August 12th 2010

જીવના સોપાન

                        જીવના સોપાન

તાઃ૧૨/૮/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જગમાં મળેલા બંધન,એ લેણદેણે મેળવાય
જન્મ મરણ દેહને મળે,જે જીવના સોપાન કહેવાય
                     ……….જીવને જગમાં મળેલા બંધન.
આવી રહેલ સંતાનને નિરખી,માતા પિતા હરખાય
દેહને ના તકલીફ મળે કોઇ,તેથી માતાને સચવાય
સમયની દોરી હાથ  પ્રભુને,સમયે જન્મ મળી જાય
જીવને મળેલ જન્મ જગે,પ્રથમ સોપાન બની જાય
                       ……….જીવને જગમાં મળેલા બંધન.
બાળપણની આ બાળ લીલામાં,જીવ આનંદે મલકાય
સરળ મળતા જગના આ બંધન,ઉંમરે થોડા બદલાય
બે પાંચને પસાર કરતાં,દેહથી સમજ થોડી મેળવાય
જન્મેમળેલ જીવનુંસોપાન બીજુ,જેને જુવાની કહેવાય
                         ……….જીવને જગમાં મળેલા બંધન.
જોશમાં રહેતા જુવાનીમાંતો,દેહથી ઘણું બધું મેળવાય
શ્રધ્ધા નેમહેનતના સંગથી,દેહને જરુરીયાત મળીજાય
માયા કાયાના મોહ છુટતાં,પવિત્ર ઘડપણ આવીજાય
આ દુનિયાની કર્મ લીલા,ત્રીજુ સોપાન જીવનુ કહેવાય
                           ………જીવને જગમાં મળેલા બંધન.
જીંદગીની અજબ આકૃતી,જન્મ મળતાં જીવને દેખાય
બચી શકે નાકોઇ તેમાંથી,એ જ અજબ લીલા કહેવાય
જલાસાંઇની ભક્તિને જોતાં,જીવને મુક્તિ માર્ગ દેખાય
મૃત્યુનું જ્યાં ખુલેબારણુ,જીવને સોપાન ચોથુ મળીજાય
                          ……….જીવને જગમાં મળેલા બંધન.

++++++++++++++++++++++++++++++