November 2nd 2011

.
.
.
.
.
.
.
.
.
. જલારામ જોગી
તાઃ૨/૧૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જોગી જલારામની આવી છે આજે જન્મ જયંતી
. ભક્તિની જ્યોતને પ્રગટાવી અન્નદાનથી પહેલી
માતા રાજબાઇને પિતા પ્રધાન રહેતા વિરપુરમાં
. ઉજ્વળ જીવનની કેડી,મેળવી મહેનતથી લીધી
. ………….જોગી જલારામની આવી.
આવી એ સાતમ આજે,જન્મ્યા એતો ભક્તિ કાજે
. આવ્યા વિરબાઇ માતા,જીવન સાથી બનવા સાચા
સંસ્કારસિંચન પવિત્રરાહને,સાથે જીવનમાં રાખી
. આવ્યા વિરપુર પતિસંગે,પવિત્ર જીવન કરવા અંતે
મુકી માયામોહને નેવે,ઉજ્વળ ભક્તિ સાથે લીધી
. મનથીમાગણીપ્રભુરામથી,મુક્તિસંગે બનજો સાથી
. ………….જોગી જલારામની આવી.
ભક્તિભાવને પકડી રાખી,મુક્તિમાર્ગને ખોલી દીધા
. નશ્વરદેહથી મુક્તિ પામી,પ્રભુનુ શરણુ પામી લીધુ
સાચીશ્રધ્ધા અન્નદાનથી,મહેનતકરતા મેળવીલીધી
. દેહ લઈને ઠક્કર કુળને, જગમાં ઉજ્વળ કરી લીધુ
તનથી મહેનત મનથી ભક્તિ,જોઇ વ્યાધીઓ ડરતી
. જન્મદીનની શુભકામના એજ દેજો પ્રદીપને ભક્તિ
. ………..જોગી જલારામની આવી.
+++++++++++++++++++++++++++++++++++++++
October 29th 2011
. મનોજભાઇ અને કલ્પનાબેનની વર્ષગાંઠ
તાઃ૨૯/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
. અવનીપરના આગમનની તારીખ સચવાઇ ગઈ
. વર્ષ ના પકડાતાં એક એકાવન ને બીજુ છપ્પન મળ્યુ ભઈ
. જીવનની સરગમને મનોજભાઇએ કલાથી પકડી અહીં
. ત્યાં કલ્પનાબેનના અખંડ સહવાસે કલ્પના સફળ થઈ ગઈ
. એકસઠનો આંકડો પકડ્યો દેહથી મનોજભાઇએ
. ત્યાં કલ્પનાબેન કહે હું સત્તાવનની થઈ.
. ૨૬ ઓક્ટોબર
. અમારા હ્યુસ્ટનમાં સરસ્વતી સંતાનના સહવાસમાં રહેતા ગાયક,લેખક અને
સંગીતકારની પદવી પામેલા શ્રી મનોજભાઇ (૧૯૫૧) અને એક જ તારીખે જન્મેલા
તેમના જીવનસાથી શ્રીમતી કલ્પનાબેન (૧૯૫૬)ની જન્મદીનની પ્રદીપ બ્રહ્મભટ્ટ
અને પરિવાર તરફથી જય જલારામ સહિત શુભેચ્છા કે પરમાત્મા તેમના જીવનની
સર્વ મનોકામના પુર્ણ કરે.
October 27th 2011
. નવલુ નુતન વર્ષ
તાઃ૨૭/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમય ના પકડે કોઇ જગતમાં,અને ના કોઇથીએ છોડાય
ગઈ કાલ ભુતકાળ બને,ને આવતીકાલ ભવિષ્ય કહેવાય
. ……………સમય ના પકડે કોઇ જગતમાં.
ભુલ થયેલી જીવનમાં કોઇ,સમજીને એ સુધારી લેવાય
માનવીમનને મળેલકેડી,જેથી ભવિષ્યકાળને બદલાય
મનથીમહેનત ને પ્રભુભક્તિએ,જીવથીસાચીકેડીલેવાય
મળીજાય માનવતા સમજતાં,નુતન વર્ષ ઉજ્વળ થાય
. …………….સમય ના પકડે કોઇ જગતમાં.
લાગણી મનમાં થોડી રાખતાં,મળે સરળતાનો સહવાસ
ઉભરાની સાચવણી કરતાં,સૌનો સરળ પ્રેમ મળી જાય
ભુતકાલની ભુલ સુધરતાં,નુતન વર્ષ પણ સુધરી જાય
મળે પ્રેમ જગતમાં સૌનો,ના અપેક્ષા જીવની રહી જાય
. …………….સમય ના પકડે કોઇ જગતમાં.
+++++++++++++++++++++++++++++++++++
October 27th 2011
. આગમન દીવાળીનું
તાઃ૨૭/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાથીયા કર્યા મેં બારણે ઘરના,ને કંકુના ચાંલ્લા પાંચ
જ્યોત પ્રગટાવી પ્રેમનીઘરમાં,જોઇ જલાસાંઇનીઆંખ
. …………..સાથીયા કર્યા મેં બારણે ઘરના.
દીવાળીના દર્શન કરતાં,મા લક્ષ્મી પંચામૃતથી પુંજાય
કંકુચોખા કપાળે જોતા,માતા સરસ્વતી પણ રાજી થાય
આવી મારા આંગણે ઉભા રહે.પ્રભુ રામના દુત હનુમાન
કાળીચૌદશ સાર્થક બને,જ્યાં હનુમાનચાલીસાસંભળાય.
. …………….સાથીયા કર્યા મેં બારણે ઘરના.
જીવજંતુથી મુક્તિ મળે દેહને,જ્યાં દારૂખાનુ ફુટી જાય
શુધ્ધ સાત્વીક શ્વાસ મળતાં,દેહના સૌ દુઃખ ભાગી જાય
મળેપ્રેમ જીવનમાં સૌનો,ત્યાં મળેલ જન્મસફળ દેખાય
નિર્મળ ભાવના મનથી રાખતાં,સાચી ભક્તિ થઈ જાય
. ………….સાથીયા કર્યા મેં બારણે ઘરના.
************************************
October 26th 2011
. આવી દીવાળી
તાઃ૨૬/૧૦/૨૦૧૧ (વદ અમાસ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
ધુપદીપને અર્ચન કરતાં,દીવાળીએ મા લક્ષ્મીની પુંજા થાય
પવિત્રભાવે ચોપડા પુંજતા.માતા સરસ્વતીનીકૃપા થઈ જાય
. ……………ધુપદીપને અર્ચન કરતાં.
આસોમાસની અમાસ આવતાં,ધુમધડાકા કરતાં સૌ હરખાય
કંકુ તીલક સાથીયા કરીને,ઘરના દ્વારે માતાની રાહ જોવાય
ઉમંગ જીવનમાં મેળવી લેતા,ભક્તિનીરાહ સાચી મળીજાય
નિર્મળ ભક્તિ ધરમાં જોતાં,માતાની અદભુત કૃપા મેળવાય
. ………….ધુપદીપને અર્ચન કરતાં.
પ્રભુકૃપાની મળે સીડી જ્યાં,ત્યાં ના મોહમાયાના દર્શન થાય
સુખ શાંન્તિને સંમૃધ્ધિ આવીમળે,મળેલ જન્મસફળ થઈ જાય
મુક્તિમાર્ગની સરળતા લેતા,જગતની આધી વ્યાધી દુર થાય
મળે શાંન્તિ કૃપાએ માતાની,જે આવતી કાલનેય સુધારી જાય
. …………..ધુપદીપને અર્ચન કરતાં.
*****************************************************
October 16th 2011

.
.
.
.
.
.
.
.
.
. જન્મદીનનો આનંદ
તાઃ૧૬/૧૦/૨૦૧૧ (૧૯૮૩) પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવી દોડી જન્મ તારીખ ભઈ,આજે જીગ્નેશ મલકાઇ જાય
સમય ના પકડે કોઇ જીવનમાં,એ તો આગળ ચાલતો જાય
. ………….આવી દોડી જન્મ તારીખ ભઈ
રવિવારની શીતળ સવાર હતી,ને ૧૬ તારીખ ઑક્ટોબરની
સાવલી ગામની પવિત્ર ધરતીએ,ભઈ સાલ હતી એ ૧૯૮૩
માતાની માયા મીના બેનની,ને પિતા બની ગયા વિનુભાઇ
એવા દીકરા વ્હાલા જીગ્નેશનો,જન્મદીન હ્યુસ્ટનમાં ઉજવાય
. …………. આવી દોડી જન્મ તારીખ ભઈ.
પાપા પગલી કરતો જોતાં બાળકને,માતા મીનાબેન હરખાય
પવિત્ર કેડી જીગ્નેશની જોતાં,પિતા વિનુભાઈને આનંદ થાય
આર્યાની આંગળી પકડી નેહા સંગે,પરિક્ષીતકુમાર આવી જાય
આનંદ સૌને અનેરો આજે,જીગ્નેશ આજે વર્ષ ૨૮ વટાવી જાય
. ………….આવી દોડી જન્મ તારીખ ભઈ.
પ્રેમ ભાવના સૌની સાથે છે,જે આજે તેના જન્મદીને મેળવાય
પ્રદીપ,રમા દોડતા આવ્યા,સંગે રવિ,દીપલ,નિશીત ખુશ થાય
પ્રભુભક્તિને પકડી રાખતાં,જીવનમાં શીતળ રાહ પણ મેળવાય
શતમ જીવં શરદં કહેતા સૌ આજે,જન્મદિનનો આનંદ લેતાજાય
. ………….આવી દોડી જન્મ તારીખ ભઈ.
============================================
. ચી. જીગ્નેશનો આજે જન્મદીન હોઇ પવિત્ર ભાવનાએ આશીર્વાદ આપી
પરમાત્માને તથા સંત જલારામ અને સાંઇબાબાને વિનંતી કરીએ કે તેની સર્વ
મનોકામના પુર્ણ કરી માનવ જન્મ સાર્થક કરવાની તક આપે તે જ પ્રાર્થના.
લી.પ્રદીપ ,રમા,રવિ,દીપલ,નિશીતકુમારના જય જલાસાંઇરામ. તાઃ૧૬/૧૦/૨૦૧૧
October 9th 2011
. ૯,૧૦,૧૧.
તાઃ૯/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કદી જીવનમાં ના મળે,એવો મળી ગયો સમયનો સાથ
૯,૧૦,૧૧ કદી લખાય ના સાથે,આતો કુદરતની કમાલ
. ……………કદી જીવનમાં ના મળે.
સાચી સમજણ ભણતરની છે,જેમાં આવે ૯ પછી જ ૧૦
૯ એ તો દીવસ છે મહિનાનો,ને આ મહિનો પણ છે ૧૦
કેવો મેળ કુદરતનો છે આજે,જે કદી ના આવે વર્ષો વર્ષ
આતો કુદરતની કારીગીરી ભઈ,ના કોઇથી કંઇ જ થાય
. ………….કદી જીવનમાં ના મળે.
૯,૧૦ ની સમજ પકડાઇ ગઈ,તો હવે કહો કયુ વર્ષ છે આ
અરે ભઈ કુદરતની કલમ જોતાં,કહેવાય કે વર્ષ આ ૧૧
દીવસ મહિનો તોસમજી લીધો,સાથે મળી ગયુ પણ વર્ષ
કલમ પકડી કાગળ પર તારીખ, લખતાં મળી ૯,૧૦,૧૧
. …………..કદી જીવનમાં ના મળે.
૯,૧૦,૧૧*****૯,૧૦,૧૧@@@@@૯,૧૦,૧૧+++++++
October 4th 2011

. . નવલાં નોરતા
તાઃ૪/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવી આવી રાત નવલાં નોરતાની,મા ગરબે ઘુમતી જાય
તાલીઓના તાલ દેતી સહેલીઓ,માતાને નિરખી રાજી થાય
. …………આવી આવી રાત નવલાં નોરતાની.
પાવાગઢથી મા કાળકા આવ્યા,સંગ સહેલીઓને લઈને આવ્યા
ગરબે ઘુમતી તાલીઓના તાલે,પ્રેમે ભક્તો માની ચુંદડીલાવ્યા
શીતળ સંધ્યા દઈ માને ચરણે,ગરબાની સાથે રમઝટને લાવ્યા
તાલ દેતા ને મનથી ભાવે ભક્તિ લેતા,માતાની કૃપા મેળવતા
. …………આવી આવી રાત નવલાં નોરતાની.
આદ્યશક્તિની આરતી ગાતા,ભાવિક ભક્તો સૌ મનથી હરખાતા
મંજીરાનાતાલ સંગે ઢોલ નગારે,પ્રેમે માતાની ચુંદડી લહેરાવતા
સંતોષી જીવન જીવતા ભક્તો,માતાની આરતી મનથીજ કરતા
આવજો માડી પ્રેમે આજે,સંતાન તમારા સાચી શ્રધ્ધાએ ભજતા
. …………..આવી આવી રાત નવલાં નોરતાની.
નવનોરતાની નવલી રાતોએ,ચોતરે આવી મા ભક્તો વિનવતા
સાંભળી માડી તારા ભક્તોની વાણી,આવજે માડી તું જલ્દી દોડી
ઝાંઝર તારા રણકી રહ્યા મા,ભક્તોને માડી તું સંભળાવ જે આવી
અંબામાને વિનંતી આજે,પ્રદીપ,રમા,રવિ,દીપલને લેજો ઉગારી
. …………..આવી આવી રાત નવલાં નોરતાની.
\\\\\\\\\\\\\\\\\\\\\\///////////////////////
September 28th 2011

.
.
.
.
.
.
.
.
.
.
. .માની કૃપા
તાઃ૨૮/૯/૨૦૧૧ (નવરાત્રી પ્રારંભ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
માડી તારા ગરબે ઘુમતાં,હૈયે અનંત આનંદ થાય
કૃપા તારી મેળવી માડી,જીવને જ્યોત મળી જાય
. …………..માડી તારા ગરબે ઘુમતાં.
પાવાગઢથી આવજે માડી,સાંભળી ગરબા ને રાસ
ભક્તિ પ્રેમથી કરતાં ભક્તો,આજે ગરબે ઘુમી જાય
કાળકા માની કૃપા નિરાળી,સુખ શાંન્તિ મળી જાય
નવરાત્રીની પવિત્રરાત્રીઓ,ગરબાથી ઉજ્વળ થાય
. ………….માડી તારા ગરબે ઘુમતાં.
અંબાજી ગઢથી આવ્યા મા અંબા,દેવા કૃપાઓ અપાર
ભક્તિકેડીને સાચી જોતા,મા સાંભળે ગરબાનો રણકાર
રુમઝુમ કરતાં આવ્યા માઅંબા,ગરબે ઘુમાવાને આજ
તાલીઓના તાલમાં સંગે,માડી પ્રેમે ગરબે ઘુમી જાય
. ……………માડી તારા ગરબે ઘુમતાં.
=-=-=-=-=–=-=–=–=-=-=-=-=-=-=–=-=-=-=
August 29th 2011

.
.
.
.
.
.
.
.
.
.
.
.
. સોમવારની સવાર
તાઃ૨૯/૮/૨૦૧૧ (શ્રાવણવદ અમાસ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
ધર્મ કર્મના બંધન છે દેહને,જ્યાં માનવી છે એમ કહેવાય
હિન્દુ,મુસ્લીમ,ખ્રીસ્તી જન્મથી,મળેલદેહ પાવન થઈજાય
. …………..ધર્મ કર્મના બંધન છે દેહને.
વંદન કરતાં શિવબાબાને,ૐ નમઃશિવાય મનથી બોલાય
શ્રાવણ માસે સોમવારની નિર્મળ પ્રભાતે,દુધ અર્ચનાથાય
ભોલેનાથને રાજીકરવા ભક્તિએ,શિવલીંગે શ્રીફળ વધેરાય
આરતીકરતાં મનથીપ્રભુની,સૌ મનોકામના પુરણ થઈજાય
. …………..ધર્મ કર્મના બંધન છે દેહને.
ઉત્તર હો યા દક્ષિણ,પુર્વ હો યા પશ્ચીમ,જગે કૃપા પ્રભુની થાય
અંતરનીએક ભાવનાએ જલાસાંઇ,સ્મરણ કરો ત્યાંઆવીજાય
મળીજાય કૃપા જો સાચાસંતની,જીવનો જન્મ સફળ થઈજાય
મુક્તિ મળતાં જીવને અવનીએ,જન્મમરણના ફેરા ટળી જાય
. ………….ધર્મ કર્મના બંધન છે દેહને.
####################################