August 30th 2016

જીવનની જ્યોત

                                   જીવનની જ્યોત                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

માતર ગામમાં રહેતા મણીભાઈ મળેલ માબાપના સંસ્કારને કારણે સવારમાં તાંબાના લોટામાં પાણી ભરી સુર્યદેવનુ સ્મરણ કરતા અને ૐ હ્રીમ સુર્યાય નમઃ મંત્ર જપતા સુર્યદેવને પાણીની અર્ચના કરી ઘરમાં મંદીર સામે બેસી પુંજા કરતા.એ દરમ્યાન તેમના પત્ની કાશીબેન ચા નાસ્તો તૈયાર કરતા જે સાથે બેસી ખાઈ લેતા અને ત્યારબાદ મણીભાઈ તેમના મિત્ર છગનભાઈની દુકાને સમયસર પહોંચી દુકાનમાં રજીસ્ટરનુ કામ શરૂ કરી લેતા. તેમનો જન્મ આજ ગામમાં થયો હતો તેમના પિતા ખેતી કરતા હતા એટલે જ્યાં સુધી  ભણવાની તક મળી ત્યાં સુધી ગામમાં ભણ્યા. નિર્મળતાથી જીવન જીવતા ઘણી વખત માનવીને કર્મ યા ધર્મની કસોટીમાં કળીયુગના કારણે થોડુ સહન કરવુ પડે.એક વખત એવુ બન્યુ કે તેમના દીકરા રમેશને નડીયાદના નાટ્યગ્રુહના  એક કાર્યક્રમમાં રાવણનુ પાત્ર ભજવવાની વિનંતી કરી.જુના મિત્રોની યાદને ચાલુ રાખવા માટે તેણે હા પાડી અને તે કાર્યક્રમમાં ખુબજ સુંદર રીતે તે પાત્ર પણ રજુ કર્યુ.જેના માન રૂપે તેનુ સન્માન પણ કરવામાં આવ્યુ તેના માબાપને ઘણો જ આનંદ પણ થયો કે તેમના દીકરાએ રાજા રાવણનુ પાત્ર ભજવી ખુબજ સુંદર લાયકાત બતાવી.આમ તો તેમનો દીકરો રમેશ નિશાળમાં પણ સારા માર્ક્સથી ભણીને કૉલેજમાં પણ તે આગળ વધી રહ્યો હતો. તેના જીવનમાં કદી કોઇ તકલીફ અત્યાર સુધી તો મળી ન હતી  અને માબાપની અપેક્ષા પણ ન હતી. કારણ ઘણીવાર સંતાનને મળેલ માન સન્માનને કારણે માબાપને અહંકાર અડી જાય જે સંતાનને ખોટા માર્ગે લઈ જાય.
મણીભાઈનો બીજે દીકરો મોહન હતો જે તેમને ઘણી વખત દુકાનમાં પણ મદદ કરતો હતો કારણ હવે પિતાની ઉંમર પચાસની ઉપર થઈ એટલે ઘણીવાર તે વધારે ઉભા રહી શકતા ન હતા. ને હવે શુ થયુ હતુ કે તેઓ જ્યાં કામ કરતા હતા તે તેમના મિત્રને લકવા થયો એટલે હવે દુકાને આવતા ન હતા પણ એક મિત્રને કારણે છગનભાઈને વષો જુના તેમના મિત્ર મણીભાઈ પર ભરોશો હતો એટલે તેમને તે મિલ્કતના ભાગીદાર બનાવીને સંતોષ મેળવ્યો તેમ લાગ્યુ કારણ હવે છેલ્લા છ મહીનાથી દવાખાને જવાથી દુકાને પણ આવી શકતા ન હતા. ઘણીવાર મણીભાઈ પણ તેમને ઘેર મળવા જતા ત્યારે બંનેની આંખમાં પાણી આવી જતા જે છગનભાઈના દીકરા પણ જોતા હતા. છગનભાઈનો એક દીકરો દીનેશ  નિશાળમાં શિક્ષક હતો અને બીજો દીકરો મિનેશ સરકારી કચેરીમાં ક્લાર્કનુ કામ કરતો હતો.એટલે પિતાજીને દુકાનમાં મદદ કરી શકતા ન હતા.પણ તેમને ખબર હતી કે તેમના પિતાના મિત્ર તેમને સારી રીતે મદદ કરતા હતા જેથી તેમને સંતોષ હતો.
જીવનની દરેક પળ જગતમાં કોઇથી શચવાઈ નથી.કારણ સમય એ કુદરતની નિર્મળ કેડી થાયજ્યાંમાનવી માનવતાની સમજ સમજીને જીવન જીવી રહે.કોઇને ટકોર કરવી એ આપણીઅજ્ઞાનતા કહેવાય કારણ પરમાત્માએ સૌ જીવોને જ્યાં દેહ મળે ત્યાંબુધ્ધિ અને સમજ આપેલ છેઅને તે યોગ્ય સમયેજ કામમાં લાગે છે.હવે થયુ એવુ કે મણીભાઈ નો દીકરો રમેશ રાવણનુ પાત્રભજવ્યા પછી તેનામાં થોડા વિચારોમાં એ અહંમ અડ્યુ હોય તેમ લાગવા માંડ્યુ. કારણ એ નાટક પત્યા પછી એક દેખાવડી છોકરી આવી તેને બચી કરી કહે હે રાવણ તુ સીતાનો નહી તુ આ સવિતાનો છુ એમ કહી બચી કરી ચાલી ગઈ.રમેશના મોં પરથી લાગે કે તે વિચારોના વમળમાં ઉતરી ગયો છે.બે મહિના બાદ કૉલેજમાં ડીગ્રી મળી જતા નોકરી શોધવાનુ શરૂ કર્યુ. અને ભગવાનની કૃપા  અને માબાપના આશિર્વાદથીહોસ્પીટલમાં ક્લાર્કની નોકરી મળી. નોકરી શરૂ કરી તેના ત્રીજા દીવસે તે લંચ બ્રેકમાં નાસ્તાની રૂમમાં તે હાથ ધોવા ગયો ત્યાં પેલી સવિતા તેને બાઝી ને કહેરાવણ હવે તુમારો  રમેશ થઈ જા.  વિચારમાં ને વિચારમાં આખો દિવસ જતો રહ્યો. નોકરીએથી  ઘેર પહોંચતા સમયની ખબર પણ ના પડી.રાત્રે ઉંઘનો પણ ખ્યાલ ના રહ્યો.
સવારમાં ઉઠી ક્યારે નાહ્યો  ક્યારે નાસ્તો કર્યો તે તેના માબાપને પણ ખ્યાલ  ના આવ્યો  અને  ઘરમાં કોઇને કાંઇ કહ્યા વગર નોકરીએ નિકળી ગયો. આ વર્તનનો પપ્પા મણીભાઇને  કોઇ  ખ્યાલ જ ન હતો કારણ એ તો દુકાને જવા  આઠ વાગે નીકળી જાય જ્યારે રમેશની નોકરી દસ વાગે શરૂ થાય એટલે તે સાડા  નવ વાગે નિકળી જાય. પણ આ નવા વર્તનને મમ્મી કાશીબા પાંચ છદિવસથી જોઇને વિચાર કરવા લાગ્યા કે  આ છોકરો આવુ વર્તન કેમ કરે છે? એક દીવસ રમેશ  ચા પિતો હતો તે વખતે તેને બૈડે  થાબડી તેને પુછ્યુ કે બેટા તારૂ  આ વર્તન કેમ  બદલાઈ ગયુ છે. કોઇની સાથે વાતચિત કર્યા વગર સવારમાં વહેલો  નોકરીએ જતો રહે છે  અને પછી પહેલા કરતા મોડો ઘેર આવે  છે. કંઇક કશુક થયુ છે કે શુ? તે કાંઇજ બોલ્યો નહીં થોડી વાર પછી ચા પીજતા પહેલા મમ્મીને  કહે હુ મારી  રીતે કામ કરુ છુ અને જીવુ છુ.

રવિવારે મણીભાઇ સેવા કરી ચા નાસ્તો કરી રહ્યા હતા તે વખતે તેમના પત્નિ તેમની બાજુમાં બેસી કહે છેલ્લા ત્રણ અઠવાડિયાથી રમેશનુ વર્તન બદલાયુ છે. નોકરીએ વહેલો જતો રહે છે  અને મોડો પાછો આવે છે.અને તેને પુછુ તો  કાંઈ જવાબ આપ્યા વગર જતો રહે છે. મણીભાઈએ કહ્યુ મને સમય મળશે ત્યારે હુ પુછીશ. પણ સમય તો કોઇથી પકડાતો નથી. એક મહિનો થઈ ગયો  પણ કોઇ  જ માર્ગ ન મળતા. બીજા દિકરા મોહનને એક વખત સાથે બેસી નાસ્તો કરતા કાશીબાએ કહ્યુ કે બેટા તારા મોટાભાઈના જીવનમાં કોઇ તકલીફ હોય તેમ લાગે છે. તો તું જરા તપાસ કરીને જાણી લાવને  કે તેનુ વર્તન આવુ કેમ થયુ છે. અમને કહ્યા વગર વહેલો નોકરીએ જતો રહે છે અને સાંજે મોડો  પાછો આવે છે. અને કોઇની સાથે વાત ચિત પણ કરતો નથી. એટલે તે મમ્મીને કહે છે  કે મમ્મી આ  અઠવાડિયુ મારે કૉલેજમાં રજા છે તો હું તપાસ કરીને પછી તને કહીશ. આ વાત થતા કાશીબાને શાંન્તિ થઈ કે માતાની કૃપાએ બધી શાંન્તિ મળશે.

મંગળવારે મોટાભાઇ નોકરીએ જવા નિકળી ગયા ત્યાર બાદ મોહન બસમાં બેસીને  હોસ્પિટલ ગયો અને ત્રીજા માળે ભાઇની રૂમ આગળ  ગયો તો તે ત્યાં ન હતો  પણ ત્યાં બેઠેલા બહેનને પુછ્યુ તો કહે તે ચા નાસ્તો કરવા નીચે નાસ્તાની રૂમમાં ગયા છે. ત્યાં જઈને મોહને તેના મોટાભાઈને રાવણના પાત્ર પછી બાઝેલી છોકરીની સોડમાં બેસી તેને ખવડાવતો જોયો.  આ જોઇને મોહન કાંઈજ  બોલ્યા વગર  નીચે ઉતરી  બસમાં બેસી ઘેર પાછો આવતો રહ્યો.  અને પછી મમ્મીની  રૂમમાં જઈ કહે મમ્મી મોટાભાઇની જીંદગી જોખમાં છે.  મમ્મી કહે, શું થયુ બેટા?  તું એવુ કેમ  બોલ્યો કે  તેની જીંદગી જોખમમાં છે. એટલે મોહન કહે મમ્મી રમેશ ત્યાં નોકરી કરતી છોકરી જે રાવણના પાત્ર પછી રમેશને વળગેલીની લપેટમાં છે.  તે એની સોડમાં પેસીને જીંદગી બગાડી રહ્યો છે તેવુ લાગે છે. પણ મમ્મી તુ ચિંતા ના કરીશ હું તારા દિકરા તરીકે અને તેના ભાઈ તરીકે મારી ફરજ બજાવીશ.
ગુરૂવારે મોહન ફરી હોસ્પિટલ ગયો અને નીચે ઑફીસમાં જઈને કર્મચારીની ઓળખ તરીકે  પુછ્યુ કે રમેશભાઈની રૂમમાં બીજા કોણ બહેન કામ કરે છે.  તો કહે ત્યાં કોઇ બહેન કામ  નથી કરતા  પણ એક સવિતાબેન છે જે સફાઇનુ  કામ કરે છે તે ત્યાં  વધારે ફરતા હોય છે. એટલે મોહનને ખ્યાલ  આવી ગયો કે તેજ સ્ત્રી છે જે મારા ભાઈની જીંદગી બગાડવા ચોંટી છે. અને રાવણ વખતે પણ તેજ  હતી. તેની થોડી માહિતી મેળવી તે જ્યાં ભાડાની રૂમમાં  રહેતી હતી તે જગ્યાએ ચાલુ દીવસે ગયો તો એ જગ્યાના માલિકને મળી થોડી વાતચીત કરી સવિતાબેનની થોડી માહિતી મેળવી લીધી કે તે  પહેલા નડીયાદમાં  તેના પતિ સાથે રહેતી હતી અને એક બાળક પણ છે. તેના પતિને બીજી સ્ત્રી સાથે સંબંધ હતો તેનો ખ્યાલ તેને સંતાન થયા પછી આવ્યો. કારણ તે એક નિશાળમાં કામ કરતો હતો  જ્યાં તેને એક  કામવાળીની કેડી ચોંટી હતી.  એટલે તે માહિતી  મળતા  સવિતા તેને છોડીને આવતી  રહી અને હવે બીજાને  શોધી રહી છે જે  તેનો જીવન સાથી બને.
સાંજે ઘરે આવી મોહનને મનમાં અશાંન્તિ હોવાને કારણે કોઇની સાથે  બહુ વાતચીત  કર્યા વગર  વહેલો પોતાની રૂમમાં જઈ સુઇ ગયો.  બીજે દીવસે  મોટોભાઇ જ્યારે નોકરીએ  જતો રહ્યો  ત્યારે મમ્મીની સાથે ચા  નાસ્તો કરતા ગઈ  કાલે જે માહિતી મળી તે વાત કહી કે મમ્મી તારો મોટો છોકરો તો ખોટા રસ્તે છે. તેને રાવણ વખતે જે છોકરી બાઝીતી તે તો પરણેલી છે અને એક છોકરાની  મા પણ છે અને પતિને તરછોડી છુટાછેડા લીધા વગર રમેશ જ્યાં કામ કરે છે ત્યાં કામવાળીનુ કામ કરે છે અને દરરોજ રમેશની સૉડમાં પડીને રમેશની જીંદગીમાં જોડાવા  પ્રયત્ન કરે છે.  અને રમેશ  ભોળો  છે એટલે તેને બીજો કાંઇ ખ્યાલ આવતો નથી  એટલે તે આપણા ઘરમાં  તેનુ વર્તન  બદલે  છે. આ સાંભળી કાશી બા  વિચારના વમળમાં કાંઇજ ના બોલી શક્યા. રાતે એઅક ગ્લાસ પાણી પી ક્યારે સુઇ ગયા તેનો પણ તેમને ખ્યાલ ના આવ્યો.
બીજે દીવસે ઘરમાં ભગવાનની પુંજા કરતા હતાં ત્યાં માતાજીની  દ્રષ્ટિ પડી  હોય  તેમ લાગતા  તેમને મનમાં વિચાર આવ્યો અને તે કૃપા સમજતા  બહાર સુર્યદેવને અર્ચના કરવા ગયા ત્યાં તેમના  જુના બહેનપણી  જ્યોતી બહેન મળવા આવ્યા. જ્યોતીબેન પધારો ઘરમાં તેમ કહી તેમનો  હાથ  પકડી ઘરમાં લાવ્યા. જ્યોતીબેન  ત્યાં ખુરશીમાં  બેસો હુ દીવો કરી આવુ છુ. બેટા મોહન  માસીને  પાણી આપ હું આવુ છું. મોહને  પધારો માસી કહી ખુરશીમાં બેસવા  કહ્યુ અને પાણી  પણ  આપ્યુ. પછી કાશીબા આવીને તેમની સાથે બેઠા.ઘણા લાબા સમય પછી  અચાનક આવ્યા તેથી કાશીબાને આનંદ થયો. પછી વાત કરતા  તેમને તેમના મોટા દીકરાના  ખોટા રસ્તાની વાત કરી. ત્યારે જ્યોતી બહેને તેમને કહ્યુ કે તમે ભુવા  જ્યોતીષ  કરતા કુળદેવીને પ્રાર્થના કરો અને બને તો  નવરાત્રીના નવ દીવસ  માતાના ગરબાનો લાભ લઈ ભક્તિ કરીને માને પ્રાર્થના કરો તે  બધુ  જ સંભાળી  લેશે.  બે મહિના બાદ નવરાત્રીનો તહેવાર આવવાનો હતો  એટલે કાશીબાને  માતાની  કૃપાએ પ્રેરણા  મળી એમ લાગ્યુ. તે રાત્રે કાશીબાને માતા કહેવા આવ્યા કે તારી ભક્તિને કારણે હુ  આવી હતી તું શ્રધ્ધાએ નવરાત્રી કરજે કહી માતા જતા રહ્યા.
કાશીબાને આ એક આધ્યાત્મિક પ્રેરણા અને સાચી ભક્તિની કૃપા લાગી એટલે તેમણે મોહનને કહ્યુ બેટા તુ માતાજીની ભક્તિ કરતો રહેજે  જે આપણા કુટુંબને સાચી રાહે લઈ અંતે મુક્તિમાર્ગ  આપશે. નવરાત્રીના આગલા દીવસે કાશીબાએ મોટા પુત્ર રમેશને કહ્યુ કે તે નોકરીએ જતા પહેલા મંદીરમાં માતાને પગે લાગજે અને બને તો નવરાત્રીના નવ દીવસ એક વખત ખાજે. રમેશ કહે મા હુ થશે તો કરીશ કહી જવાબ આપ્યો.
નવરાત્રીના પ્રથમ દીવસે સવારમાં જ  ઘરમાં માતાજીને પગે લાગી મમ્મીને કહે હું દીવો કરી પછી નોકરીએ જઈશ. આ વર્તનથી કાશીબાને માતાની કૃપાનો અનુભવ થયો. તેમણે મનથી નક્કી કર્યુ કે મારે સંપુર્ણ અપવાસ કરવો છે કારણ માતાએ કૃપા કરી એટલે જ રમેશ રોકાયો. ત્રીજે દીવસે જ જાણવા મળ્યુ કે સવિતા પર તેના પતિએ કેસ કર્યો હતો અને તે જીતી ગયો હતો એટલે સવિતાને તેના પ્રથમપતિની સાથે રહેવા અને તેના બાળકનુ ધ્યાન આપવાની જવાબદારી આવી ગઈ.આ કામ થવાથી રમેશને ખ્યાલ આવી ગયો કે સવિતાતો પરણેલી અને એક સંતાનની માતા હતી એટલે તેને ખરો ખ્યાલ આવ્યો કે નવરાત્રીની સાચી ભક્તિએ મને બચાવ્યો.મા નવરાત્રીના નવ ગરબાએ મને પવિત્ર જીંદગી આપી અને માબાપ,ભાઇનો પ્રેમ મેળવવાની તક આપી.

================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment