October 9th 2007

પરમાત્માની યાદ

                        પરમાત્માની યાદ
                                                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

સકળ જગતના સર્જનહારની લીલા, કોઇ કળી ના જાણે
ક્યાંક ક્યાંક તો તાંતણો બંધાય,ને ક્યારે તુટે ના જાણે
મળેલ જીવન જીવી જાણી,પ્રેમનાતાંતણે હું બંધાઈ રહું.
                                      …..એવી યાદ પ્રભુની આવે મુજને..(૨)

માની માયા ને પ્રેમ પિતાનો,મુજમાં કાંઇક વણાઇ રહે
સમજઆવતા પ્રથમપગથીયે,પારકે મનપરોવાઇ ગયું
દ્રષ્ટિ તારી નેત્રો મારા,જીવન પગથી ને જોઇ રહ્યા.
                                      …..એવી યાદ પરમાત્માની આવે…(૨)

માયામારી,સંતાનનેમમતા,તારા કાજે મુજને મળીગઇ
લેખ વિધીના લખાયા જાણે,જન્મોજન્મના સંગાથ અહીં
હાથ હાથનો ટેકો મળે તો,જીવન જન્મ સફળ બનશે.
                                     …..એવી યાદ પરમકૃપાળુની આવે..(૨)

#*******#********#********#

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment