November 6th 2008

હૈયામાં આનંદ

                                       હૈયામાં આનંદ

તાઃ૬/૧૧/૨૦૦૮                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

અનંત  આનંદ હૈયે  થાય, જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
પવિત્રપાવન જીવન થાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
જગનાબંધન અળગા થાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
સસારી જીવન સાર્થક થાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
માબાપની સાચી કૃપા થાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
મનની મુરાદ સૌ પુરી થાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
આશીશ મળે ને આનંદથાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
નિરંકારી ને નિર્મળ થવાય ,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
જીવને જન્મ સાર્થક દેખાય, જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
સંતાનનો  સાચો સ્નેહ  મળે, જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
દેખાવની દુનીયા ડુબી જાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
કામણકાયાના મોહ છુટીજાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય
મારુતારુ સૌ અળગુ થઇજાય,જ્યાં સદા પ્રેમથી ભક્તિ થાય

============================================

October 6th 2008

શીતળતાનો સંબંધ

………………………  શીતળતાનો સંબંધ

તાઃ૯/૯/૨૦૦૮ …………………………પ્રદીપ બ્રહ્મભટ્ટ

#  જનજીવનમાં જ્યારે મન મળે ત્યારથી જીવનમાં શીતળતાનો
  સહવાસ થાય છે.
# મનુષ્યના જીવનમાં જ્યારે સાચો પ્રેમ મળે ત્યારે તે જીવનમાં
  શીતળતાનો અનુભવ કરે છે.
#  પ્રેમનો સહવાસ શીતળતા રેલાવે છે.
# સંતાન અને માબાપનો પ્રેમ શીતળતા આપે છે.
# ચાંદાની ચાંદની પૃથ્વીના જીવોને શીતળતા આપે છે.
# સાચો પ્રેમ પતિપત્નીના જીવનને શીતળ બનાવે છે.
# જ્યાં પ્રેમનો સહવાસ હોય ત્યાં શીતળતા શોધવી ના પડે કારણ
  સાચા પ્રેમની નિશાની જ શીતળતા છે.
# ભાઇ બહેનનો સાચો પ્રેમ પણ શીતળતા રેલાવે છે.
# શીતળતા એટલે શાંન્તિ અને નિશ્વાર્થ ભાવના.
# સહાધ્યાયીનો પ્રેમ પણ શીતળતાનો સ્પર્શ કરાવે છે કારણ તેમાં
     એક બીજાને મદદ કરવાની ભાવના સમાયેલ છે.
# સમયસર થયેલ કોઇપણ કામ જીવનમાં શીતળતા લાવે છે.
# સાચા સંતની સેવા ભક્તિજીવનમાં શીતળતાનો સંગાથ આપે છે.

 શીતળતા એટલે મનુષ્ય જીવનમાં મનની શાંન્તિ અને જીવને આનંદ.
====================================================

September 26th 2008

સંત જલારામની ભક્તિ

                 સંત જલારામની ભક્તિ

તાઃ૨૫/૯/૨૦૦૮ …………………….પ્રદીપ બ્રહ્મભટ્ટ

ય જય થાય જીવનમાં જ્યાં જલારામ ભજાય.
મરાજાને પણ ભય લાગે જ્યાં જલારામ ભજાય.

ગતમાં ઉજ્વળ જીવન થાય જ્યાં જલારામ ભજાય.
લાગણી પ્રેમ અંતરે થાય જ્યાં જલારામ ભજાય.
રામનું રટણ સદા થાય જ્યાં જલારામ ભજાય.
ળશે અંતે ભક્તિ પ્રભુની જ્યાં જલારામ ભજાય.

બારણા પ્રેમે ખુલી જાય જ્યાં જલારામ ભજાય.
પામર જીવને મોક્ષ મળે જ્યાં જલારામ ભજાય.

નીત સવારે આનંદ લહેરાય જ્યાં જલારામ ભજાય.

રુર જીવને મુક્તિ મળશે જ્યાં જલારામ ભજાય.
જમાનનો સત્કાર થાય જ્યાં જલારામ ભજાય.

હોમ હવન સદા થાય જ્યાં જલારામ ભજાય.

++++++++++++++++++++++++++++++++++++++++++++

June 8th 2008

મનન.

