May 23rd 2019
. .સમયનો સંગ
તાઃ૨૦/૪/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલદેહને માનવતાનો સંગાથ મળે,જ્યાં જીવનમાં શ્રધ્ધાએ પુંજન થાય
નિર્મળભાવનાથી ભક્તિ કરતા,મળેલદેહ પર પરમાત્માની કૃપા થઈ જાય
.....કુદરતની કૃપા મળી જાય દેહને,જે સમયના સંગે પાવનકર્મ કરાવી જાય.
આજકાલને સમજી ચાલતા જીવનમાં,પવિત્ર સમયનો સંગાથ મળી જાય
કુદરતની પાવનકૃપા મળે દેહને,જે મળેલદેહને થઈ રહેલકર્મથીજ દેખાય
સરળરાહ જીવને મળે જગતમાં,એ સંત જલાસાંઇની પાવનરાહ કહેવાય
આવી આંગણે કૃપા મળે પ્રભુની,જે દરેક કર્મને પાવનરાહ સંગે મેળવાય
.....કુદરતની કૃપા મળી જાય દેહને,જે સમયના સંગે પાવનકર્મ કરાવી જાય.
જીવને મળેલદેહને ઉંમરનો સંગાથરહે,એ સમજણ સંગે જીવન આપીજાય
માનવતાની મહેંક પ્રસરે અવનીપર,જે સત્કર્મના વર્તનથી દેહને સમજાય
સમયના સંગે પ્રેમ લઈને ચાલતા,અદભુતકર્મ કુદરતની કૃપાએ થઈ જાય
સરળ જીવન સંગે પાવનકર્મનો સંગાથ રહે,જે પાવનકૃપાએ સ્પર્શી જાય
.....કુદરતની કૃપા મળી જાય દેહને,જે સમયના સંગે પાવનકર્મ કરાવી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
May 23rd 2019
. .પ્રેમાળ જ્યોત
તાં૩૦/૪/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરનુ આગમન જીવનુ,જે મળેલ દેહથી જગતમાં ઓળખાય
મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,નિર્મળ જીવનથીજ સમજાય
....ના મોહ કે માયા અડે દેહને અવનીપર,જે અવિનાશીની પરમકૃપા કહેવાય.
અજબલીલા જગતપર પરમાત્માની છે,જે મળેલદેહને સમયે સમજાય
શાંન્તિનો સંગાથ મળે જીવનમાં,જે થઈ રહેલ કર્મથી જીવને દેખાય
પરમાત્માની પાવનરાહે ભક્તિ કરતા,જીવને જીવનમાં અનુભવ થાય
પાવન પ્રેમની જ્યોત પ્રગટે જીવનમાં,જ્યાં નિર્મળભાવથી પુંજા થાય
....ના મોહ કે માયા અડે દેહને અવનીપર,જે અવિનાશીની પરમકૃપા કહેવાય.
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જે અનેકનો પાવનપ્રેમ આપી જાય
સરળજીવનની રાહ મળે દેહને,ના કોઇ આફત કે તકલીફ મળી જાય
કરેલ કર્મ જીવનમાં કર્મનો સંબંધ આપી જાય,જે જન્મમરણથી દેખાય
નિર્મળ જીવનનો સંગાથ રહે દેહને,એ પાવનકર્મ થતા જીવન જીવાય
....ના મોહ કે માયા અડે દેહને અવનીપર,જે અવિનાશીની પરમકૃપા કહેવાય
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
May 23rd 2019
…………
………..
. .કલમપ્રેમી ચીમનભાઈ
તાઃ૨૨/૫/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનપ્રેમ પકડીને આવ્યા આંગણે,એ સરસ્વતીબાની કૃપા કહેવાય
મળ્યો પ્રેમ ચીમનભાઈનો હ્યુસ્ટનમાં,જે ચમનથી આનંદ આપી જાય
…..એવા પ્રેમાળ હાસ્યલેખક બનીગયા હ્યુસ્ટનમાં,જે કલમપ્રેમીઓને હરખાઈ જાય.
લાવ્યો પ્રેમ માતાનો પાવનકૃપાએ,તેમને અમારા ઘેરપણ લાવી જાય
મળેલ માનવ દેહ અવની પર જીવને,જે વ્હાલા ચમનથીય ઓળખાય
કલમની પાવનરાહ પકડીચાલતા,હ્યુસ્ટનના કલમપ્રેમીઓને મળીજાય
માનવતાની મહેંક પ્રસરે અવનીપર,જે માતા સરસ્વતીની કૃપા કહેવાય
…..એવા પ્રેમાળ હાસ્યલેખક બનીગયા હ્યુસ્ટનમાં,જે કલમપ્રેમીઓને હરખાઈ જાય.
ઉજવળ જીવનની રાહ મળી ચીમનભાઈને,જે પવિત્ર કલમથી દેખાય
નિખાલસપ્રેમ સંગે આવ્યા દ્વારે અમારે,જે તેમનોનિર્મળપ્રેમ કહેવાય
સરળ જીવનનો સાથ મેળવીને જીવતા,કલમથી માતાની કૃપા દઈજાય
કલમપ્રેમીઓને આનંદ મળે હ્યુસ્ટનમાં,જે ચમનની કેડીએ પણ દેખાય
…..એવા પ્રેમાળ હાસ્યલેખક બનીગયા હ્યુસ્ટનમાં,જે કલમપ્રેમીઓને હરખાઈ જાય.
======================================================================
હ્યુસ્ટનના કલમપ્રેમી શ્રી ચીમનભાઈ કે જે ચમનથી ઓળખાય તેમને કલમપ્રેમી
શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટ તરફથી સપ્રેમ ભેંટ.