December 19th 2009
દુઃખના ડુંગર
તાઃ૧૮/૧૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતપિતાની જગતલીલા,મળી જાય છે જન્મ
સુખદુઃખનો સાગર જોતાં,લીલા સાથે જેવા કર્મ
……….જગતપિતાની જગતલીલા.
પારખી જીવની ભક્તિ જગે,કરુણા સાગર ફરી લખે
આવી આંગણે પ્રેમ મળે, ને સફળ જીવન બની રહે
કર્મનાબંધન કોઇનાજાણે,લખ્યા લલાટે લેખના જાણે
પ્રભુ ભક્તિનો ટેકો મળતા,દુઃખના ડુંગર દેહથી ભાગે
……….જગતપિતાની જગતલીલા.
સુખદુઃખની સાંકળ છેએવી,હદય શ્વાસના સંબંધ જેવી
પળપળને જો પકડીચાલો,ઉજ્વળ જીવન માણી હાલો
સંસ્કારના સિંચનનેમેળવતા,આશીર્વાદની વર્ષા લેતા
ભાગે દુઃખના ડુંગરત્યાંથી,સુખનાસોપાન મળે જ્યાંથી
……….જગતપિતાની જગતલીલા.
==================================
December 14th 2009
ચિંતાનું બારણું
તાઃ૧૩/૧૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
એક,બે,પંદર,વીસ,પચીસ ગણતાં,ઉંમર વધતીજ જાય
બેપગની સાથે ચાલવાસમયે,ત્રીજી લાકડી આવી જાય
કુદરતનો નિર્મળ નિયમ,ત્યાં ચિંતાનુ બારણુ ખુલી જાય
………એક,બે,પંદર,વીસ,પચીસ.
મન મહેનતને ઉજ્વળ જીવન,દેહની સાથે જ હરખાય
સફળતાના સહવાસમાં,પ્રેમાળ સાથ સૌના મળી જાય
કદમ કદમની પારખ છે પ્યારી,જે બુધ્ધિથી જ તોલાય
સંસ્કાર મળે જ્યાં માબાપના,ત્યાં ચિંતા આઘી જ જાય
………..એક,બે,પંદર,વીસ,પચીસ.
સરળતાના સહવાસમાં,જીવોના સાચા સંબંધો સચવાય
મળેલ ભક્તિનો તાંતણો,જે કુટુંબના પ્રેમથી જ દેખાય
ઉંમરની એક અજબ સીડી,જે દેહને સમયે પકડીને જાય
લાકડી હાથમાં આવતાં જગમાં,આધારી જીવન કહેવાય
……….એક,બે,પંદર,વીસ,પચીસ.
મુક્ત મન અને સ્વતંત્ર જીવન,જ્યાં પારકી દોરે બંધાય
ડગલે પગલે સાચવીચાલો,તો સહકાર સૌને પ્રેમે લેવાય
ચિંતાની ના વ્યાધીરહે દેહને,જ્યાં લાયકાત છે કેળવાય
સઘળા જીવ જ્યાંવ્હાલે ઉભરે,ત્યાં વ્યાધી કોઇ ના દેખાય
………..એક,બે,પંદર,વીસ,પચીસ.
૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨૨
December 13th 2009
द्रष्टीकी पहेचान
ताः१३/१२/२००९ प्रदीप ब्रह्मभट्ट
आना जाना ना हाथमे मेरे,फीरभी मै पहेलवान
जीवजन्मकी ना पहेचानकोइ,फीरभी मै भगवान
बोलो कैसा हैये ताल,जीसमें ना सरगमकासाथ
अपनी बोली सच्ची मानो,ना उपर है कोइ हाथ
………आना जाना ना हाथमे.
मालामेरे हाथमे रहेती,मुझे मणकेका ना ख्याल
एक हाथमें रखके उसको,प्रसारु मेरा दुसरा हाथ
जो भी निकला मुंहसे,उसको सच्चाही समझाउ
आना मेरा व्यर्थ होगा,जहां मै भीख मागकेजाउ
…………आना जाना ना हाथमे.
जीवनकी ये न्यारी रीत,सोच समझके जहां चले
देखरहा हुं इस धरतीपे,ये मेरी समझमें ना आये
कैसी कीसकी द्रष्टि है,वो तो पडनेसे सब पहेंचाने
मानवताकी सच्चीरीत,जो प्रेम भक्तिमे मील जाये
………. आना जाना ना हाथमे.
+++++++++++++++++++++++++++++++
December 13th 2009
પ્રેરણા કેવી.
તાઃ૧૨/૧૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરળતાના સહવાસમાં,જીંદગી સરળ થઇ જાય
પ્રેમપામી પ્રેમીઓનો,જગમાં જીવન મહેંકી જાય
……….સરળતાના સહવાસમાં.
પ્રભુ પ્રેમને ભક્તિ સાચી,મળે જીવને ન્યારી પ્રીત
નાઉભરો કદી કોઇ આવે,ના અધુરો ઘડો રહી જાય
પ્રેમનીસાચી રીતનિરાળી,પ્રભુ પ્રેરણાએ મળી જાય
સવારસાંજની ભક્તિકેવી,માબાપનીપ્રેરણાએ દેખાય
………સરળતાના સહવાસમાં.
સહવાસ મળે જીવનમાં,જ્યાંજીવે માનવતા હરખાય
એકબીજાને ટેકો મળતાં,સાર્થક જીવન પણ થઇ જાય
સાથ જગમાં કોનો લીધો,જે વર્તનથી જ અનુભવાય
જેનો જેવો સંગમળે ભઇ,પ્રેરણાએ જ જીવન બદલાય
……….સરળતાના સહવાસમાં.
ભક્તિ સાચા સંતની જોતાં, જીવન ભક્તિએ દોરાય
મળીજાય કૃપાપરમાત્માની,જ્યાં નિર્મળભક્તિ થાય
પ્રેરણાદેતાં પવિત્રજીવો,જગમાં ગણ્યા ગાંઠ્યાદેખાય
મળી જાય જે જીવને આજે, દેહે પવિત્રતા વરતાય
……….સરળતાના સહવાસમાં.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
December 12th 2009
થોડો ટેકો
તાઃ૧૧/૧૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભગવાન હુ માગણી મનથી રોજ કરુ છું
ભક્તિ કરવી છે ભાવથી,માગું થોડો ટેકો હું
………ભગવાન હુ માગણી.
સંસ્કાર મને મળ્યા છે,માબાપની કૃપા થઇ છે
પ્રેમનીવર્ષા બાળપણથી,ઉજ્વળ જીવનેમળીછે
ના માગણી કે અપેક્ષા,જે સત્કર્મોથી જ ભરી છે
સંત જલાસાંઇની ભક્તિએ,કૃપા પ્રભુની થઇ છે.
………ભગવાન હુ માગણી.
કદમ કદમ ચાલતાં, જેમ મંજીલ મળી જાય છે
સોપાનસંસ્કૃતિના પામવા,પ્રભુનીભક્તિથાય છે
લાગણી સ્નેહને માનવતા,સત્ક્ર્મોએ મહેંકાય છે
આવી આંગણે પરમાત્મા,જીવનેપારખી જાય છે
………..ભગવાન હુ માગણી.
જીવને ના સહવાસ જન્મનો,કર્મથી મળી જાય છે
થોડીભક્તિને મહેંરજીવનમાં,મુક્તિદેહથીલેવાય છે
લાકડીનો ટેકો મળતા,જેમ માનવી ચાલીજાય છે
પ્રભુકૃપા ના ટેકાએ,માનવ જીવન મહેંકી જાય છે
……… ભગવાન હુ માગણી.
===============================
December 11th 2009
इन्सानियत
ताः९/४/१९७४ प्रदीप ब्रह्मभट्ट
पतझडमें जो पलता है,इन्सान वोही बनता है
खुशीयोका दामन नाछोडे,वो इन्सान कैसे होगा
……..पतझडमें जो पलता.
खुशीयोमे जो आये,कैसे वो जीना सीख पाये
इन्सानोसे क्या होगा,कुछ काम नहीं करपाये
………पतझडमें जो पलता.
खुदतो कुछ करपाते नहीं,दुसरोका वोक्या जाने
जगमें आया सही पर,धरमको कुछ ना जाने
………पतझडमें जो पलता.
सुखके वो द्वारसे आये,दुःखसे वो दुर ही भागे
किनारोसे जो डरते है,बीच समंदर क्या जाये
………पतझडमें जो पलता.
१११११११११११११११११११११११११११११११११११११११११११११११११११११
December 11th 2009
ભક્તિનું માપ
તાઃ૧૦/૧૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવની કેટલી ભક્તિ જગમાં,કોઇથી ના કહેવાય
શ્રધ્ધાની ચાદર છે મોટી,જગે કોઇથી ના મપાય
………જીવની કેટલી ભક્તિ.
સંસારીની સરળતામાં,ભક્તિપ્રેમે ઉજ્વળ એદેખાય
લાગણી સ્નેહને માયા સાથે,પ્રભુ સ્મરણ થઇ જાય
મળેકૃપા ત્યાં અવનીધરની,જ્યાં સાચીભક્તિ થાય
આવે બારણે પરમ કૃપાળુ,ના ભગવું ક્યાંય દેખાય
…….. જીવની કેટલી ભક્તિ.
મંદીરના ધંટારવ વાગે,ને ધુપદીપ અર્ચનપણ થાય
માયાનાબંધન તો જીવને,ક્યાંથી ભક્તિ સાચી થાય
કુદરતની આ કળા નિરાળી,જે દેહને તરતમળી જાય
ભક્તિ ત્યાંથી ભાગે દુર,જે અનેક મંદીરોથી જ દેખાય
………જીવની કેટલી ભક્તિ.
અંતરમાં જ્યાં આનંદઉભરે,જીવને પણ શાંન્તિ થાય
ભક્તિ સાચી ત્યાં મળી જાય,જ્યાં અંતરથી સ્મરાય
જીવ મુક્તિને મળવા તરસે,જ્યાં જલાસાંઇ ભજાય
નામાયા વળગે નામોહ,ત્યાં જન્મ સાર્થક થઇ જાય
……….જીવની કેટલી ભક્તિ.
