાઃ૧૧/૯/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હસતી રમતી જીંદગી જોઇને,મન મારુ ખુબ મલકાય
મળે પ્રેમ જગતમાં જ્યાંસૌનો,ત્યાં જીવ પાવન થાય.
. ………..હસતી રમતી જીંદગી જોઇને.
અવનીપરના આગમનને તો,પારખી શક્યુ છે ના કોઇ
કુદરતની કરામત એવી,જીવને જન્મ મળતા સમજાય
કર્મબંધન જન્મને ખેંચે અવનીએ,ના કોઇથીય છટકાય
દરીયો ખુદી કિનારે આવતાં,નદીમાં એ ફસાઇ જ જાય
. ………..હસતી રમતી જીંદગી જોઇને.
ગતિકર્મની સમજાઇ જાય,જ્યાં પાવનભક્તિ થઈ જાય
બંધ આંખે દર્શન કરતાં,જગત પિતાનો પ્રેમ મળી જાય
આવી અંતરમાં મળે શાંન્તિ,ત્યાં જ પ્રભુ કૃપા મેળવાય
ના મોહમાયા પણ અડકે દેહને,જ્યાં જલાસાંઇને ભજાય
. ………….હસતી રમતી જીંદગી જોઇને.
++++++++++++++++++++++++++++++++++++
September 9th 2011
. કર્મની પકડ
તાઃ૯/૯/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પકડી ચાલતા પાવનકર્મ,મનમંદીર ખુલી જાય
પરમાત્માની દ્રષ્ટિ પડતાં,જન્મ સફળ થઈ જાય
. ……………પકડી ચાલતા પાવન કર્મ.
કીર્તન ભક્તિ સહજ ભાવના,માળાથી મહેંકી જાય
મનથી કરેલ પ્રભુ ભક્તિ જ,જીવને એ તારી જાય
મોહમાયાના બંધન છુટતાં,માનવી મન હરખાય
આવીપ્રેમ મળે જલાસાંઇનો,આજન્મ સાર્થક થાય
. …………પકડી ચાલતા પાવન કર્મ.
ભક્તિની આ સાંકળ ન્યારી,ના કોઇનેય જકડી જાય
પ્રભુ કૃપાને પામવા કાજે,જીવ એને પકડવાને જાય
મળી જાય એક કડી જીવને,ભટકતો દેહ અટકી જાય
મળે મુક્તિ માગતા દેહે,આમાનવ જન્મ મહેંકી જાય
. ………….પકડી ચાલતા પાવન કર્મ.
================================
August 29th 2011
.
.
.
.
.
.
.
.
.
.
.
.
. સાંઇની માગણી
તાઃ૨૯/૮/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિ કેરો સંગ મળતાં દેહથી,મોહ માયા ભાગીજ જાય
ૐ નમઃ શિવાયના સ્મરણ માત્રથી,જીવન પાવન થાય
. …………ભક્તિ કેરો સંગ મળતાં દેહથી.
સાંઇ બાબાની સ્નેહાળ આંખે,જીવને ભક્તિ માર્ગ મળી જાય
નિર્મળ સવારે પુંજનકરતાં,સાંઇબાબાની માગણી પુરીથાય
ભક્તિમાર્ગથી જીવને જગતમાં,શાંન્તિ કૃપાપ્રેમે મળી જાય
બંધ આંખે બાબાના દર્શન કરતાં,સ્વર્ગીય મહેંક મહેંકી જાય
. …………ભક્તિ કેરો સંગ મળતાં દેહથી.
એકજ માગણી સાંઇબાબાની,ભક્તિએ જીવનેમુક્તિ મળીજાય
શ્રધ્ધાની કેડી જ્યાં પકડે,ત્યાં જીવપર પ્રભુકૃપા વરસીજ જાય
ભોલેનાથની આતો લીલા નિરાળી,જે જીવનુ કલ્યાણ કરીજાય
માળાના મણકાને મુકી જગતમાં,બંધઆંખે જ જ્યાં પુંજા થાય
. ………….ભક્તિ કેરો સંગ મળતાં દેહથી.
**************************************************
August 22nd 2011
.
.
.
.
.
.
.
.
.
.
.
.
. . અજબ શક્તિ
તાઃ૨૨/૮/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનથી કરેલી માળા જીવનમાં,ના કદીય એળે જાશે
કૃપા એ અજબ શક્તિ પ્રભુની,મુક્તિ જીવને એ દેશે
. ………….મનથી કરેલી માળા જીવનમાં.
મોહ માયાના બંધન છે સૌને.ના કોઇનાથી છટકાય
જગની લાગી માયાદેહને,ત્યાં જીવ ભવોભવ ભટકાય
મોહ તોછે દેખાવની નગરી,જે અહંકારથી જ સહેવાય
કળીયુગની છે આકેડી એવી,જે સમજદારથી સમજાય
. ………….મનથી કરેલી માળા જીવનમાં.
સાચી રાહ મળે જ્યાં જીવને,જે દેહનાવર્તનથી દેખાય
જીવને લાગે જ્યોત ભક્તિની,ત્યાં શ્રીજલાસાંઇ ભજાય
ભોલેનાથની કૃપા મળે દેહે,ત્યાં શીવલીંગે દુધ અર્ચાય
ૐ નમઃશિવાયના સ્મરણથી,અજબ શક્તિ મળી જાય
. ………….મનથી કરેલી માળા જીવનમાં.
*******************************************
August 18th 2011
. દર્શન
તાઃ૧૮/૮/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જલારામના દર્શન કરતાં,મને ભક્તિ ભાવ મળી જાય
સાંઇબાબાના દર્શનકરતાં,જીવનમાં શ્રધ્ધા વધી જાય
. ………….જલારામના દર્શન કરતાં.
વિરપુર ગામને પાવન કર્યુ,જન્મીને ઠક્કર કુળમાં ત્યાં
સંસારી જીવનને સાર્થક કર્યુ,ભગવાન પણ ભડકે જ્યાં
મળે કૃપાપરમાત્માની,જ્યાં પત્ની પતિને પગલે જાય
વિરબાઇ માતાની કેડી એવી,જે જન્મ સાર્થક કરી જાય
. …………..જલારામના દર્શન કરતાં.
સાંઇબાબાએ મનેશ્રધ્ધા દીધી,જે જ્ન્મ સફળ કરી જાય
મોહમાયાને દુર રાખી જીવનમાં,માનવતાને મેળવાય
અવનીપરનું આગમનકેવિદાય,નાકોઇનાથી ઓળખાય
શ્રધ્ધા સબુરીને એક સમજતાં,કલ્યાણ જીવનુ થઈજાય
. ………….જલારામના દર્શન કરતાં.
સંસારની મીઠી સાંકળ પકડી,જીવોને ભક્તિમાર્ગ દીધો
જન્મજીવન સાર્થક કરવા,જગતમાં માનવતામહેંકાવી
અવની પર દઈ અમૃતવાણી,જીવનમાં શ્રધ્ધાને આણી
પાવનકર્મની કેડી આપીને,જગે માનવદેહે ભક્તિ જાણી
. ………….જલારામના દર્શન કરતાં.
================================
August 15th 2011
. ભવબંધન
તાઃ૧૫/૮/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ જીવની જ્યોત નિરાળી,ભક્તિ ભાવથી પ્રગટી જાય
સફળ જન્મની એકછે સાંકળ,જગના ભવબંધન છુટી જાય
. …………..જન્મ જીવની જ્યોત નિરાળી.
નિત્ય મોહ ને માયા છુટતાં,પાવનકર્મ જીવે સમજાઇ જાય
આવતીકાલ ઉજ્વળ બનતા જીવનો,જન્મસફળ થઈ જાય
મળે પ્રેમપરમાત્માનો દેહને,ત્યાં દેહનાકર્મ સૌ સુધરી જાય
શ્રાવણ માસની પ્રભાત પુંજાએ,શ્રીશિવ ભોલેનાથ હરખાય
. ……………જન્મ જીવની જ્યોત નિરાળી.
કુદરતની અપારકૃપા મળે જીવને,જ્યાં ભક્તિભાવથી થાય
પ્રેમનાબંધન પરમાત્માથી હોય જો નિર્મળ,ત્યાં દર્શન થાય
બંધ આંખે ઉજ્વળતા સહેવાય,ત્યાં મળેલ જન્મસાર્થક થાય
સંત જલાસાંઇની મને પ્રીત મળતાં,પ્રેમેપુંજન અર્ચન થાય
. ………….જન્મ જીવની જ્યોત નિરાળી.
==================================