November 20th 2015

સરળ સેવા

.                 સરળ સેવા

તાઃ૨૦/૧૧/૨૦૧૫              પ્રદીપ બ્રહ્મભટ્ટ

હાથ પકડી ચાલતા સંગીનીનો,નિર્મળ જીવન જીવાય
ના માગણી કે ના કોઇ મોહ રહે,ત્યાં જીવન સરળ થાય
………..જન્મ મરણના બંધનને જગે,ના કોઇ જ જીવથી છોડાય.
મળેલ સાચો પ્રેમ નિખાલસ,જીવને શાંન્તિજ આપી જાય
ક્રોધ મોહ આંબીને જીવતાજ,પરમાત્માની કૃપા થઈ જાય
શ્રધ્ધાથી કરેલ સેવાસાચી,જીવને સરળ જીવન દઈ જાય
દેહનો અંત નજીકઆવતા,જીવથી સરળ સેવા થતી જાય
……….એ જ કર્મની સરળ કેડી છે,જે જીવને મુક્તિએ દોરી જાય.
મારુતારુની માગણી છોડતા,કળીયુગી માયાથી દુર જવાય
શાંન્તિનો સહેવાસ મળે,જે જલાસાંઇનીભક્તિએ મળી જાય
કુદરતની અસીમલીલા,જે કોઇ જીવને ક્યારેય ના સમજાય
સરળ જીવનમાં સરળ સેવા,એ જ પવિત્ર કર્મ કરાવી જાય
………..મળેલ જીવને દેહ અવનીએ,જે પ્રત્યક્ષ દેહથી જ દેખાય.

======================================