August 2nd 2010

એકલાપણુ

                      એકલાપણુ

તાઃ૨/૮/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાંજ અને સવારનો સંગ,જેમ  ઉજાસ અને અંધકાર
જન્મઅને મરણ પણએવા,જે એકલા જીવથી લેવાય
                            ………સાંજ અને સવારનો સંગ.
નિર્મળ સ્નેહનો સંગ મળે,ત્યાં સંબંધ સચવાઇ જાય
જેમ સહવાસ સુર્ય કિરણનો,જગે ઉજાસ આપી જાય
ચાંદની ચંન્દ્રમાની શિતળ,જે નિર્મળ રાત્રી દઇ જાય
જગત પિતાની દ્રષ્ટિ એક,આ જન્મ પાવન થઇ જાય
                           ……….સાંજ અને સવારનો સંગ.
જીવ જ્યાં પટકે પૃથ્વી પર,જેને દેહ મળ્યો કહેવાય
કર્મતણા અલૌકિક બંધન,એ જન્મ મળતાંજ દેખાય
સહવાસની ખોટી શોધમાં,જીવ ધરતીએ છે ભટકાય
વાત વાતમાં દેહના જીવને,એકલવાયુ લાગી જાય
                         ………..સાંજ અને સવારનો સંગ.
સંસારમાં સંબંધ સગાં વ્હાલાનો,એ અવનીએ દેખાય
પ્રાણી પશુને છે સંબંધ અન્નથી,જે સાચવવા સહવાય
મોહમાયાના બંધન એવા,જેને સવાર સાંજ સમજાય
જ્યાં ભક્તિસંગ મળે જીવને,ત્યાં એકલાપણુ દુર જાય
                             ……….સાંજ અને સવારનો સંગ.

==============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment