આસો માસ
. .આસો માસ
તાઃ૭/૧૧/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર તહેવારો તેડીને ચાલતા,હિન્દુ ધર્મને પાવન કહેવાય વર્ષનો અંત નજીક આવતા,દીપ પ્રગટાવીને ફટાકડા ફોડાય
…….એવા કારતક માસે શરૂ થતા વર્ષને,આસો માસથી વિદાય દેવાય. અનેક પ્રસંગને પ્રેમથી ઉજવતા,જીવથી પવિત્રપ્રેમ મેળવાય
આંગળી પકડી ચાલતા સંતાનને,સાચી રાહ જીવનમાં દેવાય
મળતો પ્રેમ જીવનમાં નિર્મળ,પરમાત્માની કૃપાને આપી જાય
શ્રધ્ધા રાખી કૃપાની કેડી પકડતા,જલાસાંઈનો પ્રેમ મળી જાય ……દરેક માસે મળતા પવિત્ર પ્રસંગને પામતા,જીવને શાંન્તિ મળી જાય.
મળેલદેહને યાદ રાખવા,સગા સંબંધીથી જન્મ દીવસ ઉજવાય મળે સાચોપ્રેમ નિખાલસ જીવનમાં,જીવનો જન્મસફળ કરી જાય
આસો માસને યાદ રાખવા વર્ષમાં,નવરાત્રીને દીવાળી ઉજવાય એવો પવિત્ર હિન્દુ ધર્મ છે,જે ભક્તિરાહે જીવને મુક્તિ આપી જાય
……..એવા કારતક માસે શરૂ થતા વર્ષને,આસો માસથી વિદાય દેવાય. *******************************************************