August 30th 2011

પ્રેમનો પ્રકાશ

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                   . પ્રેમનો પ્રકાશ.

તાઃ૩૦/૮/૨૦૧૧                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

પિતા પ્રેમનીરીત નિરાળી,સંતાનની જ્યાંઆંગળી પકડાય
ભોલેનાથની છે રીત અનોખી,ગણેશજીને ઉંચકીને હરખાય
.                             ………..પિતા પ્રેમની રીત નિરાળી.
સૃષ્ટિનો સહેવાસ અનેરો સાથે,તોય નિર્મળ જીવન જીવાય
માતાપાર્વતીનો પ્રેમ પામે,જે જગતપર પ્રકાશે પ્રસરીજાય
ગૌરીનંદન અતિદયાળુ,જ્યાં ભક્તિની કેડી જીવને સમજાય
મળે પ્રેમ જો ભોલેનાથનો,તો જીવનો જન્મ સફળ થઈ જાય
.                         ……………પિતા પ્રેમની રીત નિરાળી.
ભાગ્ય વિધાતા પરમ દયાળુ,જ્યાં ગણપતિનું  પુંજન થાય
કર્મના બંધન અળગા થાય,જ્યાં રિધ્ધી સિધ્ધીને સમજાય
પ્રેમપરમાત્માનો છે નિખાલસ,જીવને સાચીરાહ આપી જાય
મુક્તિમાર્ગના દ્વાર ખોલતા,જીવને પ્રેમનો પ્રકાશ મળી જાય
.                         …………..પિતા પ્રેમની રીત નિરાળી.

!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!