December 6th 2009

પાર્થેશ

                     પાર્થેશ

તાઃ૫/૧૨/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

કૃષ્ણ સુદામા ને કૃષ્ણ અર્જુન,એ બે પ્રભુનાછે શણગાર
એકે ભક્તિ પ્રેમને પકડ્યો,ને બંન્નેની મિત્રતા વખણાય
                         ………કૃષ્ણ સુદામા ને કૃષ્ણ અર્જુન.
દેહને લગાર મળે ભાવના,ત્યાં પ્રેમથી ભક્તિ થાય
ક્ષણક્ષણ પણ અનંત ભાસે જ્યાં કૃષ્ણની કૃપા થાય
ના સ્પર્શે જન્મના બંધન,કે ના અવનીના અવતાર
નજર પડે જ્યાં નારાયણની,ત્યાંજ પ્રેમના ખુલે દ્વાર
                        ……….કૃષ્ણ સુદામા ને કૃષ્ણ અર્જુન.
દોસ્ત દોસ્તીનો અજબ તાંતણો,ના કડીઓથી બંધાય
એક જ કડી લાગણી પ્રેમની, જે મૃત્યુ સુધી સચવાય
સ્નેહ ભાવની જ્યોત પ્રદીપ છે,જે માનવતાએદેખાય
ના ઉભરો કે દેખાવ આવે,જ્યાં સાચોપ્રેમ આવી જાય
                        ……….કૃષ્ણ સુદામા ને કૃષ્ણ અર્જુન.
જીવન પથ પર જીવ આવતાં,સુખ દુઃખ આવી જાય
ભક્તિનો જ્યાં જીવનસહારો,કૃપા પાર્થેશની થઇજાય
મુક્તિકેરા દ્વાર ખોલે ત્યાં,નારાયણનો પ્રેમ મળી જાય
અંતઘડી આવતાંદેહની,જીવને સ્વર્ગનો સહવાસથાય
                         ……….કૃષ્ણ સુદામા ને કૃષ્ણ અર્જુન.

+++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment