August 17th 2010

ગૌરવ હ્યુસ્ટનનું

તસ્વીરમાં ડો કોકીલા બહેન પરીખ,નવિન બેંકર, કોકીલા બેંકર,દેવિકાબેન ધ્રુવ,ધીરુભાઇ શાહ,
      પ્રદીપ બ્રહ્મભટ્ટ, સુરેશ બક્ષી વિજય શાહ અને દિનેશભાઇ શાહ  ( સાહિત્ય સરીતા વૃંદ)
                              ગૌરવ હ્યુસ્ટનનું

તાઃ૧૭/૮/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

તાલીઓના ગડગડાટ સાંભળી,આખો હૉલ ગુંજી જાય
નામ સાંભળી સન્માનના,GSSનાસભ્યો હરખાઇ જાય
                    ………..તાલીઓના ગડગડાટ સાંભળી.
કલમ જેની કદર છે,ને વાંચકોનો પ્રેમ છે એમના દ્વાર
કલમ પકડી લખી રહ્યા છે,ઉંમર નેવુ વર્ષના એ થાય
પુ.ધીરૂભાઇની કલમ એવી,વાંચવા સૌ પ્રેમે લલચાય
સન્માન જાહેરમાં થતાંજ,લેખકોના હૈયા ઉભરાઇ જાય
                       ……….તાલીઓના ગડગડાટ સાંભળી.
સરળ ભાષામાં સમાચાર દઇ,જગને એ જાણ કરી જાય
આ થયું ને આથવાનું,સધળુ એ કલમથી લખતા જાય
શ્રી નવીનભાઇને પ્રેમલેખનથી,સમાજને સમજાઇ જાય
સન્માન મળતાં હ્યુસ્ટનમાં,સૌને હૈયે અતિ આનંદ થાય
                      ………..તાલીઓના ગડગડાટ સાંભળી.
મા સરસ્વતીની કૃપાનિરાળી,ભાવનાથી જ મળી જાય
શ્રધ્ધા રાખી કલમ પકડતાં,સાચી વાત જ જાહેર થાય
મળેપ્રેમ જનતાનોજગમાં,ત્યાં નાદેશ કે વિદેશ જોવાય
કલમની કેડી પકડાઇ જતાં,સાથીઓ ખુબ હરખાઇ જાય
                       ………..તાલીઓના ગડગડાટ સાંભળી.

************************************
      આપણા હ્યુસ્ટનમાં ૧૫મી ઑગસ્ટના આઝાદી દિન પ્રસંગે
ગુજરાતી ભાષાનુ અને ગુજરાતનું ગૌરવ એવા મુ.શ્રી ધીરૂભાઇ
શાહ
અને શ્રી નવીનભાઇ બેંકરને રવિન્દ્રનાથ ટાગોર પારિતોષક
જાહેરમાં અર્પણ થયું,તે યાદગાર અને GSS માટે અભિમાન લેવા
જેવો પ્રસંગ હોઇ આ કાવ્ય જાહેર જનતાને અર્પણ કરુ છું.
           ……..લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તરફથી…..ભારતમાતાની જય.

—————————————————————–