August 27th 2010

જ્ઞાન અજ્ઞાન

                               જ્ઞાન અજ્ઞાન

તાઃ૨૭/૮/૨૦૧૦                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળે છે જીવને જગતમાં,જે કર્મબંધનથી મેળવાય
મળેલ જન્મની સર્થાકતા,એ તો વાણી વર્તનથી દેખાય
                         ………જન્મ મળેલ જીવને જગતમાં.
મળે જીવને દેહ અવની પર,જે જીવના સંબંધે સહેવાય
પ્રાણી,પશુ,પક્ષી કે જંતુ,એ દેહને તો નિરાધાર કહેવાય
માનવ જન્મ એતો કૃપાપ્રભુની,જેને સાર્થક કરી શકાય
સદમાર્ગની દોરી મળેજીવને,જ્યાં જ્ઞાનસાચુ મળી જાય
                      ………..જન્મ મળેલ જીવને જગતમાં.
કળીયુગની આ કેડી પર તો,જ્યાં ત્યાં દેખાવ મળી રહે
મળે આશિર્વાદ ને સાચો પ્રેમ,જે જન્મ સાર્થક કરી શકે
અજ્ઞાનીના આ ભંડારમાં,જો માનવ ભુલથી પડી ગયો
જન્મો જન્મના બંધન વળગે,નાઆરો  જીવને મળી રહે
                       ……….જન્મ મળેલ જીવને જગતમાં.
મંદીર ખોલતા ભીખ માગતો,દાન નો ડબલો ધરી રહે
પત્થરને પરમાત્મા બનાવી,અજ્ઞાનીઓ સૌ ફરી વળે
સૃષ્ટિનાકર્તાને કળીયુગમાં,ભક્તોએ ભીખમાગતા કર્યા
જ્ઞાનઅજ્ઞાનની દ્રષ્ટિ દઇ,જગમાં જીવનેરાખ્યા ભમતા
                        ………જન્મ મળેલ જીવને જગતમાં.

+++++++++++++++++++++++++++++++++=