++++++++++++++++++++++++++++++++++
December 6th 2009
પાર્થેશ
તાઃ૫/૧૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કૃષ્ણ સુદામા ને કૃષ્ણ અર્જુન,એ બે પ્રભુનાછે શણગાર
એકે ભક્તિ પ્રેમને પકડ્યો,ને બંન્નેની મિત્રતા વખણાય
………કૃષ્ણ સુદામા ને કૃષ્ણ અર્જુન.
દેહને લગાર મળે ભાવના,ત્યાં પ્રેમથી ભક્તિ થાય
ક્ષણક્ષણ પણ અનંત ભાસે જ્યાં કૃષ્ણની કૃપા થાય
ના સ્પર્શે જન્મના બંધન,કે ના અવનીના અવતાર
નજર પડે જ્યાં નારાયણની,ત્યાંજ પ્રેમના ખુલે દ્વાર
……….કૃષ્ણ સુદામા ને કૃષ્ણ અર્જુન.
દોસ્ત દોસ્તીનો અજબ તાંતણો,ના કડીઓથી બંધાય
એક જ કડી લાગણી પ્રેમની, જે મૃત્યુ સુધી સચવાય
સ્નેહ ભાવની જ્યોત પ્રદીપ છે,જે માનવતાએદેખાય
ના ઉભરો કે દેખાવ આવે,જ્યાં સાચોપ્રેમ આવી જાય
……….કૃષ્ણ સુદામા ને કૃષ્ણ અર્જુન.
જીવન પથ પર જીવ આવતાં,સુખ દુઃખ આવી જાય
ભક્તિનો જ્યાં જીવનસહારો,કૃપા પાર્થેશની થઇજાય
મુક્તિકેરા દ્વાર ખોલે ત્યાં,નારાયણનો પ્રેમ મળી જાય
અંતઘડી આવતાંદેહની,જીવને સ્વર્ગનો સહવાસથાય
……….કૃષ્ણ સુદામા ને કૃષ્ણ અર્જુન.
+++++++++++++++++++++++++++++++++
December 6th 2009
હસ્ત રેખા
તાઃ૫/૧૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લખ્યા લેખ એ જીવના બંધન,દેહ સંગે દોરાય
કર્મોકર્મની અજબ આ લીલા,રામનામે ભુસાય
………લખ્યા લેખ એ જીવના.
જીવને ઝંઝટ વળગે ત્યારે, જ્યારે તેમાં લબ્દાય
દેહનો જ્યાં સહવાસ મળે,ત્યાં જીવ પામર થાય
અજબલીલા આસૃષ્ટિની,ના માનવમને શોધાય
લેખલખેલા જીવના ત્યારે,જ્યારે દેહ છુટતો જાય
………લખ્યા લેખ એ જીવના.
મળે અણસાર જીવને જગે,પ્રભુ કૃપાએ મેળવાય
મિથ્યાલેખ બનેદેહના,એ સાચી ભક્તિએ લેવાય
હસ્ત રેખા જોનાર જગતમાં,ભુલા પડી ત્યાં જાય
રામનામની સાચી માળા, ના જીવ ફરે જગમાંય
…………લખ્યા લેખ એ જીવના.
મળતા મન દેહના જગમાં,જે જીવને પકડી જાય
રેખા એસંકેત જીવનના,હાથમાં જોતા દેખાઇજાય
ભક્તિ સાચા મનથી થતાં,રાહ સાચી મળી જાય
આવેઆંગણે પરમપિતા,ત્યાં જન્મસફળ થઇજાય
…………લખ્યા લેખ એ જીવના.
૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧૧
December 5th 2009
ધ્રુવનો તારો
તાઃ૪/૧૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અસંખ્ય તારા નભમાંશોભે,જગમાં ગણી શકેના કોઇ
છોને જીભે ઘણીયે ભાષા,ના ગુજરાતીની તોલે કોઇ
……….અસંખ્ય તારા નભમાં.
કુદરતની એ અપાર લીલા,દે અસંખ્યનો અણસાર
શોધા શોધની માનવ પીડા,જીવ જગે ભટકે હરદ્વાર
તારલીયાની ટમટમ જોતાં,પારખી લે દ્રષ્ટિ પળવાર
અડીખમ અસંખ્યમાં ઉભો,ધ્રુવનો તારોએ ઓળખાય
……….અસંખ્ય તારા નભમાં.
ભાષાની હરીયાળી અનોખી,સર્વ જીભેથી એ સંભળાય
સમજવાની એ નાકોઇ શ્રેણી,એ જગતજીવને સમજાય
અખંડ અચળ ધ્રુવનો તારો,તેમ ભાષામાં ગુજરાતી છે
સાર્થકશબ્દ ને અખુટજ્ઞાન,એ ગુજરાતીથી અનુભવાય
………અસંખ્ય તારા નભમાં.
***********************************