August 22nd 2010
માનવ નૈન
તાઃ૨૨/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની આ કળા નિરાળી,જે પળપળ કહી જાય
એક જ ઇશારો આંખનો,જગે જીવન બદલાઇ જાય
………કુદરતની આ કળા નિરાળી.
કર્મ જગતમાં બંધન આપે,ને નૈન કરે જ્યાં ઇશારો
જન્મમૃત્યુની સાંકળ એવી,જગમાં સૌને રાખે સાથે
મળીજાય જો નૈન હેતના,પાવનજીવન કર્મ લાગે
અંત જીવનો લાગે નિરાળો,નૈન ભીના કરીજવાનો
……….કુદરતની આ કળા નિરાળી.
મોહ ને રાખી સંગે જીવનમાં,જન્મ જીવ જીવવાનો
આંટીઘુંટીની આ દુનીયામાં,ઇર્ષાદ્વેશ મળી રહેવાનો
આવે ત્રાસનેમાયા માર્ગે,જીવન આખુદુઃખી થવાનુ
મળેઅસર એનૈનની,કલીયુગ આવી ભરખી જવાનુ
………કુદરતની આ કળા નિરાળી.
===============================
August 22nd 2010
ભક્તિ દોર
તાઃ૨૨/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મને લગની લાગી મનથી જલારામની
મને ભક્તિ મળી છે જલાસાંઇથી
ઓ પરમ કૃપાળુ,તમે છો અતિ દયાળુ,
મારી ભક્તિ સ્વીકારી,લેજો જીવને ઉગારી.
……..મને લગની લાગી જલાસાંઇની.
આંખ ખોલતા રટુ જલાસાંઇને,હાથજોડી નમન કરુ હું
અંતરમાં રહેલ ભક્તિ ભાવને,અર્ચનથી અર્પણ કરુ હુ
નિત્ય સવારે દીવો કરતાં,મુક્તિ માગવા વંદન કરુ હુ
સ્મરણ પ્રભુનુ મનથી કરુહું,સાચાસંતને દંડવત કરુ હું
………. લાગી લગન જલારામની.
વાણીવર્તન સમજસાથે,મનથીવિચારી પગલુ ભરુ હું
મોહ માયાથી દુર રહેવાને,જલાસાંઇનુ સ્મરણ કરુ હું
કળીયુગનો પડછાયો છોડવા,સુર્યદેવનુ પુંજન કરુ હું
મનથીમાગુ મુક્તિ જીવની,પરમાત્માને નમન કરુ હું
……….. લાગી લગન જલારામની.
++=====++======++=====++=====
August 21st 2010
હનુમાનજી
તાઃ૨૧/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ મેળવવા પરમાત્માનો,રૂપ અનેક ધરાય
કયા રૂપમાં ક્યારે આવે,ના કોઇથીય સમજાય
………પ્રેમ મેળવવા પરમાત્માનો.
બાળ પ્રભુને પારખીલેતાં,અયોધ્યા આવી જાય
આવી આંગણે શીવજી સંગે,દોરડીએ છે બંધાય
સંગ મેળવવા હનુમાનનો, આંખો ભીની કરાય
બાળ રામને મા પ્રેમથી,હનુમાનજી મળી જાય
………પ્રેમ મેળવવા પરમાત્માનો.
ભક્તિની આ રીત અનોખી,ના માનવને દેખાય
મા સીતાની કૃપાને કાજે,સિંદુરથી દેહને ભીંજાય
શ્રધ્ધાની શક્તિ અનોખી,લંકાના દહને સમજાય
કુદરતની આ ન્યારી રીત,અવતારોએ મેળવાય
………પ્રેમ મેળવવા પરમાત્માનો.