                                મનન.
તાઃ૭/૬/૨૦૦૮                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

એક હાથમાં તલવાર ને બીજા હાથમાં ફુલ
એક કરે દેહને અને બીજુ કરે હૈયા ડુલ.

વાણીમાં રહેલા છે બે ગુણ
એક વરસાવે હેત બીજે છે અવગુણ.

ગંધમાં સમાયા છે બે ગુણ
એક ટાઢક હૈયે દે બીજી ભગાવે દુર.

કલમ કરે જગતમાં બે કામ
એક લગાવે પ્રીત બીજી હૈયામાં દુખ.

સંતાનના બે સ્વરુપ
એકથી માયા પામે બીજાથી પામે ત્રાસ.

મુક્તિ પામવાની બે રીત
એક દેહ પાવન થાય બીજો છુટકારો થાય.

ભક્તિના બે રુપ છે
એક સંસારી ભક્તિ ને બીજી સંતની ભક્તિ.

કોઇપણ વસ્તુ મેળવવાની બે રીત છે
એક તમારી લાયકાત બીજો પુરુષાર્થ.

લાગણી ના બે સ્વરુપ
એક ભારતીય અને બીજી અમેરિકન.

——————————————–

October 27th 2007

સુવિચાર

                        સુવિચાર 

તાઃ૩૦/૧૧/૨૦૦૭                              દીપલ બ્રહ્મભટ્ટ, હ્યુસ્ટન.

* સંસારરુપી ચક્ર મનુષ્યને વળગેલ છે,જન્મ થાય તેનું મૃત્યું ચોક્કસ છે.પણ
…તેનો જન્મ સાર્થક છે જે મનુષ્ય જીવનની દરેક પળને પારખીને જીવે છે.
* આવેલાનું આગમન જે સ્નેહથી સ્વીકારે તે મનુષ્ય.
* સમયની કિંમત તે જાણી શકે,જે તેને વ્યર્થ ન જવાદે.
* માનવી આખર માટીમાં મળવાનો કારણ તે માટીમાંથી જ બન્યૉ છે.
* હ્રદયની ભાવના એ કહેવા કરતાં આંખોમાં સ્પષ્ટ જોઇ શકાય છે.
* પરમાત્માને શોધવા માટે પોતાના આત્માને ઓળખવો જોઇએ.
* મનુષ્યનું જીવન અને સંગીતની સરગમ એ બંન્ને સરખા છે.
* સાચા અંતરના આશિર્વાદ માગવા કરતા મળે એ સાચા.
* બાહ્ય ચક્ષુ કુદરતને જુએ,અંતર ચક્ષુ પરમાત્માને જુએ.
* જીવનનું સાચું શિક્ષણ એ મળેલા સંસ્કાર છે.
* ગુરુ બે છે.એક આત્માનું કલ્યાણ કરે,બીજા જીવનનું.
* માગવું તે પામરતા છે,મળવું તે લાયકાત છે.
* મહેનત એ મનુષ્યનું કર્તવ્ય છે,ફળ તે તેની સાર્થકતા છે.
* તારું મારું એ અજ્ઞાનતા છે,અમારું તે સંસ્કાર છે અને તમારું એ સાચું જ્ઞાન છે.

નોંધઃ ઉપરોક્ત સુવિચાર મારી દીકરીના છે જેમાં હું પણ સહમત થઉ છું.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ.

((((((((((((((()))))))))))))))))((((((((((((()))))))))))))((((((((((((((

September 12th 2007

મનોકામના.

                          મનોકામના.
તાઃ૪/૨/૧૯૭૭                         પ્રદીપ બ્રહ્મભટ્ટ.

જીવતર ગુમાવ્યું મેં આમેય આજે
તરસ્યો નથી પણ જગ તરસ્યુ ભાસે..જીવતર.

છોને મને આ જગ મિથ્યા લાગે..(૨)
કોને કહું હું મન મારું ક્યાં છે.
કદી કીધી નથી કામના,
                      મેં જીવન જીવવા કાજે..તરસ્યો.

આંખે ના આપ્યો,અંધાપો આજે..(૨)
તોયે મને જગ સુનુ જ લાગે.
કરતો નથી હું પરકાજ કામો,
           પરદીપ થઇને જગમાં વિસારુ..તરસ્યો

 ————————————

September 10th 2007

કિસ્મત.

                                    કિસ્મત
તાઃ૧૨/૧૧/૧૯૭૫                             પ્રદીપ બહ્મભટ્ટ

મારું કિસ્મત  કેવું છે,જેણે લખ્યું હોય તે જાણે,
પણ આજ મઝા માણીલે,કાલ કેવી કોણ જાણે
                                                              …મારું કિસ્મત.

એકડોનેબગડો,તગડોનેચોકડો,એમવીતીગયારેવર્ષો
આજ ફરી નહીં આવે કાલ,વરસોનોભઇ સો ભરોસો
સુરજ  ઉત્તરમાં નહીં ઉગે, પુરવ ને  મુકીને
નાહકની ચિંતા શું કરે, જાણી લે તું થોડી બાકી.
                                                              …મારુંકિસ્મત.

જંતર મંતર  છુછલંદર, દુનીયાના એ ખેલો
અરેજ્યાંજુવોત્યાં એતો હોયે,જ્યાં છે ભાઇ મેળો
દોડી એતો જાગી જાણે,આવે જ્યારે નીચે રેલો
કરોનહીવૃથા આજીવન,મનેમળો જાણીલો કાલતમારી.
                                                              …મારું કિસ્મત.

         ++++++++++++++++++++

August 26th 2007

જીવન પગથી.

                          જીવન  પગથી.
૨૫/૭/૭૨                                              પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવ છે આ મહાન,  પામર તેં બનાવ્યો.
         પામર આજ  બનાવીને દુઃખ સાગરમાં તેં નાખ્યો.
                                                                        ….જીવ છે આ
પહેલે પગથીયે, બાળ બનાવ્યો ,આનંદમાં વિચરતો
             નહીં કોઇ ચિંતા,નહિં કોઇ ચૈન,બસ જીવનનો લ્હાવો.
                                                                        ….જીવ છે આ
બીજે પગથીયે ,જુવાની આવી,થોડો  ભાર લદાણો,
             ભણતરના એ ડુંગરો  ચઢવા,કષ્ટ  ભર્યો બની જાતો.
                                                                        ….જીવ છે આ
ત્રીજે પગથીયે, સંસારે આવ્યો, દારા સાથ સમાણી,
        ચિંતાની હું મુર્તિ બનીને,ફરતો પ્રેમ મેળવવા કાજે,
                                                                       ….જીવ છે આ
ચોથે પગથીયે, બાળ આવ્યા ,પિતા બનીને લ્હાતો,
        બાળકોની બાળભુમિમાં ,તુજને હું ભુલી જાતો.
                                                                       ….જીવ છે આ
પાંચમે પગથીયે,આવ્યો બુઢાપો,સોટી ત્રીજો સહારો
             દીકરા એળે કરી મુકતા,જાણે કોઇ ના સહારો.
                                                                      ….જીવ છે આ
આમ પગથીયા,વટાવીને હું,છેલ્લે કિનારે આવ્યો,
        ત્યારે સાંભળ્યા પ્રભુ પિતા મને,પણ દેખુ ના આરો,
                                                                      ….જીવ છે આ
પ્રભુને ભજવા માયા ત્યજો,પછી જીવ અમર બની જાશે,
        જીવનમરણની આ ઝંઝટમાં,શાને આજ સંધાણો.
                                                                     ….જીવ છે આ
                       ——-**********——–

July 4th 2007

સંતને વંદન કેમ?

              shri-pramukh.jpg                        

                         સંતને વંદન કેમ?                       

     ઑગસ્ટ ૨૦૦૦               હ્યુસ્ટન.           પ્રદીપ બ્રહ્મભટ્ટ     

              સંત એટલે તન સહિત જેણે સર્વસ્વ પ્રભુને સર્મપણ કર્યુ છે તે.સંત શબ્દ બોલવો અને તે થવા પ્રયત્ન કરવો તેમાં આકાશ અને ધરતી જેટલું અંતર છે . સંતને જગતમાં માન સહિત  આવકારાય છે. કારણ તેમણે મળેલા મનુષ્ય અવતારમાં પુર્વજન્મના બીજા જીવો સાથેના લેણદેણને ત્યજીને જગતમાં વળગેલ સંબંધો જેવા કે મા-બાપ,ભાઈબહેન,સગાંસંબંધી એ બધાનો ત્યાગ કરીને(આ સંબંધો જીવ કોઈપણ રીતે પુર્ણ કરવા બંધાયેલ છે જાણવા છતાં)   પોતાના મન,કર્મ,વચન અને તન પર સંયમ રાખીને જગતના કર્માધિન જીવોનો ઉધ્ધાર કરવા માટે,   જીવને મળેલ મહામુલા મનુષ્ય અવતારને સાર્થક કરવા અને કરાવવા માટે પોતે ભેખ ધારણ કરીને પરમકૃપાળુ પરમાત્માની ઓળખ કરીને જગતમાં વસતા મુમુક્ષોને તેની ઓળખણ કરાવવા સારુ જીવન  અર્પણ કરેલ હોય છે.જગતની માયાવી સૃષ્ટિથી પર રહેવા માટે ભગવું ધારણ કરે છે.ભગવું કપડું એ ત્યાગનું ચિન્હ છે.    

