May 22nd 2009

ટેવ,રાહ જોવાની

                      ટેવ,રાહ જોવાની

તાઃ૨૧/૫/૨૦૦૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવમનને આનંદ આવે,
                   મળી જાય જે મનમાં આવે;
ચારે કોર દીવા દીસે ભઇ,
                  જ્યાં મળી જાય મનગમતુ અહીં.
                                …….માનવમનને આનંદ.
માતાની મમતા લેવાને,
                  સંતાન સદા સળવળ છે થાય;
રાહ જોવાની જ્યાં ટેવ પડે,
                  સમય આવે મમતા મળી જાય.
                               …….માનવમનને આનંદ.
કૃપા પામવા પરમાત્માની,
                   હામ રાખી જ્યાં ભક્તિ થાય;
કરુણાસાગરનો પ્રેમ મળે,
                     જ્યાં રાહત મનમાં રખાય.
                              …….માનવમનને આનંદ.
સમયને જોઇ ચાલતો માનવ,
                  બોટ,ગાડી,પ્લેન ને પકડી જાય;
રાહ જુએ જો દેખાવની જગે,
                    તો જીવનમાં બધુ ચાલી જાય.
                              …….માનવમનને આનંદ.

###################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment