લાકડી માબાપની
લાકડી માબાપની
તાઃ૯/૫/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સ્નેહ ભરેલ સંસારમાં, માનવી મન સદા મલકાય
કાજળ આંખમાં લગાવતા,જેમ આંખમાં ટાઢક થાય
…….સ્નેહ ભરેલ સંસારમાં.
મન માનવતાને માયા મળે,
જ્યાં પ્રેમ માબાપનો અપાર
વૃત્તિ વર્તન ને વાચા સમજાય,
જ્યાં આશીર્વાદે પ્રેમ મળી જાય
સંતાનની સમજ ત્યાં પરખાય,
જ્યાં મળે ટેકો પળવાર
ઉપકાર અપાર છે તેમનો,
જેને અંતરથી માબાપ કહેવાય
…….સ્નેહ ભરેલ સંસારમાં.
વરસ વરસની ચાલતી કેડી,
જેને વરસોવરસ કહેવાય
ઉંમરને વળગીને ચાલે,
ના છોડે એ દેહને પળવાર
એક,વીસ,પચાસ કરતાં ચાલતી રાહે ,
જ્યાં પહોંચે જીંદગી સાઇઠનીવાટે
બે પગ જ્યાં માગે દેહે સહારો,
સંતાન બને માબાપની લાકડીનોટેકો
…….સ્નેહ ભરેલ સંસારમાં.
++++++++++++++++++++++++++++++++++