           ભગવું ધારણ કરવા માટે તમારા શરીરે ઘણું બલિદાન આપવું પડે છે.આ વાત જગતના ઘણા ઓછા લોકો જાણતા લાગે છે કારણ કેટલાકને મેં એમ બોલતા પણ સાંભળ્યા  છે કે હું હમણાં ભગવાં પહેરીને બેસું તો લોકો મને ફલાણા મહારાજ છે તેમ કહીને પગે લાગશે. મારી આગતા સ્વાગતા કરશે‘.પણ આ મુર્ખાને એ ખ્યાલ નથી કે તેં જે ભગવું કપડું પહેર્યું છે તે રંગીન કાપડ પહેર્યા બરાબર છે. ભગવું ધારણ કરી  શકવાની     લાયકાત કેળવવી એટલે વર્ષો વીતિ જાય છે.તેનો બોલનારને પોતાના આડંબરને કારણે ખ્યાલ નથી આવતો. સાધુ મહાત્મા એ જગતના જીવોનું કલ્યાણ કરવા માટે પોતાનું સર્વસ્વ પ્રભુને સર્મપિત કરીને ભગવું ધારણ કરે છે અને તે ધારણ કરીને જગતના જીવોના કલ્યાણને લક્ષમાં રાખીને પૃથ્વી પર વિચરણ કરતા ફરે છે.    સંત શિરોમણી  પુ.પ્રમુખ સ્વામી મહારાજને ઉંમરને કારણે વિચરણ કરવાનું ફાવે તેમ નથી પરંતું તમારા જીવના કલ્યાણ માટે એ સંત શારીરિક કષ્ટ વેઠીને પણ પ્રત્યક્ષ પધારે છે.જે આપણા તથા આ ધરતીના પુણ્ય જ કહી શકાય.તેમને વિમાન,સ્ટીમર કે આગગાડીની મુસાફરીના કષ્ટ વેઠવા પડે છે તે આપણા જેવા જીવોના કલ્યાણ અર્થે જીવન અર્પણ કરી ચુક્યા છે.તેઓને આ સાધનોની કોઇ જ જરુર નથી.તેઓ તો સ્મરણ માત્રથી આપણી સમીપે આવી આપણા જીવનમાં સતકર્મોમાં મદદરુપ બની જાય છે.કારણ તેમણે તો જગતના જીવોના કલ્યાણ અર્થે આ ભેખધારણ કરેલ છે.તેઓ પોતાના જીવનો ઉધ્ધાર કરીને જગતના જીવોનું કલ્યાણ કરવા વિચરણ કરે છે.

May 1st 2007

માનવ અને મનુષ્ય

                                                               માનવ અને મનુષ્ય     

પ્રદીપ બ્રહ્મભટ્ટ (આણંદ)  હ્યુસ્ટન.        

