January 24th 2013

સંસ્કાર

                                                    સંસ્કાર

  તાઃ૧૩//૨૦૧૧                                                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

મમ્મી બહાર બારણે બાવો આવ્યો છે.એવું મને બારીએથી દેખાય છે. મારા સ્કુલ જવાના સમયે અહીં આવીને ભીખ કેમ માગતા હશે.મને કંઈ સમજ નથી પડતી . હે ભગવાન આ લોકો આ રીતે કેમ જીવતા હશે તે મને સમજાતું નથી. નીરૂબેન રસોડામાં ગેસ ચાલુ કરી દાળ અને શાક ધીમા તાપે બનતા મુકી ઘરના મંદીરમાં સંત જલારામ બાપા અને સંત સાંઈબાબાની માળા કરતા હતા.તેમનો દીકરો અનુજ સ્કુલમાં ભણવા જવાની તૈયારી કરતો હતો.તેર વર્ષના અનુજને તેની મમ્મીએ ઉત્તમ જીવન જીવવા માટે ભણતરનુ મહત્વ સંસ્કારમાં આપેલ.એટલે અનુજ વહેલો ઉઠી નાહી ધોઇ ભગવાનને પગે લાગી પાંચદસ મીનીટ પલાંઠીવાળી બંન્ને સંતોને વંદન કરી લેતો.એ જ્યારે મમ્મી ઉઠીને ચા માટે બોલાવે ત્યારે ઉપલા માળેથી આવ્યો મમ્મી કહીને નીચે આવી મમ્મીને પગે સ્પર્શી જય જલારામ મમ્મી કહે અને મમ્મી તેને બાથમાં જકડી બચી કરી લેતી આ તો દરરોજની વાત થઇ.ઘણી વખત તે લેશનમાં મશગુલ હોય ત્યારે મમ્મી ઉપર આવી કાન પકડી કહે ચલ બેટા ચાનાસ્તો નથી કરવાનો.

સમય તો કોઇ ના હાથમાં નથી.ખુદ રામ ભગવાનને પણ સમય આવતાં જંગલમાં જવું પડ્યુ હતું.પંદર વર્ષ પહેલા નીરૂબેનના લગ્ન વડોદરામાં રહેતા રાવજીભાઈના એકના એક દીકરા રાજેન્દ્ર સાથે થયા હતા.નીરૂબેનને એક મોટી બહેન હતા જે લગ્ન બાદ દીલ્હી રહેતા હતા.લગ્ન પછી નીરૂબેન વડોદરા રહેવા આવી ગયા.તેમના પતિ સરકારી કચેરીમા ક્લાર્કની નોકરી કરતા હતા.પગાર સારો હતો રજાઓ પણ સારી એવી મળતી હતી અને પાછી ખાધેપીધે શાંન્તિ હતી. પણ તેમને બહાર ફરવાનો શોખ પહેલેથી હતો અને રજા મળી કે ફરવા જતા રહે. નીરૂબેનને તેમના માબાપ તરફથી સંસ્કાર મળેલા એટલે સવારે ઉઠી સાસુ સસરાને પગે લાગી નાહી ધોઇ સેવા કરી રસોડામા જઇ રસોઇ તૈયાર કરી ઘરમાં કપડાલત્તા સફાઇ કરવી એ રોજીંદુ બની ગયુ હતું.સાસુ સસરાને કંઇજ કહેવુ ના પડે તે હંમેશાં ધ્યાનમાં રાખતા હતા.તેના પતિ હંમેશાં આઠ વાગે ઉઠે તેમની નોકરી દસ થી છ વાગ્યાની હતી એટલે મોડા ઉઠે.નીરૂબેન તેમના માબાપને ત્યાં અને અહીંયા પણ સવારે સાડા છ વાગે ઉઠી જતા અને સેવા તથા ઘરકામ કરતાં.સાસુ સસરાને પણ આ વહુ માટે માન થયુ કે સંસ્કારી દીકરી છે એટલે તેમના છોકરાને જીવનમાં કોઇ તકલીફ નહીં પડે.

સાસરા પક્ષમાં  નજર કરીએ તો નીરૂબેનના સસરા એ સરકારી કચેરીમાં પટાવાળાનું કામ કરે.ઓફીસના બારણા આગળ બેસી રહેવાનુ અને સાહેબ બોલાવે એટલે અંદર જઇ જે કહે તે કામ કરવાનું. જ્યારે બપોરના ખાવા માટે સમય  મળે ત્યારે બહાર જઈ લારી આગળ ઉભા રહી ચા નાસ્તો કરવાનો અને પછી બીડી પીવાની.સરકારી નોકરી હતી એટલે તેમને  બધા સરકારી લાભ મળે. તેમને ત્રણ દીકરા અને એક દીકરી હતી. મોટો દીકરો નટવર સરકારી સ્કુલમાં માસ્તરની નોકરી કરતો હતો અને તેની પત્ની સરીતા પણ સ્કુલમાં નોકરી કરતી હતી. બીજો દીકરો રાજેન્દ્ર સરકારી કચેરીમા ક્લાર્કનુ કામ કરતો હતો.ત્રીજો દીકરો નરેન્દ્ર ગામમાં એક અનાજની દુકાનમાં રજીસ્ટર પર કામ કરતો હતો. અને દીકરી નંદીની સ્કુલમાં ભણી અને લગ્ન બાદ તેના પતિ મનહરભાઇ સાથે નડીયાદમાં રહેતી હતી.

રાજેન્દ્રભાઇની ઓફીસમાં કારદાકીય કામો થતા હોય એટલે મકાન,મિલ્કત,છુટાછેડા,લગ્ન રજીસ્ટર કે વિદેશ જવાના કાગળો તૈયાર કરી સાહેબ પાસે જઈ સહી કરાવી પરત આપવા આ તેમનું રોજનુ કામ.ઓફીસમાં બહારથી આવેલા માણસોનો દેખાવ,પૈસાનો ઉછાળો અને મોટી મોટી વાતો એ સાંભળી અને જોઇને ઘણી વખત મુંઝાય અને પરદેશ જવાનો વિચાર મનમાં થાય કરે.પણ  હવે છત્રીસ વર્ષે શુ કરવાનુ? લગ્ન થઈ ગયે બે વર્ષ થઈ ગયા અને તેની પત્નિ નીરૂએ બાળકનો જન્મ આપ્યો અને એ પણ એક વર્ષનો થઈ ગયો.પણ જગતમાં માયા અને કાયાનો મોહ કળીયુગમાં કોઇને છોડતો નથી. માબાપે આપેલા સંસ્કાર એ જીવને સદમાર્ગે લઈ જાય નહીં તો પછી એવું પગલુ ભરાય કે ના અહીંના કે ના તહીંના રહેવાય.રાજેન્દ્રને પણ એવી માયા લાગેલ કે અહીંના કરતાં અમેરીકામાં જીવન જીવવાની મઝા આવે.પૈસે ટકે શાંન્તિ મોટર લઈ ફરવાનું અને એય હાયબાય કરીને  લ્હેર કરવાની.એક દીવસ અમેરીકાથી આવેલી ડોલી તેના કાયદાકીય કાગળો લઈને આવેલ.તેના લગ્ન થયેલા પણ તેનો અમેરીકન પતિ રોમી દારૂ સીગરેટ અને બીજી સ્ત્રીયોના સંબેધમાં હોવાથી રાત્રે ઘેર ના આવે.બહાર રખડ્યા કરે અને રાતની  જોબ એક મોટા અમેરીકન શાકભાજીના સ્ટોરમાં રજીસ્ટર પર કરે.ડોલીની સાથે લગ્ન થયે બાર વર્ષ થયેલ પણ પતિનો કોઇ જાતનો સાથ નહી.એક બાળક થયેલ પણ જીવનમાં કોઇ જાતની શાંન્તિ નહી. તે એક મૉટેલમાં ખાવા કરવા જતી અને જીવન જીવી રહી હતી.એક દીવસ તેના પતિ ઘરમાં તેના બાળકની સામે બહારથી લાવેલ સ્ત્રીની સોડમાં બેસી અને નખરા કરે જે સારુ ના કહેવાય તેથી ડોલીએ પોલીસને બોલાવી અને પેલી અડધા કપડા પહેરેલી સ્ત્રીને પોલીસને સોપી દીધી. આ પ્રસંગથી તેનો પતિ ખુબજ અકળાયો અને ત્રીજે દીવસે કોર્ટના કાગળ લઈને છુટાછેડાના સ્ટેમ પેપર પર સહી કરાવી અને જતો રહ્યો. ડૉલી બહુંજ દુખી થઈ એટલે એ જ્યાં નોકરી હતી  તેજ મૉટેલમાં માલીકને વાત કરી નિરાધાર બતાવી તેના છોકરા સાથે રહેવા જતી રહી. મોટલનો માલીક સુરેન્દ્રનગરનો હતો અને તેને તેના સાળાએ બોલાવેલ અને મૉટલ લઈ આપી હતી.તે પોતે જલારામ બાપા અને સાંઇબાબાનો ભક્ત હતો.એટલે કોઇ જીવને દુઃખી ના જુએ અને થાય તે રીતે મદદ કરે.એટલે એણે જ ડૉલીને મોટેલમાં રૂમ આપી બાબાને ચાઇલ્ડકેરમાં મુકી આવે અને લઈ આવે.

ડૉલી પણ અમેરીકન હોઇ લીપસ્ટીકલાલી અને પૅન્ટ પહેરતી એટલે બહુ ઉંમરનો ખ્યાલ ના આવે.એક બે વખત ઓફીસમાં આવી અને રાજેન્દ્ર પર નજર બગડી હતી એટલે એક દીવસ તે બહાર નાસ્તો કરવા લઈ ગઈ અને પછી પોતાની ઇચ્છા બતાવી કે તારે મારી સાથે લગ્ન રજીસ્ટર કરી અમેરીકા આવવુ છે. રાજેન્દ્રની મનની ઇચ્છા હતી અને સામેથી વિનંતી આવી એટલે એ ડૉલીને કહે હું તો હજુ કુવારો જ છું.મારે અમેરીકા જવુ છે એટલે હું રાહ જોઉ છું.તારી સાથે હું લગ્ન રજીસ્ટર કરી લઉ અને પછી હું તારી સાથે અમેરીકા આવી જઉ.કોઇ જાતનો મને વાંધો નથી.ડૉલી ઓફીસમાં કોઇને પુછે તે પહેલા તેણે બધાને જણાવેલ કે કોઇ કંઇ જ કહેશો નહીં.એણે કાયદાકીય કાગળો ગેર રીતીથી તૈયાર કરાવી લગ્ન કરી લીધુ.અને ડૉલી સાથે બહાર જવા ઘેર નીરૂને કહે હું મારી ઓફીસના કામ માટે અઠવાડીયુ બહાર જવાનો છુ.અને તે રીતે એ ડૉલીનો જીવન સાથી બની ગયો.અમેરીકા જવાનો સમય આવ્યો એટલે નીરૂ જોડે ઝગડો કરી તેને ગમેતેમ બોલી તને આ નથી આવડતુ અને તે નથી આવડતુ તેમ કહી ઝગડા શરૂ કર્યા. અને જવાના દીવસે કહે તારી સાથે રહેવામાં કાંઇ જ જીવનમાં મળવાનુ નથી.એટલે હું જતો રહું છું.તારે જેમ કરવું હોય તેમ કરજે. અને આ રીતે તે ડૉલી સાથે અમેરીકા જતો રહ્યો.

મારૂ તારૂ કરતાં જીવનમાં કોઇથી સમય રોકાતો નથી.અમેરીકા આવે આજે નવ વર્ષ થયા શરૂઆતમાં તો ડૉલી તેની બગલમાં ભરાઇ વ્હાલનો વરસાદ વરસાવતી. પણ તેના આ બીજા પતિને ખબર નહીં કે તે એવું તે શું કામ કરે છે કે દરરોજ રાત્રે એક બે વાગે આવે.રાજેન્દ્રની તાકાત પણ નહીં કે તેને પુછે કે કેમ મોડી આવે છે.રાજેન્દ્ર મૉટેલમાં સફાઇ અને રહેવા આવનારની જરૂરીયાત પુરી કરે અન અને  ડૉલીના બાળકનું ધ્યાન આપવાનું.આવુ ઘણા વર્ષ ચાલ્યું પણ આને ખબર ના પડે કે ડૉલી મોડી કેમ આવે છે.એક દીવસ તો જાતે તેની અજાણમાં તે તેની પાછળ ગયો અને જોયુ તો ડૉલી તો એક અમેરીકન મૉટલમાં ત્યાં રહેવા આવેલ ગ્રાહકોની સાથે પડી રહી તેમની મનોકામના પુર્ણ કરતી હતી.રાજેન્દ્રને ઘણુંજ દુઃખ થયું એને એમ થયુ કે તે માયાના મોહમાં ફસાઇ અહીં આવ્યો પણ તેનુ જીવન રોળાઇ ગયું.હવે કોઇ આરો નહીં.પણ એક દીવસ મક્કમ મને કોઇને કહ્યા વગર ભારત પાછો આવી ગયો.તેના માબાપ ગુજરી ગયા હતા બીજા કોઇને મળાય તેમ હતું નહી કારણ તે ખોટા રસ્તે જઈ તેની સંસ્કારી પત્ની નીરૂને છોડીને એ કહ્યા વગર જતો રાહ્યો. નીરૂને કાંઇ જ ખ્યાલ ન હતો એટલે એ સમાજ થી બચવા તેના બાળકને લઈને ડાકોરમાં રહેવા જતી રહી હતી અને ત્યાં એ તેના બાળકને ભણાવતી અને એક ગુજરાતી હોટલમાં ખાવા કરતી હતી.શની રવિ તે મોડી જતી કારણ તે રાત્રે દસ વાગ્યા સુધી કામ કરતી હતી.અનુજ પણ હવે બધુ સમજી વિચારી કામ કરતો અને ભણતો.સમયની સીડી તો જીવને મૃત્યુ મળે ત્યાં સુધી સમજીને ચઢવી પડે.

શનીવારે સવારે નવ વાગ્યાના સમયે એક દાઢી વાળો માણસ તેના ઘર આગળ આવી હાથ ધરી ભીખ માગવા આવ્યો. અનુજે તેને ઉપલા માળની બારીએથી જોયો.તે બોલતો હતો તે તેની માતાએ સાંભળ્યુ તેણે પણ ઉપરેથી જોયુ અને મનમાં વિચારની સાથે નીચે આવી બારણા આગળથી તે ભીખ માગતો દાઢી વાળો ચહેરો જોતા જ તે વર્ષો પહેલાનો સહેવાસ ઓળખી ગઈ.તે બહાર નીકળી તે વખતે અનુજ પણ બોલ્યો મમ્મી આવાને શું કામ ખાવા આપે છે?તે બારણાના ઉંમરા આગળ ઉભો રહ્યો તેની મમ્મી બહાર જઈ ભીખ માગનારની નજીક જઈ કહે તમારે ભીખ માગવાની ના હોય તમે તો મારા પતિ છો એમ કહી પગે લાગી.રાજેન્દને તરતજ ખ્યાલ આવ્યો કે આ તો મારી પત્ની નીરૂ છે જેને હું છોડીને ચાલી ગયો હતો.તે પગે લાગી કહે આ તમારૂ ઘર છે તમારે ભીખ માગવાની ના હોય. રાજેન્દ્ર તેને બાઝી પડ્યો અને તેને પગે લાગવા નમ્યો ત્યાં નીરૂ કહે ના હોય અને ચલો તમે ઘરમાં.અનુજ વિચારતો જ રહ્યો કે આવુ કેમ?ત્યારે રાજેન્દ્ર કહે બેટા હું તારો પિતા છું અને તારી મમ્મીને છોડીને અમેરીકા નાસી ગયો હતો હવે હું પસ્તાઉ છું. તારી મમ્મીએ સંસ્કાર સાચવી તને જીવનની ઉજ્વળ કેડી બતાવી મને મારા મોહમાટે ખુબ જ દુઃખ થાય છે.તારી મમ્મીએ તને જીવન અને ભણતર આપી તને મા અને બાપનો પ્રેમ આપ્યો ધન્ય છે એના માબાપે આપેલ સંસ્કારને.

++++++++++++++++++++++++++++++++++++++++++

January 24th 2013

સંતોષી જીવન

.                          .સંતોષી જીવન

તાઃ૨૪/૧/૨૦૧૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

શાંન્તિ સંગે ઉજ્વળ જીવન,માનવતાએ મળી જાય
અપેક્ષાઓની કેડી છોડતાં,સંતોષી જીવન થઈ જાય
.                 ……………….. શાંન્તિ સંગે ઉજ્વળ જીવન.
આંધી વ્યાધીને આંબી લે,જ્યાં જલાસાંઇની કૃપા થાય
નિર્મળતાનોસંગ મળતાં,જીવનેશાંન્તિ પણ મળી જાય
જીવની કેડીછે કર્મનાબંધન,જગે સમજદારને સમજાય
આવીઅવનીપર મુંઝાતા,જીવતો દેહના બંધને બંધાય
.                 …………………શાંન્તિ સંગે ઉજ્વળ જીવન.
સરળતાની શીતળ કેડીને,દેહે સાચીભક્તિએ મેળવાય
શ્રધ્ધા ભક્તિની નિર્મળ રાહે, જીવને સંતોષ મળી જાય
મળેસંસ્કાર જીવનમાંદેહને,ત્યાં નિશ્વાર્થ જીવન જીવાય
અંતદેહનો ઉજ્વળબનતાં,જીવને મુક્તિમાર્ગ મળીજાય
.               …………………..શાંન્તિ સંગે ઉજ્વળ જીવન.

+++++++++++++++++++++++++++++++++++

January 24th 2013

લાગણી છોડી

.                         .લાગણી છોડી

તાઃ૨૪/૧/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાચી રાહ મળતા જીવનમાં,જીવને અતિ આનંદ થઈ જાય
મુકતા લાગણી મનથીઆઘી,ત્યાંજગની ઝંઝટ ભાગી જાય
.                        ………………… સાચી રાહ મળતા જીવનમાં.
કળીયુગની આ વહેતી ગંગા,જ્યાં ત્યાં માનવીને લઈ જાય
ભોગ ઉપભોગની વિચીત્ર રાહે,મળેલ જીવન વેડફાઇ જાય
આજની ચિંતા છોડી માનવી,કળીયુગી આવતી કાલે ફસાય
નામળે સહારો અંતે જીવનમાં,જે સાચીરાહ જીવને દઈજાય
.                        …………………. સાચી રાહ મળતા જીવનમાં.
આવીદોડી મળે લાગણી,ત્યાં માનવીમન અહીંતહીં ભટકાય
સમજ નાઆવે સમયની જીવને,જે જીવન વ્યર્થ કરીને જાય
મોહમાયાની એકજ ઝાપટે,જીવ જગતમાં ભમતો થઈ જાય
નિર્મળ પ્રેમને પકડી રાખતાં,કળીયુગી મુંઝવણ ભાગી જાય
.                        …………………..સાચી રાહ મળતા જીવનમાં.

======================================