હું ગુજરાતી
. . હું ગુજરાતી
તાઃ૮/૧૧/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગુજરાતીઓનુ એતો ગૌરવ છે,જ્યાં દીવાળી ઉજવાઈ જાય
શ્રધ્ધા પ્રેમની જ્યોત પકડી,માતા લક્ષ્મીનું પુંજન થઈજાય
………..એ જ સાચી રાહ જીવની,મળેલ જન્મ સાર્થક એ કરી જાય.
મઠીયા ઘુઘરા એ પ્રેમ સાચો,સૌને આવકારીને અર્પણ થાય
માનવતાની મહેંકપ્રસરે,જ્યાં સંબંધથી આંખોભીની થઈજાય
મળે પ્રેમ માબાપનોસંતાનને,ને ભાઈને બહેન પણમળીજાય
લાગણી મોહને દુર રાખી જીવતા,કળીયુગની કાતર તુટી જાય
………એ જ નિખાલસ પ્રેમ જીવનો,જે પવિત્ર તહેવારોને સચાવાય.
ફટાકડા ફુટતા જ વાદળ ગાજે,જ્યાં કુદરત પણ દુર રહી જાય ભાવના રાખી પ્રસંગ પારખતા,પરમાત્માનો પ્રેમ મળી જાય
ભુતકાળની ભુલને દુર રાખતા જ,સૌનો સાચો પ્રેમ મળી જાય
ના કાતર ના સોય સ્પર્શેજીવને ,જ્યાં જલાસાંઇની ભક્તિથાય
………એ જ પવિત્ર તહેવાર કહેવાય,જે નિખાલસ પ્રેમથી ઉજવાય. ++++++++++++++++++++++++++++++++++++++++++