July 13th 2017

જલાસાંઇની જ્યોત

.         .જલાસાંઇની જ્યોત 

તાઃ૧૩/૭/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને મળેલદેહ એ અવનીપરનો સંબંધ,જે આગમન વિદાયથી સમજાય
પવિત્રરાહની નિર્મળકેડી મળે દેહને,જ્યાં પરમાત્માની પરમકૃપા થઈ જાય
......જગતમાં પવિત્રભુમી એભારત છે,જ્યાં પરમાત્મા દેહ લઈ પાવન કરી જાય.
દેહલીધો અવનીપર અયોધ્યામાં પરમાત્માએ,જે રામના નામથી ઓળખાય
નિર્મળ જીવનની રાહ મેળવીને જીવતા,સંગે સીતામાતાની પણ કૃપા થાય
અનેક જીવોને જ્યોત મળી જીવનમાં,જે પાવનકર્મ કરાવી જીવન જીવાય
મળેલ દેહને કૃપા મળે પરમાત્માની,એ દ્વારકાધીશ શ્રી કૃષ્ણથીય મેળવાય
......જગતમાં પવિત્રભુમી એ ભારત છે,જ્યાં પરમાત્મા દેહ લઈ પાવન કરી જાય.
સમયની સાંકળ ના પકડાય કોઇથી,એ તો યુગોથી જગતને સ્પર્શી જાય
દેહ મળ્યો જીવને વીરપુરમાં,જે પિતા પ્રધાન માતા રાજબાઈથી મેળવાય
જલારામ નામથી ઓળખાય,ને સંગે વિરબાઇ જીવોને અન્નદાન દઇ જાય
અજબકૃપાળુ જીવનમાં પરમાત્મા પરખકરી,ઝંડોઝોળી આપીને ભાગી જાય
......જગતમાં પવિત્રભુમી એ ભારત છે,જ્યાં પરમાત્મા દેહ લઈ પાવન કરી જાય.
ના માતા પિતા નિમીત બન્યા કે ના કોઇથી એ શેરડીમાં દેહ મેળવી જાય
પરમાત્માની એ લીલા છે શેરડીમાં,જે બાળક આવતા દ્વારકામાઈ લઈ જાય
પાવનજીવનની જ્યોતપ્રગટાવી અવનીપર,જે દેખાવસંગે અભિમાન છોડીજાય
દેહ મુકી દેહ વિદાય સંગે ધર્મ પકડતા,દેહ જમીનમાં વિલીન થઈ જાય છે
......જગતમાં પવિત્રભુમી એ ભારત છે,જ્યાં પરમાત્મા દેહ લઈ પાવન કરી જાય.
=============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment