January 28th 2013

માડી તારા ચરણે

.                  .માડી તારા ચરણે

તાઃ૨૮/૧/૨૦૧૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારા ચરણ સ્પર્શતા,પ્રદીપને આનંદ થાય
નિર્મળતાનો સંગ રાખતાં,માનવતા મહેંકી  જાય
.                 ………………..માડી તારા ચરણ સ્પર્શતા.
ઉગમણી પ્રભાતે માડી,તારું પ્રેમથી પુંજન કરાય
ધુપદીપથી અર્ચન કરતાં,મન મારુ ખુબ હરખાય
વંદન કરી શીશ ઝુકતાં,મા આશીર્વાદ મળી જાય
સરળ જીવનની મહેંક લેતાં,કૃપા તારી  થઈ જાય
.                …………………માડી તારા ચરણ સ્પર્શતા.
અનેકરૂપની ઉજ્વળ ગાથા,સાચી ભક્તિએ સમજાય
મનથી કરેલ ભક્તિપ્રેમને,મા તારી કૃપાએ મેળવાય
આવી આંગણે સ્મૃતિદેતાં,મા મને જીવનમાં સમજાય
સદાતારો પ્રેમમળતાં,જીવે આધી વ્યાધી નાઅથડાય
.               ………………….માડી તારા ચરણ સ્પર્શતા.

**********************************