અતુટ શ્રધ્ધા મનમાં રહેતા,દુઃખ દુર ભાગી જાય
આવેભુલથી આંગણેવ્યાધી,હનુમાનજી ગળીજાય
ભોલેનાથ તો ભોળાછે,ને પ્રભુ વિષ્ણુ અતીદયાળુ
બ્રહ્માજીનો પ્રેમ મળે,ત્યાં કૃપા સરસ્વતીની થતી
………પ્રેમ મેળવવા પરમાત્માનો.
+++++++++++++++++++++++++++++
August 12th 2010
જીવના સોપાન
તાઃ૧૨/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જગમાં મળેલા બંધન,એ લેણદેણે મેળવાય
જન્મ મરણ દેહને મળે,જે જીવના સોપાન કહેવાય
……….જીવને જગમાં મળેલા બંધન.
આવી રહેલ સંતાનને નિરખી,માતા પિતા હરખાય
દેહને ના તકલીફ મળે કોઇ,તેથી માતાને સચવાય
સમયની દોરી હાથ પ્રભુને,સમયે જન્મ મળી જાય
જીવને મળેલ જન્મ જગે,પ્રથમ સોપાન બની જાય
……….જીવને જગમાં મળેલા બંધન.
બાળપણની આ બાળ લીલામાં,જીવ આનંદે મલકાય
સરળ મળતા જગના આ બંધન,ઉંમરે થોડા બદલાય
બે પાંચને પસાર કરતાં,દેહથી સમજ થોડી મેળવાય
જન્મેમળેલ જીવનુંસોપાન બીજુ,જેને જુવાની કહેવાય
……….જીવને જગમાં મળેલા બંધન.
જોશમાં રહેતા જુવાનીમાંતો,દેહથી ઘણું બધું મેળવાય
શ્રધ્ધા નેમહેનતના સંગથી,દેહને જરુરીયાત મળીજાય
માયા કાયાના મોહ છુટતાં,પવિત્ર ઘડપણ આવીજાય
આ દુનિયાની કર્મ લીલા,ત્રીજુ સોપાન જીવનુ કહેવાય
………જીવને જગમાં મળેલા બંધન.
જીંદગીની અજબ આકૃતી,જન્મ મળતાં જીવને દેખાય
બચી શકે નાકોઇ તેમાંથી,એ જ અજબ લીલા કહેવાય
જલાસાંઇની ભક્તિને જોતાં,જીવને મુક્તિ માર્ગ દેખાય
મૃત્યુનું જ્યાં ખુલેબારણુ,જીવને સોપાન ચોથુ મળીજાય
……….જીવને જગમાં મળેલા બંધન.
++++++++++++++++++++++++++++++
August 10th 2010
આવ્યો શ્રાવણ
તાઃ૧૦/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવ્યો શ્રાવણ શીતળતા લઇ,સાથે ભક્તિનો સથવાર
મળે જગે કરુણાઅપાર,જ્યાં મળીજાય પ્રભુનો દરબાર
………..આવ્યો શ્રાવણ શીતળતા લઇ.
ધર્મ ધ્યાનને પુંજન અર્ચન,પ્રેમે ઘરમાં જ ભક્તિ થાય
શાંન્તિનો સહવાસ જીવનમાં,જે પ્રભુ કૃપાએ મળી જાય
નિર્મળજીવન બનેસહવાસે,એ સાચી ભક્તિથી મેળવાય
શ્રાવણમાસની આ નિર્મળભક્તિએ,જીંદગી પાવન થાય
………..આવ્યો શ્રાવણ શીતળતા લઇ.
સોમવારે શંભુની પુંજા,ને મંગળવારે ગજાનંદને પુંજાય
બુધે મા અંબાની ભક્તિ,ને ગુરુવારે જલાસાંઇને ભજાય
શુક્રવારે માસંતોષીની પુંજા,ને શનીએ હનુમાન પુંજાય
માતા દુર્ગામાં રવિએ શ્રધ્ધા,જે સાચી ભક્તિએ લઇજાય
………..આવ્યો શ્રાવણ શીતળતા લઇ.
સંસ્કાર સિંચન માબાપના,એતો આશિર્વાદે મળી જાય
પવિત્રમાસની પાવન ભક્તિએ,વ્યાધીઓ ભાગી જાય
નાઆવે આધી કે વ્યાધી,એતો પ્રભુ કૃપાએ ટળી જાય
સાર્થક જીવને જીવન મળે,ના જગે કોઇથી એ દેવાય
……….આવ્યો શ્રાવણ શીતળતા લઇ.
=++++++++++++++++++++++++++++=
August 7th 2010
કરેલ કર્મ
તાઃ૭/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ દેહને સંબંધ અનેરો,અદભુત એ અભિયાન
વિચારના વમળમાં મળેએ,કરેલ કર્મના બલીદાન
………. મળેલ દેહને સંબંધ અનેરો.
સારા નરસાની ના સમજ,જ્યાં બુધ્ધિ ના વપરાય
ઉજ્વળ જીવનની જ્યોતદીસે,ત્યાંસજ્જનતા દેખાય
સરળતાનો સહવાસ મળે,એદેહે માનવતાજ વર્તાય
કર્મનો હિસાબ કોડીજેવો,જે દેહના વર્તને મળી જાય
……….મળેલ દેહને સંબંધ અનેરો.
છાનુછપનું કે જાહેરમાં,માનવી કોઇ કામ કરી જાય
તેમાંનું ઘણું છે એવુ,જે સાદી આંખોથી ના દેખાય
પરમાત્માની દ્રષ્ટિ નિર્મળ,સઘળુ સાદુ સૌ જોવાય
જીવના બંધન એ કરેલ કર્મ,ના કોઇથીય છટકાય
………મળેલ દેહને સંબંધ અનેરો.
ધરતીના છે બંધન દેહને,ના પ્રભુથીએ તરછોડાય
પરમાત્માની કૃપાળુદ્રષ્ટિમાં,આ દુનીયા આવીજાય
સાચાસંતના સહવાસે જીવને,પ્રભુભક્તિ મળીજાય
મળે જીવને અનંતશાંન્તિ,જેમાં સતકર્મો થઇ જાય
……..મળેલ દેહને સંબંધ અનેરો.
===========================
August 5th 2010
સુખદુઃખ
તાઃ૫/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કર્મનો મર્મ સમજતા જીવ,ઝટપટ જીવી જાય
સુખદુઃખ એસંસારી પ્રીત,દેહ મળતા મેળવાય
……….કર્મનો મર્મ સમજતા જીવ.
દિવસ રાતનો સંગાથ અનેરો,ના એ તરછોડાય
દેહ મળતા જીવને અવનીએ,સૌને એમળી જાય
પાવનકર્મ એ મળે જીવને,જે ભક્તિએ મેળવાય
સરળતા નો સહવાસ કૃપાએ,પ્રભુની મળી જાય
………કર્મનો મર્મ સમજતા જીવ.
અવનપરના આગમને જ,કર્મનાબંધન છે દેખાય
મળેદેહ પશુ,પક્ષી કેમાનવ,ના કોઇથી તરછોડાય
પ્રભુસેવા મનથી કરતાં,મળે છે મુક્તિના સોપાન
સંસારની પતઝડમાં રહેતા,જીવન ઉજ્વળ થાય
………કર્મનો મર્મ સમજતા જીવ.
સમજણ આવે દેહને જ્યાં,ત્યાં પગલાં ભરે ચાર
એક,બે નેપછી ત્રણ સચવાતા,રાહજ મળી જાય
દુઃખનીદોરી દુર જતાં,સુખની નજીક આવી જાય
સમજીસાચવી જીવનજીવતાં,બંન્નેય ભાગી જાય
……….કર્મનો મર્મ સમજતા જીવ.
*******************************
August 2nd 2010
એકલાપણુ
તાઃ૨/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાંજ અને સવારનો સંગ,જેમ ઉજાસ અને અંધકાર
જન્મઅને મરણ પણએવા,જે એકલા જીવથી લેવાય
………સાંજ અને સવારનો સંગ.
નિર્મળ સ્નેહનો સંગ મળે,ત્યાં સંબંધ સચવાઇ જાય
જેમ સહવાસ સુર્ય કિરણનો,જગે ઉજાસ આપી જાય
ચાંદની ચંન્દ્રમાની શિતળ,જે નિર્મળ રાત્રી દઇ જાય
જગત પિતાની દ્રષ્ટિ એક,આ જન્મ પાવન થઇ જાય
……….સાંજ અને સવારનો સંગ.
જીવ જ્યાં પટકે પૃથ્વી પર,જેને દેહ મળ્યો કહેવાય
કર્મતણા અલૌકિક બંધન,એ જન્મ મળતાંજ દેખાય
સહવાસની ખોટી શોધમાં,જીવ ધરતીએ છે ભટકાય
વાત વાતમાં દેહના જીવને,એકલવાયુ લાગી જાય
………..સાંજ અને સવારનો સંગ.
સંસારમાં સંબંધ સગાં વ્હાલાનો,એ અવનીએ દેખાય
પ્રાણી પશુને છે સંબંધ અન્નથી,જે સાચવવા સહવાય
મોહમાયાના બંધન એવા,જેને સવાર સાંજ સમજાય
જ્યાં ભક્તિસંગ મળે જીવને,ત્યાં એકલાપણુ દુર જાય
……….સાંજ અને સવારનો સંગ.
==============================
July 30th 2010
અંધકાર
તાઃ૩૦/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જ્યાં આંખો બંધ કરું હું,ત્યાં અંધકાર છવાઇ જાય
જગમાં કાંઈ દીસે નહીં,ત્યાં જીંદગી વેડફાઇ જાય
………..જ્યાં આંખો બંધ કરું હું.
દેહને મળેલ છે આંખો,જેનાથી દુનીયા દેખાઇ જાય
અજબલીલા આકુદરતની,આખીસૃષ્ટિ સમજાઇજાય
બંધઆંખે ચાલતાં આદેહ,જ્યાં ત્યાં ખાડે પડી જાય
માનવતાએ મળે કોઇટેકો,નહીં તો મૃત્યુ મળી જાય
……….જ્યાં આંખો બંધ કરું હું.
જીવનના સોપાન ચઠવા,ભણતરના સંગને લેવાય
મનથી કરતાં મહેનતસંગે,ઉજાસ બુધ્ધિએ સહવાય
મળે જ્યાં સાચીરાહ જીવનમાં,અંધકાર ભાગી જાય
દેહમળેલ માનવીનો જીવને,સાર્થકતા મેળવી જાય
………જ્યાં આંખો બંધ કરું હું.
==============================
July 24th 2010
એક આંખ
તાઃ૨૪/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કોણ કહે હું કાંણો છું,એક આંખે દુનીયા દેખુ ભઇ
બે આંખો કરતાંય મનેતો,સ્પષ્ટ દેખાય છે અહીં
……….કોણ કહે હું કાંણો છું.
કુદરતનો આ કરીશ્મો,ના જગમાં સમજાય કંઇ
એક આંખ રાખે પાસે,ને બીજીદેહને દીધી અહીં
બે આંખોએ બધુ જોતાં,મનથી નાસમજાય કંઇ
નવું જોતાંજ જુનુ ભુલાય,ના જગમાં જરૂર ભઇ
………કોણ કહે હું કાંણો છું.
પ્રીત પ્રેમઅને લાગણી,એતો સ્પર્શે દીલનીમઇ
ઉભરો ના અંતરમાંઆવે,કે ના આંખોથી દેખાય
એક આંખ કે બે આંખો,જગમાં જોવાની એ રીત
બંધ આંખે તો પ્રભુ મળે,ના એકેયની જરૂર ભઇ
………..કોણ કહે હું કાંણો છું.
++++++++++++++++++++++++++++