August 29th 2011

સોમવારની સવાર

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.             સોમવારની સવાર

તાઃ૨૯/૮/૨૦૧૧ (શ્રાવણવદ અમાસ) પ્રદીપ બ્રહ્મભટ્ટ

ધર્મ કર્મના બંધન છે દેહને,જ્યાં માનવી છે એમ કહેવાય
હિન્દુ,મુસ્લીમ,ખ્રીસ્તી જન્મથી,મળેલદેહ પાવન થઈજાય
.                             …………..ધર્મ કર્મના બંધન છે દેહને.
વંદન કરતાં શિવબાબાને,ૐ નમઃશિવાય મનથી બોલાય
શ્રાવણ માસે સોમવારની નિર્મળ પ્રભાતે,દુધ અર્ચનાથાય
ભોલેનાથને રાજીકરવા ભક્તિએ,શિવલીંગે શ્રીફળ વધેરાય
આરતીકરતાં મનથીપ્રભુની,સૌ મનોકામના પુરણ થઈજાય
.                              …………..ધર્મ કર્મના બંધન છે દેહને.
ઉત્તર હો યા દક્ષિણ,પુર્વ હો યા પશ્ચીમ,જગે કૃપા પ્રભુની થાય
અંતરનીએક ભાવનાએ જલાસાંઇ,સ્મરણ કરો ત્યાંઆવીજાય
મળીજાય કૃપા જો સાચાસંતની,જીવનો જન્મ સફળ થઈજાય
મુક્તિ મળતાં જીવને અવનીએ,જન્મમરણના ફેરા ટળી જાય
.                               ………….ધર્મ કર્મના બંધન છે દેહને.

####################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment