August 5th 2010

સુખદુઃખ

                        સુખદુઃખ

તાઃ૫/૮/૨૦૧૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

કર્મનો મર્મ સમજતા જીવ,ઝટપટ જીવી જાય
સુખદુઃખ એસંસારી પ્રીત,દેહ મળતા મેળવાય
                ……….કર્મનો મર્મ સમજતા જીવ.
દિવસ રાતનો સંગાથ અનેરો,ના એ તરછોડાય
દેહ મળતા જીવને અવનીએ,સૌને એમળી જાય
પાવનકર્મ એ મળે જીવને,જે ભક્તિએ મેળવાય
સરળતા નો સહવાસ કૃપાએ,પ્રભુની મળી જાય
                   ………કર્મનો મર્મ સમજતા જીવ.
અવનપરના આગમને જ,કર્મનાબંધન છે દેખાય
મળેદેહ પશુ,પક્ષી કેમાનવ,ના કોઇથી તરછોડાય
પ્રભુસેવા મનથી કરતાં,મળે છે મુક્તિના સોપાન
સંસારની પતઝડમાં રહેતા,જીવન ઉજ્વળ થાય
                    ………કર્મનો મર્મ સમજતા જીવ.
સમજણ આવે દેહને જ્યાં,ત્યાં પગલાં ભરે ચાર
એક,બે નેપછી ત્રણ સચવાતા,રાહજ મળી જાય
દુઃખનીદોરી દુર જતાં,સુખની નજીક આવી જાય
સમજીસાચવી જીવનજીવતાં,બંન્નેય ભાગી જાય
                   ……….કર્મનો મર્મ સમજતા જીવ.

*******************************