January 25th 2013

મળી આઝાદી

.

 

 

 

 

 

.

 

.                     .મળી આઝાદી

તાઃ૨૬/૧/૨૦૧૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

શુરવીરોની અજબ શ્રધ્ધાએ,દેશને આઝાદી મળી ગઈ
અહિંસાની અદભુત કેડીએ,અંગ્રેજોની આંખો ઉઘડીગઈ
…………………….અરે ભઈ ભારતને આઝાદી મળી ગઈ.
સુખદુઃખની નાપરવાકરી,કેના લીધી અભિમાનની કેડી
હાથમાં હાથ મેળવી ચાલ્યા વીરો,મેળવી લીધી સિધ્ધી
મહા આત્માની નામના લીધી,એ જ ગાંધીજી ઓળખાય
સરદાર બનીને આગળચાલ્યા,એ વલ્લભભાઇ કહેવાય
.                 ………………..શુરવીરોની અજબ શ્રધ્ધાએ.
વિશ્વમાં ઘુમતા અંગ્રેજોને,ગુજરાતીઓએ લાક્ડી દીધી
અભિમાનની વિશાળતાકાતને,પાણીએ પલાળી લીધી
પકડી આંગળી અહિંસાની બાપુએ,સૌ એ પકડીએ કેડી
અદભુત કૃપા અવિનાશીની,જેણે આઝાદી દેશને દીધી
.                …………………શુરવીરોની અજબ શ્રધ્ધાએ.

.==================================.