March 7th 2016

મહા શિવરાત્રી

.                    .મહા શિવરાત્રી

તાઃ૭/૩/૨૦૧૬                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભોલેનાથની પવિત્ર ભક્તિએ,જીવને અનંત શાંન્તિ મળી જાય
મહાશિવરાત્રીના પવિત્રદીને,બિલીપત્રને દુધની અર્ચના થાય
………મહાવદ તેરસ ને સોમવાર એ પવિત્રદીવસ વર્ષો પછી આવી જાય.
સોમવાર એ ભોલેનાથનો દીવસ,લાખો ભક્તો પુંજા કરવા જાય
ૐ નમ શિવાયના જાપસંગે,શિવલીંગ પર દુધની અર્ચના થાય
માતા પાર્વતીની અસીમ કૃપા મળે,જ્યાં શ્રધ્ધાપ્રેમે પુંજન થાય
સિધ્ધી વિનાયકદેવનો પ્રેમ મળે,જ્યાં તેમના પિતાની પુંજાથાય
………મહાવદ તેરસ ને સોમવાર એ પવિત્રદીવસ વર્ષો પછી આવી જાય.
પવિત્ર ગંગાનુ આગમન અવનીએ,જે ભોલેનાથની કૃપા કહેવાય
ત્રિશુળધારી છે અવિનાશી,ભોલેભંડારી જગતમાં શિવલીંગે પુંજાય
પરમકૃપાની વર્ષા થાય જીવપર,જે મળેલ જન્મસાર્થક કરી જાય
એકજ ભાવનાએ પુંજન કરતા,શંકર ભગવાનની અનંત કૃપાથાય
………મહાવદ તેરસ ને સોમવાર એ પવિત્રદીવસ વર્ષો પછી આવી જાય.

++++++++++++++++++++++++++++++++++++++++++++

March 6th 2016

ચીંધે ભક્તિ

.               .ચીંધે ભક્તિ

તાઃ ૬/૩/૨૦૧૬                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રધ્ધા રાખી જીવન જીવતા,મળે સફળતાના સોપાન
અનેક અપેક્ષાદુર રાખતાં,જીવે ઉજ્વળ રાહ મેળવાય
………….મળેલ માનવતા જીવને,પાવન જીવન આપી જાય.
દેહમળે અવનીએ જીવને,કળીયુગી કાતર લાવી જાય
આવનજાવન અવની પર,કર્મના બંધનથી મેળવાય
પવિત્રરાહ માનવીને જગે,પરમાત્માની કૃપાએ દેખાય
નિર્મળ ભક્તિ શ્રધ્ધાએ કરતાં,ના અપેક્ષા કોઇઅથડાય
………….મળેલ માનવતા જીવને,પાવન જીવન આપી જાય.
સગા સંબંધી સ્નેહીના બંધન,માનવજીવન જકડી જાય
નિર્મળભાવે ભક્તિ કરતાં,ના સાધુમંદીરની જરૂર જણાય
નામોહ કે માયાનીચાદરઅડે,જ્યાં જલાસાંઇનીકૃપા થાય
બારણુ ખોલે પ્રભુનુ આગમન,ભક્તિજ્યોત પ્રગટાવી જાય
………….મળેલ માનવતા જીવને,પાવન જીવન આપી જાય.

=====================================

March 3rd 2016

જન્મદીનની શુભેચ્છા

Image result for navin banker houston

 

.                .જન્મદીનની શુભેચ્છા

તાઃ૨/૩/૨૦૧૬                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે માનવદેહ અવનીએ,પરમાત્માની અસીમકૃપા કહેવાય અવનીપરનુ આગમન ૧૯૪૧માં,આજે ૭૫ વર્ષના થઇ જાય
………….એ મુરબ્બી નવીનભાઈ પર,મિત્રોની શુભેચ્છાની વર્ષા થાય. અમદાવાદથી આવ્યા અમેરીકા,મળ્યો સંબંધીઓનો સંગાથ
બકુબેનનો પવિત્ર સંગાથ મળતા,મળેલ જન્મ સફળ દેખાય આજકાલને સમજીચાલતા,સાહિત્ય સરીતામાં સન્માન થાય
હ્યુસ્ટનના સરસ્વતી સંતાનને,કલમનીકેડીથીસાથ મળીજાય
………….એ મુરબ્બી નવીનભાઈ પર,મિત્રોની શુભેચ્છાની વર્ષા થાય. પવિત્રરાહ જીવનમાં મળી,જે તેમના માબાપની કૃપાજ કહેવાય
નવીનભાઇનાસંગાથથી,હ્યુસ્ટનની સાહિત્યસરીતા વહેતી થાય
કલમ પકડીને રાહ બતાવે,જે  પ્રદીપને હૈયે આનંદઆપી જાય પ્રાર્થના પરમાત્માને,સુખશાંન્તિ સંગે લાબુ આયુષ્ય મેળવી જાય
………….એ મુરબ્બી નવીનભાઈ પર,મિત્રોની શુભેચ્છાની વર્ષા થાય. ++++++++++++++++++++++++++++++++++++++++++++++
.                   .હ્યુસ્ટનમાં કલમની કેડી સંગે આવી હ્યુસ્ટનના સરસ્વતી સંતાનને સાચી રાહ બતાવી જગતમાં વહેતી કરનાર શ્રી નવીનભાઈ બેંકરનો આજે  ૭૫મા જન્મદીવસે કલમપ્રેમીઓના પ્રેમ રૂપે આ લખાણ જય જલારામ સહિત સપ્રેમ ભેંટ.
લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ અને હ્યુસ્ટનના સરસ્વતી સંતાન.

March 2nd 2016

વર્તન વાણી

.                  .વર્તન વાણી

તાઃ૨/૩/૨૦૧૬                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમની પાવન કેડી મળતાં,મળેલ માનવજીવન નિર્મળ થાય
વાણી વર્તન સાચવી જીવતા,જીવને અનંત શાંન્તિ મળી જાય
………….પાવનપ્રેમની કેડીએ જ,સંબંધીઓના સ્નેહની વર્ષા થઇ જાય.
માનવજીવનમાં મળે માનવતા,જ્યાં અપેક્ષાઓ છોડી દેવાય
હાના હાના ને તોડી નાખતા,જીવનમાં નાકોઇ તકલીફ અથડાય
સરળતાનો સહવાસ રાખતાં,પરમાત્માની અજબકૃપા થઈ જાય
નિરાધારનો આધાર બનતા,જીવને મળેલ જન્મ સફળ થઈજાય
…………..પાવનપ્રેમની કેડીએ જ,સંબંધીઓના સ્નેહની વર્ષા થઈ જાય.
લાગણી એછે માનવતા એવી,મળેલ માનવજીવનને સ્પર્શી જાય
પ્રેમનિખાલસ પકડીચાલતા,જીવનમાં નાઆફતના વાદળદેખાય
આંગણે આવી પ્રભુકૃપા મળે,એજ જીવની ઉજ્વળભક્તિ કહેવાય
સરળજીવનની શીતળરાહેજીવતા,સંત જલાસાંઈનીકૃપા થઈજાય
……………પાવનપ્રેમની કેડીએ જ,સંબંધીઓના સ્નેહની વર્ષા થઈ જાય. ==========================================

March 1st 2016

સંબંધની સાંકળ

.             . સંબંધની સાંકળ

તાઃ૧/૩/૨૦૧૬                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહ મળે અવનીએ જીવને,એજ કુદરતની લીલા કહેવાય
કરેલ કર્મને બાંધી રાખતા,આ માનવજીવન મળતુ  જાય
…………સંબંધની સાંકળ છે ન્યારી,જે જીવને અનુભવથી સમજાય.
કુટુંબનો સંબંધ મળે દેહને,જ્યાં માબાપની પ્રેમકૃપાથાય
ભાઇબહેન ને સગા સંબંધી,એ કર્મબંધનથી જ મળી જાય
મળે જીવનમાં સાથ સૌનો,જ્યાં સમય સાચવીને જીવાય
આજ કાલને ના આંબે કોઇ,જેને અનુભવથીજ અનુભવાય
…………સંબંધની સાંકળ છે ન્યારી,જે જીવને અનુભવથી સમજાય.
મળેલજીવનમાં દેહને સ્પર્શે,જે મિત્રનો નિર્મળપ્રેમ કહેવાય
આંગળીપ્રેમની પકડીચાલતા,સાચોપ્રેમ આભને આંબીજાય
સાહિત્ય સરીતા વહે,જ્યાં સરસ્વતી સંતાનનો સંબંધ થાય
પ્રેમ નિખાલસ ભાવે રાખતાં,સરીતા જગતમાં પ્રસરી જાય
…………સંબંધની સાંકળ છે ન્યારી,જે જીવને અનુભવથી સમજાય.

========================================

March 1st 2016

પકડેલ રાહ

.               . પકડેલ રાહ

તાઃ૧/૩/૨૦૧૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાવનરાહ પકડતા જીવનમાં,નિર્મળ પ્રેમની વર્ષા થઇ જાય
મનને માનવતા  સ્પર્શે પ્રેમની,જ્યાં ભક્તિસાગર મળી જાય
…………એજ સાચી રાહ છે જીવનમાં,જે માનવતા મહેંકાવી જાય.
સારુ નરસુ એ કુદરતની લીલા,સમયને સાચવતા સમજાય
પવિત્ર આંગણુ પ્રેમથી કરતા,પરમાત્માની કૃપા આવી જાય
એ જીવનની જ્યોતબને,જે પ્રભુકૃપાએ જન્મસફળ કરી જાય
જીવને મળેલ માનવદેહ,પકડેલ ભક્તિરાહે મુક્તિપામીજાય
…………એજ સાચી રાહ છે જીવનમાં,જે માનવતા મહેંકાવી જાય.
માનવ જીવનમાં માગણી કરતાં,મળેલ  જીવન કથડી જાય
અપેક્ષા છે કળીયુગની કેડી,જે  જીવન લઘર વઘર કરી જાય
નિર્મળ રાહે ભક્તિ કરતાજ,જીવ પર  જલાસાંઇની કૃપા  થાય
પવિત્રપ્રેમની પકડેલ રાહ,અવનીપરના બંધનને તોડી જાય
…………એજ સાચી રાહ છે જીવનમાં,જે માનવતા મહેંકાવી જાય.

++++++++++++++++++++++++++++++++++++++++

« Previous Page