August 10th 2017
.....
.....
. .શ્રધ્ધા પ્રેમ
તાઃ૧૦/૮/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનપ્રેમની જ્યોત પ્રગટે જીવનમાં,જ્યાં શ્રધ્ધાએ નિર્મળ ભક્તિ થાય
મળેલ કૃપા પરમાત્માની જીવને,એજ પવિત્ર જીવનની રાહ બની જાય
......મળે સંત જલાસાંઇની કૃપા જીવને,જ્યાં ગુરૂવારે પ્રેમથી પુંજન થાય.
માનવજીવનની મહેંક પ્રસરે અવનીએ,જ્યાં કુદરતની જ્યોત પ્રગટીજાય
શ્રધ્ધા સંગે ભક્તિકરતા પ્રભુની,જીવને મળેલ દેહને પણએ સ્પર્શી જાય
કર્મના બંધન તો જીવને જકડે,જે અનેક જીવો થકી દેહને મળતો જાય
નાકોઇ જીવથી છટકાય અવનીએ,જેપવિત્રલીલા અવીનાશીની કહેવાય
......મળે સંત જલાસાંઇની કૃપા જીવને,જ્યાં ગુરૂવારે પ્રેમથી પુંજન થાય.
રામનામની માળા શ્રધ્ધાએ જપતા,પવિત્રરાહે પરમાત્મામાર્ગ આપી જાય
ના જીવનમાં કોઇ અપેક્ષા રહે,કે ના કોઇ મોહમાયા પણ સ્પર્શી જાય
મળેલ દેહ એતો બંધન પુર્વજન્મના,જે જીવ સંબંધથી જ જકડાતો જાય
આવનજાવન એ જ્યોતજીવની,જે પવિત્રશ્રધ્ધાએ જીવને પ્રેમ આપી જાય
......મળે સંત જલાસાંઇની કૃપા જીવને,જ્યાં ગુરૂવારે પ્રેમથી પુંજન થાય.
========================================================