                    માનવીનું જીવન સંઘર્ષથી ભરેલું છે. જો જીવનમાં સંઘર્ષ ન હોય તો તે જીવન નથી.કારણ સંઘર્ષ જ માનવને મનુષ્ય બનાવે છે.  સંઘર્ષોનો સામનો કરતો આ માનવ ત્યારે જ મનુષ્ય બની શકે છે જ્યારે તે સંઘર્ષોનો સામનો કરતો આનંદીત જીવન જીવી તેમાંથી પાર નીકળે છે.જન્મ ધારણ થતાં માનવ પોતાના માથે જવાબદારીઓનો બોજ લઈને જ આવે છે.  માનવીને માનવ તરીકે જીવન જીવવા માનવતા ભરેલા વર્તન સહિત સત્કર્મો કરવા તે તેનું કર્તવ્ય છે. મનુષ્ય સંઘર્ષમાં વણાયેલ છે. મનુષ્ય અને માયા એ જીવનરુપી રેલગાડીના પાટા છે, કારણ તે જ જન્મોજન્મના જીવનના પાયામાં છે.અને તેથી જ કોઇપણ મનુષ્ય કોઇપણ કામ કરવા પ્રેરાય છે તૈયાર થાય છે.       મનુષ્યના જીવનમાં નીચેના વિધાનને જો વણવામાં આવે તો તે પોતાના જીવનને ઉત્તમ રીતે જીવી શકે અને એવી રીતે જીવે કે જે બીજાને પણ ઉત્તમ રીતે જીવન જીવતા શીખવાડી શકે,  પ્રેરી શકે જે આ વિધાનથી ખ્યાલ આવી જશે.                           માનવીના જીવનમાં સદાચાર અને પરોપકારની ભાવના હંમેશા પ્રગતિકારક અને ઉત્તમ જીવન બનાવે છે. અક્ષરસહ ઉપરોક્ત વિધાનને જાણી લેતાં આદર્શ મનુષ્ય બનવામાં કોઈ આંચ આવતી નથી.જે નીચે દર્શાવેલ છે. 

માબાપને હંમેશા આદર્શ બનાવો. 

ર્યો સ્વાર્થ ન જોતાં પરમાર્થ પણ કેળવો. 

વીચાર એવા કરો કે જેનાથી તમારું તથા બીજાનું પણ કલ્યાણ થાય.

 નામને દૂર રાખી પોતાના કામથી મહાન બનો. 

જીંદગીમાં સારા કર્મો જ સાથે આવશે તે પ્રથમ જાણો. 

ર્તન એવું કરો કે જે સૌ સ્વીકારવા પ્રયત્ન કરે.

 જરથી હંમેશાં સારું અને સત્ય જોતાં શીખો. 

માંની મમતા અને પિતાનો પ્રેમ એ જીવનને નિર્મળ બનાવે છે. 

દાય પ્રેમને સાથે રાખો આનંદ આવશે. 

દાન એતો જીવનનું ભાથું છે જે સમજીને કરવું. 

ચાર્તુયતા એમાં છે જે વિવાદને ત્યજી દે. 

ખે આકાશ તુટી પડે સત્યને વળગી રહેવું. 

વતાર એતો કર્મોની પોટાલી છે. 

નેતર અને જીવન વાળો તેમ વળે તે ર્નિવિવાદ છે. 

રમાત્માની એક નજર એ ભવોભવનો સંતોષ છે.

રોજ પોતાના જીવનદાતાને યાદ કરશો તો જીવન આર્દશ બનશે.

તંગ અને જીવન ક્યારે કપાય તે કોઇ જાણતું નથી.

કાતર જેવા ન બનતાં સોયના ગુણ ગ્રહણ કરવા પ્રયત્ન કરો.

ખેવાળ જેનો પરમાત્મા છે તેને બીજો કોઇ ભય નથી.

નીજ જીવન પરમાત્માને શરણે કરે તેનો ઉધ્ધાર અવશ્ય છે.

ભાઈભાંડુ કર્મનું બંધન છે,સ્વીકારી લો.

ર્તન એ જીવનનો અરીસો છે.

નામ સ્મરણ એ વર્તનને પવિત્ર બનાવે છે.  

ઊપરોક્ત કથનને છણાવટથી જીવનમાં ઉતારતાં મનુષ્ય કર્મથી પણ ઉત્તમ જીવનજીવવા પાત્ર બને છે.અને તેના આત્મામાં જીવન જીવ્યાં કરતાં આત્માને પરમાત્માનો પ્રેમ ચીર શાંન્તિઅર્પે છે.અને તેથી જ તે આર્દશ મનુષ્ય બની શકે છે.ભુલ કરવી એ માનવનો  હક્ક હોય તો કરેલી ભુલને સુધારી  લેવી ફરજ બને છે. ભુલ ન કરનાર દેવ છે,  સુધારનાર વીર છે. કરનાર માનવ છે અને છુપાવનાર અપરાધી છે.આ જગતનું સત્ય છે મનુષ્યનું જીવન અને સંગીતની સરગમ એ બંન્ને સરખા છે.                                                                      

                                                             ————-

« Previous Page