October 25th 2009

ભભુતીનો ચમત્કાર

                  ભભુતીનો ચમત્કાર

તાઃ૨૪/૧૦/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભલભલાને ભુમી ચટાડુ,એવો હું સમજદાર
અમેરીકાની લઇને ભભુતી,બતાવુ ચમત્કાર
                        ……..ભલભલાને ભુમી ચટાડુ.
વિદેશોમાં હું વખણાતો,ને લઇને આવ્યો અહંકાર
બે આનાને હવે દઉ દબાવી, ડોલર બતાવી ચાર
રુપીયો ખણગતો અટકે,જ્યાં લીલી નૉટ બતાવુ
કેવીરીતે સમજાવુ તમને,હું કેવી જીંદગી વિતાવુ
                        ………ભલભલાને ભુમી ચટાડુ.
ડગલેપગલે નમતાચાલો,તો ક્વાટર પેની દેખાય
નેવે ભણતર મુકીદેતાં,પગથી જીવનની મેળવાય
ના ભુવો કે ના ભભુતી,આતો દુરના ડુંગર કહેવાય
માનવજીવન મુકી દેતાં,અહીંયાં મશીનથી જીવાય
                        ………ભલભલાને ભુમી ચટાડુ.
સ્નેહ દેખાવ છે ઉપરનો, ના અંતરમાં કાંઇ ઉભરાય
ભોળપણાનો એ લાભ લેતા,નિર્દોષ જ લપટાઇ જાય
ભક્તિ સાચી મેળવી જીવે,મુક્તિ માનવદેહથી લેવા
સતભુમીનો સહવાસ રાખી,જગે ચમત્કાર દુર કરવા
                          …….ભલભલાને ભુમી ચટાડુ.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment