January 8th 2019

ભજન સંગે ભક્તિ

.              .ભજન સંગે ભક્તિ

તાઃ૮/૧/૨૦૧૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધાભાવથી ભજન કરતા માનવદેહને,પરમાત્માની ભક્તિનો સંગાથ મળી જાય
મળેલ માનવદેહને પરમાત્માની પાવનકેડી મળે,જે મળેલ જન્મ સફળ કરી જાય
......સમય સમજીને જીવન જીવતા,સંત જલાસાંઈની કૃપાએ જીવને સુખશાંંન્તિ મળી જાય.
જગતપરનુ આગમન છે જીવનુ દેહથી,જે ગત જન્મે કરેલ કર્મના સંબંધે મેળવાય
કુદરતની આઅજબલીલા છે અવનીપર,મળેલદેહને જીવનમાંવર્તનથી આંબી જાય
સરળજીવનની રાહ દેહને મળતી જાય,જયાં શ્રધ્ધા ભાવનાથી ભજનભક્તિ કરાય
માનવદેહને સંબંધ મળે પવિત્ર જીવોનો,એજ નિખાલસ નિર્મળ ભક્તિજ કહેવાય
......સમય સમજીને જીવન જીવતા,સંત જલાસાંઈની કૃપાએ જીવને સુખશાંંન્તિ મળી જાય.
નિર્મળ શ્રધ્ધા ભાવથી ભક્તિનો સંગાથ મળે,જ્યાં જીવનમાં ભજનથી પ્રભુને ભજાય
નિખાલસ ભાવનાથી ભજન કરતા,પવિત્ર માતા અને દેવ ઘર આંગણે આવી જાય
વંદનકરી પ્રત્યક્ષ સુર્યદેવને પ્રાર્થના કરતા,મળેલદેહને પરિવાર સહિત સુખી કરીજાય
એજ અજબકૃપા પરમાત્માની જીવપર,જે મળેલજન્મને પાવનરાહે મુક્તિ આપીજાય
......સમય સમજીને જીવન જીવતા,સંત જલાસાંઈની કૃપાએ જીવને સુખશાંંન્તિ મળી જાય.
=====================================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment