May 1st 2007

સમજવાની સમજ

સમજવાની સમજ             

                   તમે જે સમજ્યા તે વાત સમજતાં મારે થોડી વાર લાગી  કારણ તમારી સમજ અને મારી  સમજવાની સમજમાં થોડો ફેર છે. તમે જે સમજો છો તે મારે સમજતાં સમય લાગે છે, તેના મૂળમાંમારી સમજવાની સમજ સમજીને સમજવાની છે.હું જે કાંઈ સમજવા પ્રયત્ન કરું છું તે  સમજીને સમજુ છું એટલે આપણી સમજવાની   સમજમાં ફેર છે.તમારી  સમજવાની સમજ સરળ  છે જ્યારે મારી સમજ તે વાતને સમજીને સમજવાનું લક્ષમાં રાખીને સમજવાની વ્રુતિ રાખે છે  અને તેથી આપણી બન્નેની સમજમાં સહજ ફેર છે. તમે જે વાત તુરત સમજી શકો છો તે સમજ   મારી સમજમાં આવતાં વાર લાગે છે કારણ કોઈપણ કામને સમજીને સમજતાં તેમાં રહેલ ધ્યેયને  તમે પામી શકો છો અને  તેથી તે સમજવામાં સફળતા સમાયેલી છે જે સમજ્યાં વગર સમજવામાં  નથી મળતી અને તેથીજ મારી સમજવાની સમજ સરળ નથી અને આને કારણે જ તમારી સમજવાની સમજ સરળ છે  જ્યારે મારી સમજવાની સમજ અલગ છે.…………….પ્રદીપ બ્રહ્મભટ્ટ

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment