August 25th 2010

ચી.રવિ

        ચી.રવિ તથાચી.દીપલનુ બાળપણ,આણંદમાં 

       

 

 

 

 

 

 

                                 ચી.રવિ

               (મારા દિકરાનો જન્મ દીવસ)
તાઃ૨૫/૮/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળતાની શોધમાં માનવી,જગતમાં વિચરી જાય
સંસ્કારી સંતાન જન્મતાં,માબાપનો ભવ સુધરી જાય
                          ……..શીતળતાની શોધમાં માનવી.
૧૯૮૫ની ૨૫મીની સુપ્રભાતે,ગામ પાળજમાં એ જન્મ્યો
રવિવારની મંગળપ્રભાતે જન્મતાં,રવિ નામે ઓળખાયો
મમ્મી રમાની મમતાપામી,ઉજ્વળ જીવનનીકેડી લાવ્યો
પ્રેમ પપ્પાનો પામી લેતાં જ,ભણતરના સોપાનો જાણ્યા
                            ……..શીતળતાની શોધમાં માનવી.
ભાઇબહેનનો પ્રેમ નિરાળો,જે બહેન દીપલથી મળી ગયો
વાણી વર્તન મહેનત સાચવતા,વડીલોની પણકૃપા મળી
MBAનું ભણતર મેળવી USAમાં,ઉજ્વળતા પકડી લીધી
કૃપાનેપ્રેમ મળ્યો જ્યાંહૈયેથી,સંતોષનીસીડી માણી લીધી
                               ……..શીતળતાની શોધમાં માનવી.
જ્ન્મદીને આશીર્વાદ અમારા,સંત જલાસાંઇની કૃપા મળે
ઉજવળ જીવન ને પવિત્ર પ્રેમ,સદા વડીલોથી મળી રહે
મોહમાયાના બંધનછુટે જગના,સદા સ્નેહની જ્યોત મળે
દીર્ઘાયુ જીવન આરોગ્યસંગે,પ્રભુકૃપાએ ઉજ્વળ બની રહે 
                           ……….શીતળતાની શોધમાં માનવી.

++++++++++++++++++++++++++++++++++
         અમારો વ્હાલો દીકરો ચી. રવિ આજે તાઃ૨૫મીના રોજ
અવનીપરના આગમનના ૨૫મા વર્ષમાં પ્રવેશ કરે છે. આજે
તેને ૨૫મુ વર્ષ બેસેછે તે અમુલ્યપ્રસંગે મારા,રમા અને મોટી
બહેન અ.સૌ.દીપલના આશીર્વાદ સહિત  પુ.જલાબાપા તથા
પુ.સાંઇબાબા ની કૃપા મેળવી સર્વ સુખ સંમૃધ્ધિ પ્રાપ્ત કરે
તે ભાવના સહિત આ કાવ્યની ભેંટ.

+++++++++++++++++++++++++++++++++++