November 6th 2015

દીપની જ્યોત

 

.                          .દીપની જ્યોત
તાઃ૬/૧૧/૨૦૧૫                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમકૃપા પરમાત્માની થઈ,જ્યાં માબાપના સંસ્કાર સચવાઈ જાય
સ્વામીનારાયણનીઅસીમકૃપાએ,શ્રી મદનમોહન પવિત્રકર્મ કરી જાય
…..જે વડતાલ ગાદીધામને હ્યુસ્ટનમાં લાવી,સંગે દીવાળીનો આનંદ આપી જાય.
પત્ની જીગ્નાબેનનોસાથ મળે જ્યાં,ત્યાંશ્રધ્ધાએ પવિત્રકર્મ થઈ જાય
મળે વિનુલાલનો સાથ ભક્તિમાં,ત્યાં મીનાબેન પણ મદદ કરી જાય
ભક્તિ જ્યોત પ્રગટાવી હ્યુસ્ટનમાં,ત્યાં આચાર્યમહારાજ પણ રાજીથાય
વદતાલ ગાદી હ્યુસ્ટનમાં લાવવામાં.જીગ્નેશભાઈનો સાથ પણમેળવાય
……એ દીવાળીના પવિત્ર દીવસોમાંજ,ભક્તોને ભક્તિપ્રેમ દેવા પ્રેમે આવકારાય.
મહારાજશ્રીના આશીર્વચનથીઆજે,મઠીયાઘુઘરાલાડુ પ્રેમથી ખવડાવાય
શ્રધ્ધા સાચી મદનમોહનની આજે,સૌ હરીભક્તોને પ્રેમે લાવી છે અહીં
સ્વામીનારાયણની ધુન કરતાં પ્રેમથી,પ્રભુના પાવનપગલા આવી જાય
પ્રદીપને હૈયે આનંદ અનેરો આજે,સંગે પત્નિ રમા ભક્તિ કરી હરખાય
………એ જ કૃપા પરમાત્માની છે,જે ભક્તોને ઉજ્વળ જીવનની રાહ આપી જાય.
***********************************************************************************************
.                      . હિન્દુ ધર્મનો પવિત્ર પ્રસંગ એ દીવાળી કહેવાય.હ્યુસ્ટનમાં આ પવિત્ર પ્રસંગ નિમિત્તે વડતાલ   ધામના શ્રી સ્વામીનારાયણ ભગવાનના મંદીરના ભક્તોને આજે ભેગા કરી સાચા ભક્તશ્રી મદનમોહન અને બીજા સેવા ભાવી ભક્તોના પ્રેમ અને ભક્તિને સાચવી સૌ પ્રેમથી  ભેગા થઈ આજે દીવાળીનો આનંદ ઉજવી રહ્યા છે.તે પ્રસંગને યાદગીરી રૂપે આ લખાણ સેવાભાવી વડતાલ ધામના હરીભક્તો અને સ્વામીનારાયણ સંસ્થાના આદરણીય વ્યક્તિઓને  જય શ્રી સ્વામીનારાયણ સહિત ભેંટ.

લી.પ્રદીપ,રમા બ્રહ્મભટ્ટ અને પરિવાર સહિત ભેંટ.હ્યુસ્ટન   તાઃ૬/૧૧/૨૦૧૫