January 2nd 2013

ધીરજના ફળ

.                 ધીરજના ફળ

તાઃ૨/૧/૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રધ્ધાનો જ્યાં સાથ રહે,ત્યાંજ સમયને સમજાય
નિર્મળતાને સંગે રાખતા,ઉજ્વળ જીવન જીવાય
.               …………………શ્રધ્ધાનો જ્યાં સાથ રહે.
પરમાત્માએ દીધેલ કેડી,જન્મ મળતા મેળવાય
સમજણનો સંગાથ લેતા,જીવને રાહ મળી જાય
નિર્મળતાનો સંગ મળે,ને પાવન કર્મ થતા જાય
ઉજ્વળ જીવન જીવતાં,સંત જલા સાંઇ હરખાય
.              ………………….શ્રધ્ધાનો જ્યાં સાથ રહે.
મેં કર્યુ ની માયા છુટતાં,આ જન્મ સફળ થઇ જાય
ભક્તિસાચી મનથી કરતાં,કૃપા પરમાત્માની થાય
આવી આંગણે પ્રભુ રહે,એ સાચી લાયકાત કહેવાય
અંતરમાં થયેલા આનંદ,એ મુક્તિ માર્ગે લઈ જાય
.              …………………..શ્રધ્ધાનો જ્યાં સાથ રહે.
ઉતાવળે અંધકાર મળે,ના કોઇ જીવથીય છટકાય
શીતળતાનો સંગ રાખતાં,માનવતાય મહેંકી જાય
અંતરની ઉર્મીને છોડતા,જીવને ધીરજ આપી જાય
ધીરજના ફળ સરળતા લાવે,જે ઉત્તમ કર્મ કહેવાય
.                  ……………….શ્રધ્ધાનો જ્યાં સાથ રહે.
===========================