October 30th 2011
. સ્નેહનુ સગપણ
તાઃ૩૦/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાચું સગપણ એતો સ્નેહ છે,ના જન્મના બંધન હોય
મળતી માનવતા સંસારમાં,ત્યાંજ કર્મનાબંધન હોય
. ………….સાચું સગપણ એતો સ્નેહ છે.
શીતળ જીવન માનવપ્રેમ,ભટકે ના જીવન આમતેમ
લાગણીપ્રેમ તો છે અંતરથી,નિરખી શકે ન કોઇ એમ
મળતીપ્રીત અનેરી જીવને,જ્યાં દેહનિર્મળ થઈ જાય
હશીખુશીની કેડી જીવનમાં,ખોલીદે જીવના મુક્તિદ્વાર
. …………..સાચું સગપણ એતો સ્નેહ છે.
માયામળતાં માબાપની,જીવનું બાળપણ સુધરી જાય
આશીર્વાદની એકજ ટપલી,દેહને ઉજ્વળ જીવન દેતી
સ્નેહ એજ છે સાચુસગપણ,જીવનની ઝંઝટો છુટી જાય
કરી લીધેલા કામ પ્રેમથી,આધી વ્યાધીઓને તોડીજાય
. …………..સાચું સગપણ એતો સ્નેહ છે.
=====================================
October 28th 2011
. અપેક્ષીત જીવ
તાઃ૨૮/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવ્યો અવની પર જીવ,એતો દેહ મળતાંજ દેખાય
પશુ,પક્ષી,પ્રાણી કે માનવી,કર્મના બંધને મેળવાય
. ……………આવ્યો અવની પર જીવ.
અગણિત કૃપા પરમાત્માની,ભક્તિભાવે જ મળી જાય
માનવજન્મ સત્કર્મનીસીડી,આવતીકાલ સુધારી જાય
રાહમળે ત્યાં જીવને સાચી,જ્યાં ભક્તિપ્રેમને સચવાય
નિર્મળજીવન શાંન્તિસંગે,સાચા સંતની કૃપાએ લેવાય
. ……………આવ્યો અવની પર જીવ.
પશુ પક્ષી કે પ્રાણી દેહે,અહીં તહીં અવનીએ ભટકાય
નિરાધાર જીવન છે પક્ષીનું,આધાર બીજાનો શોધાય
અહીં તહીં ભટકી માળા બાંધી,દેહનું જીવન પુરુ થાય
પશુ કેપ્રાણી દેહમળતાં,માનવીથી અપેક્ષા મળીજાય
. ……………આવ્યો અવની પર જીવ.
દેહ મળે જીવને માનવનો,સમજણે કર્મ પાવન થાય
સદમાર્ગની કેડી છે નિરાળી,જીવનુ કલ્યાણ કરીજાય
અપેક્ષા જીવની કૃપાપામવા,ભક્તિનોસંગ મળીજાય
ઉજ્વળ મળતા કેડીજીવને,મુક્તિના માર્ગ ખુલી જાય
. ………….આવ્યો અવની પર જીવ.
=================================
October 25th 2011
. આગળ કે પાછળ
તાઃ૨૫/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આગળ ચાલવા આંગળી પકડુ,ને પાછળ ચાલવા ખંત
સૃષ્ટિના કરતારની કેડી લેવા,પ્રભુ ભક્તિમાં રાખો મન
. …………..આગળ ચાલવા આંગળી પકડુ.
બાળપણ એ કુદરતની દેણ,દેહને સમયે સમજાઇ જાય
કેડીદીધી કરતારે જીવને,માનવમનને એ સ્પર્શી જાય
ઉંમરને ના સંબંધ મનથી એતો અનુભવે જ ઘડાઇ જાય
આંગળી પકડી ચાલતાં સંસારમાં,ઉત્તમ રાહ મળી જાય
. …………..આગળ ચાલવા આંગળી પકડુ.
મોહમાયાના બંધન છે સૌને,જે સમજી વિચારી લેવાય
લાગે જો સંસારની માયા,જીવનો જન્મ વ્યર્થ થઈ જાય
મળેમનને કેડી જીવનમાં,જે સમજીનેજ પાછળ ચલાય
વડીલનો સહવાસ ને પ્રેમ,પ્રભુકૃપાએ જીવથી મેળવાય
. ………….. આગળ ચાલવા આંગળી પકડુ.
************************************************
October 21st 2011
. અણમોલ
તાઃ૨૧/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જકડી ચાલે માયા,ના મોલ તેનુ કહેવાય
કઈ કોની ને કેટલી છે એ,જાણતા એતો પરખાય
. ………….જીવને જકડી ચાલે માયા.
મળે જ્યાં માનવ દેહ જીવને,અણમોલ કૃપા કહેવાય
સમજી વિચારી જીવન જીવતાં,જીવ મુક્તિએ દોરાય
માયા વળગે મોહ વળગે,એ તો કળીયુગની ભઈ રીત
અંત તેનો આવેઉત્તમ,જેને સાચી ભક્તિથી થઈ પ્રીત
. …………..જીવને જકડી ચાલે માયા.
સંસારનાબંધન સરળબને.જ્યાં વડીલને વંદન થાય
મળે આશિર્વાદ અંતરથી,ત્યાં વ્યાધીઓ ભાગી જાય
જલાસાંઇનો પ્રેમમળે દેહને,મળેલ જન્મ સાર્થક થાય
અણમોલ રાહ ભક્તિની મળે,જે પાવન કર્મો કરી જાય
. …………..જીવને જકડી ચાલે માયા.
*********************************************
October 20th 2011
. ચાલતો રહેજે
તાઃ૨૦/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુખદુઃખ છે સંસારની કેડી,જીવનને રાખે એ જકડી
સૌને આવી મળીએ રહેતી,ના કોઇનાથી એ અટકી
. ……………સુખદુઃખ છે સંસારની કેડી.
કર્મબંધન એ જીવના સ્પંદન,માનવ દેહે કરતા વંદન
સુખમાં સંભાળી જગે જીવતા,દુઃખમાં સાથી સંગે રહેતા
શુળીનો ઘા જ્યાં સોયેસરતાં,પ્રભુકૃપાએ દુઃખડા ઘટતા
મક્કમ મનથી જીવન જીવવા,સદા પ્રેમે ચાલતો રહેજે
. ……………સુખદુઃખ છે સંસારની કેડી.
આવે મોહમાયા જીવનમાં,સાચવીને તું ડગલાં ભરજે
સમજવાની એક રીત ન્યારી,જીવનમાં એસુખ દેનારી
પગલુ એકજે ભરેલ છે સાચુ,નામળે કોઇબીજુ કંઈવાંકુ
મસ્તમજાની જીંદગીલેવા,સદાજીવનમાં ચાલતો રહેજે
. ………….સુખદુઃખ છે સંસારની કેડી.
==========================================
October 17th 2011
. ઝંઝટ કે ઝાપટ
તાઃ૧૭/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કળીયુગ એતો કાતર એવી,જ્યાં ત્યાં જીવને ઝંઝટ દેતી
લાકડી કદીના હાથમાં રહેતી,તોય નસીબે ઝાપટ પડતી
. ………….કળીયુગ એતો કાતર એવી.
શ્રધ્ધાનો સહવાસ જીવનમાં,જે અદભુતશાંન્તિ દઈદેતો
સાથ અનોખો આંગળી પકડે,ના તકલીફ આવતી જોતો
સાચા પ્રેમની એજ સરળતા,મળી જાય જીવનમાં સાથ
ઝંઝટનો નાઅણસાર મળે,કે ના વ્યાધીઓનો સંગ થાય
. …………….કળીયુગ એતો કાતર એવી.
સમયને સમજી ચાલતાં જીવને,મળે કુદરતનો અણસાર
આવતી તકલીફો દુર રહે,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય
કળીયુગ કેરી ગતીમાંરહેતાં,મન અને દ્રષ્ટિ પણ બદલાય
ઝાપટ પડે જ્યાં કુદરતની,ત્યાં ના કોઇથી જગમાં બચાય
. ……………કળીયુગ એતો કાતર એવી.
==================================
October 12th 2011
. . મારી સમજણ.
તાઃ૧૨/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમજણ મારીતો શીતળ છે,નાવ્યાધી કે કોઇ છે ઉચાટ
ભક્તિ પ્રેમની કેડી પકડતાં,શાંન્તિ મળી ગઈ ચુપચાપ
. ………….સમજણ મારી તો શીતળ છે.
સંત જલારામની ભક્તિ નિરાળી,અન્નદાનથી ઓળખાય
આંગણે આવેલ જીવને પ્રેમે,ભોજન આપીને આવકારાય
. …………..સમજણ મારી તો શીતળ છે.
જીવને ઝંઝટ તો અનેક છે,જે કર્મના બંધનથી મેળવાય
પાવન જીવ તો અતિ દયાળુ,દેહના વર્તનથી જ દેખાય
. .…………..સમજણ મારી તો શીતળ છે.
કળીયુગ કેરા સ્વાદને તોડી,પતિપત્નિથી જ આવકારાય
આવેલ જીવને પ્રેમ મળતાં,કદીક પરમાત્મા આવી જાય
. …………..સમજણ મારી તો શીતળ છે.
માનવતાની મહેંક સાચવતાં,ના ભેદભાવ કોઇ દેખાય
હાથ પકડી સાથે ચાલતા જોઇ,સંત સાઇબાબા હરખાય
. …………..સમજણ મારી તો શીતળ છે.
શ્રધ્ધાને જ્યાં સાચવી દેહે,ત્યાં વિશ્વાસ પણ વધી જાય
અલ્લા ઇશ્વરને એકજ જોતાં,જગે માનવતા મહેંકી જાય
. …………..સમજણ મારી તો શીતળ છે.
ભક્તિ કરતાં પ્રેમથી સંતની,ઘરમાં પવિત્રતા મળી જાય
મંદીર મસ્જીદનો મોહ છોડતાં,જીવનું ઘરમંદીર થઈ જાય
. …………..સમજણ મારી તો શીતળ છે.
+=================+================+
October 11th 2011
. ધારા
તાઃ૧૧/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવ જીવનની ઉજ્વળ રાહો,પવિત્રતાએ જ સમજાય
નિર્મળ જીવન જીવી રહેતાં,દેહને પવિત્રધારા મળી જાય
. …………..માનવ જીવનની ઉજ્વળ રાહો.
ગંગા જળની પવિત્ર ધારા,ભોળા શિવજીને રીઝવી જાય
આંગળી પકડી ચાલતા સંતાનને,માગ્યો પ્રેમ મળી જાય
જીવનનીધારા સરળબને,જે મળેલ જન્મ સફળકરી જાય
ઉજ્વળજીવનમાં માર્ગ મળે,ને માબાપનો પ્રેમમળીજાય
. …………..માનવ જીવનની ઉજ્વળ રાહો.
લાકડી લઇને ચાલતા દેહને,મળી જાય ટેકાનો સથવાર
આંગળી છુટી લાકડી પકડાતા,જોઇ આંસુની ધારા થાય
પ્રેમ મળે જલાસાંઇનો જીવને,જ્યાં પ્રાર્થના પુંજન થાય
પવિત્ર પ્રેમની ધારાવહે,ત્યાં આ જીવન ધન્ય થઈ જાય
. …………..માનવ જીવનની ઉજ્વળ રાહો.
**********************************
October 9th 2011
. ઝટપટ.
તાઃ૯/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમય સમજીને જીવતાં જીંદગી,શીતળતા મેળવી જાય
ઝટપટની ઝાપટમાં આવતાં,બનતા કામય બગડી જાય
. …………..સમય સમજીને જીવતાં જીંદગી.
કડી મેળવી કુદરતથી જીવનમાં,સદકાર્યોજ મળતા જાય
સુખશાંન્તિ સંગે પ્રેમમળે જગતમાં,જ્યાં કૃપાપ્રભુની થાય
નાઆવે વ્યાધી કળીયુગની,ને ઉપાધીઓ તો ભાગી જાય
મનને મળતી શાંન્તિ જીવનમાં,જલાસાંઇની કૃપા કહેવાય
. ……………સમય સમજીને જીવતાં જીંદગી.
લાગણી પ્રીત જીવનમાં ભાગે,જ્યાં ઝટપટનો સંગ લેવાય
સમજણે કામને પુર્ણ સમજતાં,એ પાછળથી પસ્તાવીજાય
નાઆરો કે નાઓવારો રહે,જ્યાં દુઃખ સાગરમાં પડી જવાય
વિચારીને ભરેલ દરેક ડગલે,પરમાત્માનો સાથ મળી જાય
. …………..સમય સમજીને જીવતાં જીંદગી.
()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()
October 8th 2011
. એંધાણ.
તાઃ૮/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવી મનને મોકળાશ મળે,જ્યાં ડગલાંએ વિચારાય
કુદરતની આ સરળકેડી છે એવી,જે એંધાણ આપી જાય
. …………..માનવી મનને મોકળાશ મળે.
પ્રભુ પ્રેમને પામવાને જગતમાં,જીવ ભક્તિએ દોરાય
મળે સાચોમાર્ગ જીવને,જે પામર માનવી મેળવીજાય
જન્મ સફળ છે કર્મ સંગે,એ વાણીવર્તનથીજ સમજાય
મળે સાચોપ્રેમ પ્રભુનોજીવને,ભક્તિકર્મથી બંધાઇ જાય
. …………..માનવી મનને મોકળાશ મળે.
તાંતણો એક મળે પવિત્ર,જે દેહને ભક્તિએ ખેંચી જાય
પળપળને પકડાવી દઈને,જીવને સદમાર્ગે દોરી જાય
માબાપને એંધાણ મળે સંતાનના,જે વર્તનથી દેખાય
હાયબાયની એકજ કેડી જોતાં,સધળુય સમજાઇ જાય
. …………..માનવી મનને મોકળાશ મળે.
+++++++++++++++++++++++++++++++++++++