September 30th 2007

મમતા

——————–મમતા _______________
પ્રદીપ બ્રહ્મભટ્ટ ………………………………..૪-૩-૧૯૯૯

માયાવી સંસાર જગતમાં, સ્નેહ બધે છે ભાસે
એકએક તાંતણાને તાંણો મમતા સૌ માં લાગે.
……………………………………………..માયાવી સંસાર

સંસાર થકી આ સકળ જગતને પામવાને નીકળ્યા આજે
ઘડી-બેઘડી મનમાં લાગે સગાં સૌ છે આપણી સાથે
પણ આ માનવ જીવનમાં કાયાને વળગી રહી છે માયા
આજકાલ કરતાં વરસોથી અળગી ના મમતાની છાયા
………………………………………………માયાવી સંસાર

અકળ જગતમાં જીવમાત્રને ક્યાંથી વળગી માયામમતા
ના કોઇ તેનાથી રહી શક્યા આ ભવમાં તેનાથી અળગા
મળેલ હૈયા હેત ભરેલ જીવનજીવી સદા વરસાવે સ્નેહ
પ્રદીપ બને તો મમતા છુટે ને જીવનમાં કોઇ કુનેહ.
……………………………………………….માયાવી સંસાર

લઘરવઘર આ જીવન પગથી સુખ સંસારની ભાસે
કેમ કરીને પ્રેમ મેળવવા જીવડાં મનથી વાંછે
ના વળગી રહેશે ન વળગશે એતો અંતે વિસરાઇ જાશે
મિથ્યા માયા,મમતા મિથ્યા,મિથ્યા જગત આ લાગે.
……………………………………………….માયાવી સંસાર
———

September 30th 2007

રે મનડા

———————રે મનડા————–
તાઃ૩૦/૫/૧૯૭૭………………………પ્રદીપ બ્રહ્મભટ્ટ

કેમ કરીને હુ વિસારું મનના આ એંધાણ
તનડાને સંભારુ,લાગેસૌની છે ઓળખાણ.
………………………………………..કેમ કરીને.

કાયા કાયા કંચન કેરી માયાનો નહીં પાર
સુખદુઃખ ઝંઝટ જીવતા જોઇ..(૨)
કર્મનો છે અણસાર ………………………કેમ કરીને.

મર્મકર્મનો ક્યાં જાણુંના,પ્રેમદીસે નહીંક્યાંય
તારું મારું કોઇ નહીં વ્હાલું…(૨)
જગની ચિંતા છોડ ……………………….કેમ કરીને.

————————-