March 20th 2016

. . કલા કુંજ
તાઃ૨૦/૩/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કલા કુંજને હ્યુસ્ટનમાં લાવી,પવિત્ર કલાની કેડી આપી અહીં
રસેશભાઇની પવિત્રરાહ પકડી,કલાકારો મળી ગયા છે અહીં
………..એ કૃપા મા સરસ્વતીની,મુકુન્દભાઈની કલાથી પ્રસરી ગઈ.
પપ્પા જ્યારે પાગલ થયા,ત્યાં સંતાનને સમજણ પડી ગઈ
પકડી જ્યાં કળીયુગની કેડી, જીવનમાં વર્તન બદલાયુ ભઈ સંસારમા કોઇનો સાથ નામળતા,પપ્પાને આવવુ પડ્યુઅહીં
પપ્પાનીકેડી નિરખતા પ્રેક્ષકોએ,હ્યુસ્ટનમાં રાહ બતાવી ભઈ
………..એ કૃપા મા સરસ્વતીની,મુકુન્દભાઈની કલાથી પ્રસરી ગઈ.
મહેંક પ્રસરી કલાની અહીંયા,જ્યાં હું રીટાયર્ડ થયો જોયુ ભઈ
નિર્મળ કલાનીકેડીએ કલાકારો મળ્યા,ને કલાકુંજ આવ્યુ અહીં
સફળતાના સોપાન દરેક પ્રસંગે,એ જ સફળતા કહેવાય ભઈ નામોહ કે માયા સ્પર્શે પ્રસંગને,જે પ્રદીપને આનંદ આપેઅહીં
………..એ કૃપા મા સરસ્વતીની,મુકુન્દભાઈની કલાથી પ્રસરી ગઈ. =================================================
. .શ્રી રસેશભાઇની સરસ્વતી સંતાન તરીકેની સફળતા એ હ્યુસ્ટનનુ કલા કુંજની કલાની કેડી જે અહીંયા નાટક દ્વારા સમાજને દર્શન કરાવે છે એ ઉત્તમ સેવા માટે હ્યુસ્ટનના કલમપ્રેમી તરીકે આ લખાણ સપ્રેમ ભેંટ. લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા કલમપ્રેમીઓની યાદ.
September 4th 2015
. . લાગણી કે લોટી
તાઃ૨/૯/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કર્મ કરેલા માનવદેહે જીવનમાં,એજ સંગાથ આપી જાય
આજકાલને ના આંબે કોઈ,જે માનવ જીવનથી સહેવાય
…………આવી અવનીપર જીવને,મળે લાગણી કે લોટી અથડાય.
માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં નિર્મળ જીવન જીવાય
મળે પ્રેમ કલમપ્રેમીઓનો,જ્યાં માસરસ્વતીની કૃપાથાય
અપેક્ષાના વાદળ જ્યાં તુટે,ત્યાં પાવનકર્મજ પ્રેમથી થાય
ના અંતરમાં કોઇ અભિલાષા,જ્યાં લાગણી પ્રેમ મળી જાય
………..એજ સાચી રાહ જીવની,જે કળીયુગથી દુર રહીને જીવાય.
વાણીવર્તન સાચવી જીવતા,જીવને સુખશાંન્તિ મળી જાય
સરળ જીવનનીરાહે ચાલતાય,કદીક કદીક દુઃખ આપીજાય
પડે માથે લોટી તિરસ્કારની,ત્યાં ના કોઇ જીવથીય છટકાય
એજ કુદરતની અજબલીલા,જે સમયસમયને આંબી જાય
………..માગણીમોહને સમજી જીવતા,આવતી આફત અટકી જાય.
++++++++++++++++++++++++++++++++++++++
September 4th 2015
. .અંતરનું વ્હાલ
તાઃ૪/૯/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વ્હાલ વ્હાલ હુ કરુ અંતરથી,ના ઉભરો કોઇ અથડાય
સંતાન પારખે પ્રેમ માબાપનો,જે માનવતા કહેવાય
………..હૈયેથી વરસેલ હેત જીવનમાં,સંતાનનો સ્નેહ આપી જાય.
અજબ છે લીલા કુદરતની,નાલોહીના સંબંધે સહેવાય
ભાઈબહેનના સંબંધને સ્પર્શે,જ્યાં કળીયુગ અડી જાય
માબાપને છોડી દુર રહીને,સંગીની સંગે છે જ ભટકાય
એજ દેખાવનીદુનીયા,જેને કળીયુગની અસર કહેવાય.
……ના અંતરથી વ્હાલ મળે દેહને,કે ના જન્મમરણથીય છટકાય.
પરખ પ્રેમની જીવને મળે,જ્યાં નિર્મળતાએ જ જીવાય
મળે સફળતાના સોપાન જીવને,જે આશિર્વાદે મળીજાય
ના અપેક્ષાની કોઇ માયા રહે,એજ નિખાલસતા કહેવાય
પ્રેમની નિર્મળ કેડીએ ચાલતા,ના અપેક્ષા કોઇજ રખાય
………એ જ પવિત્ર રાહ દઈ દે જીવને,જે કર્મબંધનને છોડી જાય.
=============================================
January 15th 2014
. માતાપિતાની દેન
તાઃ૧૫/૧/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળતી મમતા માની પ્રેમથી,ને પિતાથી મળે છે સંસ્કાર
બને જીવનની ઉજ્વળ રાહ, દઈ દે સુખ શાંન્તિનો ભંડાર
. ………………..મળતી મમતા માની પ્રેમથી.
મળે સંતાનને શીતળ રાહ,જીવનમાં સદમાર્ગે દોરી જાય
લાગણીમોહને નેવે મુકતા,પાવનકર્મ જીવનમાં થઈજાય
મમતા માતાની મહેંકાવે જીવનને,ના આફતો અથડાય
સાચીશ્રધ્ધાએ જીવનજીવતા,જલાસાંઇની કૃપાપણ થાય
. ………………….મળતી મમતા માની પ્રેમથી.
ઉજ્વળ જીવનની કેડી મળે,જ્યાં પ્રેમ પિતાનો મળીજાય
સંસ્કાર સાચવી મહેનત કરતાં,સાચી લાયકાત મેળવાય
ભણતરની ઉત્તમકેડીજગતમાં,મળેલ જ્યોતથીઓળખાય
પાવનકર્મ ને શીતળરાહે,મળેલ આજન્મ સફળ થઈ જાય
. ……………………મળતી મમતા માની પ્રેમથી.
++++++++++++++++++++++++++++++++++++
September 18th 2013

. .હિન્દુની સાંકળ
તાઃ૧૮/૯/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કારતક માસમાં નુતન વર્ષની વધામણી થાય,
. .ને ભાઇબીજની સંગે ઉજવાય છે દેવદીવાળી
………….એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવાર ને પકડી ચાલે.
માગસર માસમાં નાતાલની તાલ મેળવી લે
. .ને પોષ માસમાં પતંગને પકડે લઈ મકરસંક્રાંતિ;
મહા માસમાં મહાશિવરાત્રીને ઉજવે શીવજી કાજે,
. .ફાગણ માસમાં આવે ધુળેટી રંગ લઈ સૌને એ રંગે
………….એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવાર ને પકડી ચાલે.
ચૈત્ર માસમાં આવે ગુડી પડવો ને સંગે રામનવમી,
. .ને તેરસે આવે જૈનધર્મની પવિત્ર મહાવીર જયંતી;
વૈશાખ માસમાં પવિત્ર બુધ્ધ પુર્ણિમા ઉજવી લઈયે,
. .ને અષાઢ માસમાં પ્રેમે પરમાત્માની રથયાત્રા
…………..એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવાર ને પકડી ચાલે.
શ્રાવણ માસમાં સ્વતંત્રદીન ઉજવાય ભારતનો,
. .ને સાથે પ્રેમથી પારસી નુતન વર્ષને સચવાય;
રક્ષાબંધન એ ભાઇબહેનનો પ્રેમ પકડે જીવનમાં,
. .ને જન્માષ્ટમી એતો ભગવાન કૃષ્ણનો જન્મદીવસ.
………….એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવાર ને પકડી ચાલે.
ભાદરવામાં શ્રી ગણેશ ચતુર્થી ને સંગે સંવત્સરી પર્વ,
. .જે ભક્તિભાવથી પુંજે છે જગતમાં હિન્દુધર્મી સર્વ;
આસો માસમાં આવે વિજ્યા દશમી સંગે દશેરા ઉત્સવ,
. .દીપાવલી બની દીવાળી આવે ફટાકડા ફોડે સર્વ.
…………એવી હિન્દુ ધર્મની આ પવિત્ર સાંકળ,તહેવાર ને પકડી ચાલે.
*****************************************************
September 7th 2013
. .મજદુર
તાઃ૭/૯/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભણીગણીને જીવન જીવતો,આવી ગયો અમેરીકા અહીં
માયાની નાકેડી મને,ફક્ત ભણતર સંતાનને દેવા ભઈ
. …………………ભણીગણીને જીવન જીવતો.
ખુર્શી ટેબલ છોડીને આવતાં,ત્યાંના ભણતરને નાપુછે અહીં
મજદુર બનીને જીવન જીવતાં,લારીઓ ખેંચતો થયો અહીં
ઉંમરનીઅહીં બીક સહુને,ઘેર બેસે ત્યારે પૈસાદેવા પડે ભઈ
નોકર બનીને અહીંમહેનત કરતાં,મજદુર તમે બનો છો અહીં
. ……………………ભણીગણીને જીવન જીવતો.
કેડી મળે જ્યાં ભણતરની,જે બચપણમાં જ મેળવાય અહીં
જ્ઞાનનીકેડી પકડી ચાલતાં,ઉજ્વળરાહ તમનેમળે છે અહીં
નિરાધારને આધાર મળતા,માબાપને રીટાયર્ડ કરે છે ભઇ
મહેમાન બનાવીને લાગણી દેતા,સંતાન દુર ગયા છે અહીં
. …………………….ભણીગણીને જીવન જીવતો.
====================================
August 6th 2013
. .આશીર્વાદ મા ના
તાઃ૬/૮/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર તો આવી ગયા,એ જીવને દેહ મળતા જ સમજાય
દુઃખ વેઠીને જન્મ આપતા,માતાને સંતાન મળી ગયુ કહેવાય
. …………………અવનીપર તો આવી ગયા.
અનંતપ્રેમ માતાનો વર્ષે,જ્યારે જીવનુ દેહમાં આગમન થાય
સાચો પ્રેમ આપીને પાલવતા,મા ઘણુ દુઃખ સહન કરતી જાય
આચરકુચરને છોડી દઇને,ભાવતુ ભોજનપણ દુર રાખતી જાય
આજ આશીર્વાદ માતાના સંતાનને,ના અપેક્ષા કોઇજ રખાય
. ………………….અવનીપર તો આવી ગયા.
સંતાનને સાચાસંસ્કાર આપીને,ભક્તિમાર્ગ પણ બતાવી જાય
સંતાનના દેહને સાચવી રાખવા,અનેક બંધનથી બંધાઇ જાય
પ્રેમની પાવનકેડી સમજાવી,સરળ જીવનનોમાર્ગ આપીજાય
મળી જાય સંતાનને પ્રેમ માનો,જ્યાં મા ને ચરણે વંદન થાય
. ……………………અવનીપર તો આવી ગયા.
++++++++++++++++++++++++++++++++++++
July 29th 2013
. . નેતાજી
તાઃ૨૯/૭/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જી જી કરતા અહીંતહીં રખડી,બની ગયા એ નેતાજી
આંગળી પકડતા વાર લાગતા,લાકડી પકડીચાલેજી
. ………………….જી જી કરતા અહીં તહીં રખડી.
સંબંધની ના સમજ કોઇ,કે ના કોઇને પોતાના માનેજી
આવીઆંગણે લાગણી બતાવે,તેની પાછળ એ દોડેજી
શીતળતાની નાકેડી મળે,જાણે ભીખ માગવા આવેજી
નાતજાતને તો આઘીમુકી,માનવતા શોધવા લાગેજી
. ………………….જી જી કરતા અહીં તહીં રખડી.
ગરવી ગાથા શોધવા કાજે,અહીંતહીં દ્રષ્ટિને રાખે જઈ
નાઅંધકાર મળે કેનાઉજાસ,રાતદિવસ એ ભટકે અહીં
સફળતા શોધવા માનવી શોધે,ભટકી ભીખ માગે જઈ
અંતે એકજ લાકડી પડતા,ના હાથમાં તેના આવે કંઇ
. ………………….જી જી કરતા અહીં તહીં રખડી.
+++++++++++++++++++++++++++++++++++
July 28th 2013
. માબાપ
તાઃ૨૮/૭/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મનો સંબંધ છે જીવથી,ને દેહનો સંબંધ છે માબાપ
કર્મનીકેડીએ આવે જીવઅવનીએ,ને મળીજાય છે દેહ
. …………………જન્મનો સંબંધ છે જીવથી.
પરમાત્માની આજ છે અજબ લીલા,જે બંધનથી સમજાય
મનથી કરેલ સાચીભક્તિએ,જીવનમાં સરળતા મળીજાય
કર્મનાબંધન એ જીવને જકડે,જગતે ના કોઇનાથી છટકાય
સરળતાના વાદળ વરસે,જ્યાં માબાપનો પ્રેમ મળી જાય
. …………………..જન્મનો સંબંધ છે જીવથી.
દેહને વળગે છે અવનીના બંધન,માબાપ નિમીત બની જાય
માતાનો પ્રેમ મળતા સંતાનને,જીવને સુખશાંન્તિ મળી જાય
નિર્મળજીવનની લાયકાતકાજે,પિતાની રાહ સાચીમળી જાય
જીવને મળેલ રાહ બને નિર્મળ,જ્યાં માબાપનોપ્રેમ મળી જાય
. …………………..જન્મનો સંબંધ છે જીવથી.
======================================
December 21st 2012

.
.
.
.
.
.
.
. . ગુજરાતી છે ગૌરવ
તાઃ૨૧/૧૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગરવી છે ગુજરાતની ગાથા,જ્યાં મળી ગયા છે વીર
સફળતાની શીતળ કેડી લઈ,એ બની ગયા શુરવીર
. …………………ગરવી છે ગુજરાતની ગાથા.
ભારતની આઝાદીનો રંગ,લાવ્યા ગાંધી મેળવી સંગ
અજબકેડી લીધી અહિંસાની,ત્યાં માનવતા જીતીજંગ
મળ્યો સાથ વલ્લભભાઇનો,ઉજ્વળ મળી જગે પ્રીત
એવી અદભુત ગાથા લઈ,થઈ ગુજરાતીઓની જીત
. ………………….ગરવી છે ગુજરાતની ગાથા.
નરેન્દ્રભાઇનો નિર્મળ સ્નેહ,પામી લીધો વર્તનથી છેક
જીત જીતના વાદળ મેળવી,ઉજ્વળ જીવને લીધી ટેક
માનવતાની મહેંકપ્રસરે,જ્યાં સૌનીપકડે આંગળી એક
મળે માતાના આશિર્વાદ દેહે,ત્યાં સફળતા મળે છે નેક
. …………………..ગરવી છે ગુજરાતની ગાથા.
====================================