August 8th 2010

રસ્તાની શોધ

                         રસ્તાની શોધ

તાઃ૮/૮/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

બકરી જોઇને હું બેં બેં કરતો,ને વાઘને જોઇને મ્યાંઉ
દેખાવની દુનીયામાં જીવનારો,તકલીફમાં ક્યાં જાઉ
                       ……….બકરી જોઇને હું બેં બેં કરતો.
સતયુગના સંસારની વાત,ના કળીયુગમાં સમજાય
જીવનના ઉજ્વળ સોપાન,જે આજકાલમાં નાદેખાય
મળતી દેખાવની લીલીસોટી,ત્યાં ગલીપચી થઇજાય
પડે ડંડો જ્યાંમાથે,ત્યાં જીંદગીનો રસ્તો શોધવા જઉ
                        ……….બકરી જોઇને હું બેં બેં કરતો.
મારીતારીની અલબેલી ચાલ,જોઇ લેતાંતો નાસમજાય
સમજ વિચારની કેડીથી,એ થોડી થોડીય સમજતો થઉ
ડુંગરથી દરીયાને જોતાં,ચારેકોર શીતળતા એમ દેખાય
પડતાં જ પાણીમાં દેહને,ત્યાં છઠ્ઠીનુ ધાવણ સ્મરી જઉ
                           ………બકરી જોઇને હું બેં બેં કરતો.

++++++++++++++++++++++++++++++