August 31st 2010

અતિની અસર

                          અતિની અસર

તાઃ૩૧/૮/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

દુનિયા પરના દેહને જોતા,માનવ દાનવ ના પરખાય
નિર્મળ દેહે અતિ સહવાતા,જગે સાચી ઓળખાણ થાય
                           ………. દુનીયા પરના દેહને જોતા.
પરમાત્માની પ્રકૃતિને,ના જગતમાં દેહ થકી સમજાય
ભક્તિસંગ રાખતા જીવનમાં,અનંત શાંન્તિ મળી જાય
અતિના આગમને દેહ,પ્રેમ,પૈસો ને માયામાં લબદાય
સ્નેહ સંબંધને વર્તન બદલાતા,ભવેભવ ભટકતો થાય
                            ………દુનીયા પરના દેહને જોતા.
સરળ સીધી દ્રષ્ટિ પ્રભુની,સતકર્મી જીવો દુઃખી દેખાય
અતિવાયરો બને વાવાઝોડુ,ને અતિ વર્ષા મેધતાંડવ
જળ બંબાકાર ધરતી દીસે,ને લાગે અગ્નીદેવથી આગ
અતિના અણસાર માત્રથી,માનવી ભીખારી થઇ જાય
                            ………દુનીયા પરના દેહને જોતા.
અતિ અન્ન ને ઉપવાસથી,દેહને દવાખાનુ મળી જાય
અતિનો આગ્રહ કળીયુગે સ્વાર્થનાસહવાસે જ લેવાય
જરૂરતનો જ્યાં ડંડો હટે,દોસ્ત દુશ્મન બનીને ભટકાય
નામળે અણસાર કે ક્યારે,અતિની અસરનોઅંત થાય
                            ………દુનીયા પરના દેહને જોતા.

++++++++++++++++++++++++++++++++