December 12th 2009

થોડો ટેકો

                     થોડો ટેકો

તાઃ૧૧/૧૨/૨૦૦૯                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભગવાન હુ માગણી મનથી રોજ કરુ છું
    ભક્તિ કરવી છે ભાવથી,માગું થોડો ટેકો હું
                            ………ભગવાન હુ માગણી.
સંસ્કાર મને મળ્યા છે,માબાપની કૃપા થઇ છે
પ્રેમનીવર્ષા બાળપણથી,ઉજ્વળ જીવનેમળીછે
ના માગણી કે અપેક્ષા,જે સત્કર્મોથી જ ભરી છે
સંત જલાસાંઇની ભક્તિએ,કૃપા પ્રભુની થઇ છે.
                            ………ભગવાન હુ માગણી.
કદમ કદમ ચાલતાં, જેમ મંજીલ મળી જાય છે
સોપાનસંસ્કૃતિના પામવા,પ્રભુનીભક્તિથાય છે
લાગણી સ્નેહને માનવતા,સત્ક્ર્મોએ મહેંકાય છે
આવી આંગણે પરમાત્મા,જીવનેપારખી જાય છે
                           ………..ભગવાન હુ માગણી.
જીવને ના સહવાસ જન્મનો,કર્મથી મળી જાય છે
થોડીભક્તિને મહેંરજીવનમાં,મુક્તિદેહથીલેવાય છે
લાકડીનો ટેકો મળતા,જેમ માનવી ચાલીજાય છે
પ્રભુકૃપા ના ટેકાએ,માનવ જીવન મહેંકી જાય છે
                             ……… ભગવાન હુ માગણી.

===============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment