December 12th 2008

પ્રેમની પીપુડી

                          પ્રેમની પીપુડી

તાઃ૧૧/૧૨/૨૦૦૮                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

પીપુડી વાગી ટેં ટેં કરતી, જગની આ સૃષ્ટિ મહીં
મનની ના સીટી કોઇવાગી,ને પ્રેમની પપુડીથઇ
                                  ……..પીપુડી વાગી ટેં ટેં.
મળી ગઇ રીત પ્રીતની,ભાગોળે ભટકાતી અકેલી
આડીઅવળીમતીનામારી,સાદીસીધીહતીનિરાલી
આવી એકઝલક પ્રેમની નાહતી સમજમાંઅજાણી
પકડી  પીપુડી વાગી ગઇ, ટેં ટેં કરતી જતી રહી
                                 ……..પીપુડી વાગી ટેં ટેં
ડગમગ ડોલતી નાવડી,જાણે જીવ સંગે મળી ગઇ
હાલમડોલમ કરતીતી,ત્યાં પકડીપ્રેમે જકડાઇઅહીં
ના આરો કે ઓવારો ત્યાં જુઠસચમાં સચવાઇ ગઇ
હાથમાંહાથ મળી ગયો પણ સાચીપ્રીત મળી નહીં
                                   ……..પીપુડી વાગી ટેં ટેં.
લઇ લઇને પ્રેમને માથે,સંસારમાં હુ ઘુમી જ રહ્યો
મળશે અંત ક્યારેક તો એનો,રાખી આશાહું ભમ્યો
લબડી લટકી માયા પ્રીતની,ના મળ્યો કોઇ આરો
જીવ આ પગ દંડીને ભઇ મેં જોઇ લીધી પગપાળા
                                     ……..પીપુડી વાગી ટેં ટેં.

+++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment