August 8th 2011

ઝડપેલી પ્રીત

.               ઝડપેલી પ્રીત

તાઃ૮/૮/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીગરથી ઝડપી લીધી,મેં તો મળતી પ્રેમની કેડી
અને પ્રીતની ન્યારી  રીત,મગજથી જાણી લીધી
.                       ………..જીગરથી ઝડપી લીધી.
આગળ પાછળ મેં જોયુ,ત્યાં દીઠી સ્વાર્થની સીડી
ચુકી ગયો જો સમયને,તો ભાગી જશે મળતી કેડી
નિર્મળતાને સહવાસે,મેં  જીવનમાં મેળવી લીધી
કુદરતની નીતિછે એવી,જે સમયથી સાચી જાણી
.                      ………….જીગરથી ઝડપી લીધી.
ડગલુમાંડતાં દસવાર વિચારુ,મળે સફળતા ન્યારી
ભુલ ભરેલા ભવસાગરમાં,મિથ્યા જીવન ના મારું
ભાવના સાચી સાથે રાખતાં,ઝડપાય પ્રીત ન્યારી
ઉજ્વળ જીવન જગે દીસે,જ્યાં કૃપા પ્રભુની માણી
.                      ………….જીગરથી ઝડપી લીધી.

=============================

August 8th 2011

ભજનની શક્તિ

.

.


.

.

.

.

.

.

.

.

.

*ૐૐૐૐૐ  ભજનની શક્તિ ૐૐૐૐૐ*

તાઃ૮/૮/૨૦૧૧                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભોલેનાથનું ભજન કરતાં,પ્રદીપનો ભવ સુધરી જાય
અતુટશાંન્તિ મળે જીવનમાં,મળેલ જન્મ સાર્થક થાય
.                        ………….ભોલેનાથનું ભજન કરતાં.
સોમવારને સાર્થક કરવા,શિવલીંગે દુધ અર્ચના થાય
ૐ નમઃ શિવાયનુ સ્મરણ કરતાં,પુંજન આરતી થાય
ભોલેનાથ અતિશક્તિશાળી,જે તેમના તાંડવેજ દેખાય
મૃત્યુમુખથી જીવને લઈ ઉગારી,સ્વર્ગનીસીડી દઈ જાય
.                        ………….ભોલેનાથનું ભજન કરતાં.
શ્રાવણમાસની ભક્તિ ઉજ્વળ,જીવને શાંન્તિ મળી જાય
પવિત્રકુળ ને પવિત્ર ભક્તિ,એ જીવના બંધને મેળવાય
મોહમાયાના આબંધન તુટે,ને જન્મથીમુક્તિ મળી જાય
ભજનની શક્તિ જગમાંઉત્તમ,જીવને સદગતિ દઈ જાય
.                         ………….ભોલેનાથનું ભજન કરતાં.

ૐૐૐૐૐૐૐૐ ૐનમઃશિવાય ૐૐૐૐૐૐૐૐ