January 21st 2013

હર્ષના આંસુ

.                  .હર્ષના આંસુ

તાઃ૨૧/૧/૨૦૧૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ કેડી મળે જીવનમાં,શુભ કાર્યોને સહેવાય
સરળતાનો સંગાથ મળતાં,શાંન્તિ સદા મેળવાય
.                 …………………ઉજ્વળ કેડી મળે જીવનમાં.
મનની મુંઝવણ મળતી જ્યારે,ત્યાં પરમાત્માને પુંજાય
અંતરમાં આનંદની હેલી મળતાં,ભક્તિ સાચી થઈ થાય
વણ કલ્પેલી કૃપા મળેત્યાં,હર્ષના આંસુ પણ આવી જાય
સમજણ સાચી જીવને મળતાં,સાચીરાહ પણ મળી જાય
.               …………………..ઉજ્વળ કેડી મળે જીવનમાં.
લાગણી મોહને નેવે મુકતાં,આ જીવન સરળ થઈ  જાય
ભેદભાવને પારખી લેતાં,ના આફત કોઇ આવી અથડાય
જલાસાંઇની નિર્મળભક્તિએ,આવતીમુંઝવણભાગી જાય
ભીની આંખે શ્રધ્ધા રાખતાંજ,નિર્મળ પ્રભુ કૃપા થઈ જાય
.                 …………………ઉજ્વળ કેડી મળે જીવનમાં.

+++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment