December 12th 2008

હું તુતુ

                        હુ તુતુ

તાઃ૧૧/૧૨/૨૦૦૮                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

હું તુતુની માયા ને અળગી કરતા
                          ભઇ કાયાને શાંન્તિ થઇ
જગતજીવની ના કોઇ અસર મળી
                    જ્યાં ભક્તિ સાચી મળી ગઇ.
                                     ……. હું તુતુ ની માયા ને.
હું તુતુ, હું તુતુ કરતાં જીંદગી જકડાઇ ગઇ
       આ મારુ કે આ તારુ રહેતા મોહ ના છુટશે અહીં
અલખ ધરીને ઓઢી ચાદર તોય માયાજ વળગીરહીં
       લાલચલોભને માયારહેતા જીંદગી ઝુંટવાઇ ગઇ
                                      ……. હું તુતુ ની માયા ને.
મનમાં લારા ને હાથમાં માળા જગને બતાવી અહીં
      હુ કહેતા આંખો ઉઘડીને તારી મારી વાતો થઇ
ક્યારે છુટશે મોહ જગતના ના તેમાં કોઇ ક્ષોભ એક
     પ્રેમેસ્મરણ સાચાસંતના મુક્તિ તરફ દોરશે છેક
                                      ……. હું તુતુ ની માયા ને.
રમત જગતમાં માનવી ખેલે,સૃષ્ટિનો સથવારો લઇ
હું તુ,હું તુ કરી રહે તોય હૈયે ના લાગણી દેખાય કાંઇ
મળતા મળ્યો આમાનવદેહ,સમજી કરજે ભક્તિ ભઇ
લગની થોડી લાગી જશે તો ,વ્યાધીથી બચીશ અહીં
                                         …….હું તુતુ ની માયા ને.

###########################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment