August 1st 2011

સાચી ભક્તિ

.                  સાચી ભક્તિ

તાઃ૧/૮/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ૐ નમઃ શિવાયના જાપથી,જીવને શાંન્તિ મળી જાય
પાર્વતીપતિની એકજ કૃપાએ,આ જન્મસફળ થઈજાય
.                         ………..ૐ નમઃ શિવાયના જાપથી.
મોહમાયાથી મુક્તિ મળતાં,દેહથી પાવનકર્મ જ થાય
આધી વ્યાધી તો દુરજ ભાગે,નેમન શાંન્તિથી હરખાય
પળે પળે સહવાર પ્રભુનો,મળેલ જન્મ સફળ થઇ જાય
મળેલ દેહને પ્રેમ જગતમાં,ના કોઇથીય એને ખરીદાય
.                       ………….ૐ નમઃ શિવાયના જાપથી.
સદવિચારની કેડી નિરાળી,સાચી ભાવનાઓ સમજાય
કળી યુગની ના કાતરવાગે,જે મંત્રોથીજ સચવાઇ જાય
મહેંકે મધુર માનવજીવન,જ્યાં પરમાત્મા પણ હરખાય
મુક્તિ જીવને મળેદેહથી,જ્યાં સાચીભક્તિ પ્રેમથી થાય
.                        ………….ૐ નમઃ શિવાયના જાપથી.

*****************************************

August 1st 2011

અર્ધ નારીશ્વર

________અર્ધ નારીશ્વર________

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                     ૐ નમઃ શિવાય

.શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તિભાવથી અર્પણ.

તાઃ૧/૮/૨૦૧૧                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઓ ભોલેનાથ,ઓ ત્રિશુળધારી,
.                   ઓ વિશ્વનાથ,ઓ જગત આધારી;
ઓ પાર્વતીપતિ પરમેશ્વર,ઓ અર્ધનારીશ્વર,
.                    ઓ ત્રિલોકવાસી,ઓ ભોલે ભંડારી;
ઓ ભોળાનાથ ઓ વિષધારી,લેજો પ્રેમે ભક્તિ સ્વીકારી
.                        ………….ઓ ભોલેનાથ,ઓ ત્રિશુળધારી.
રોજ સવારે પુંજન કરતાં,પવિત્ર જીવન અમને મળતાં
સુખ શાંન્તિની જ્યોતજોતાં,મનમાં શાંન્તિમેળવીલેતા
નિરાધારના આધાર તમે છો,જીવનનો સંગાથ તમે છો
ત્રિલોકમાં વસવાટ કરીને,ભક્તિથી જીવોને મુક્તિ દેજો
.                          …………ઓ ભોલેનાથ,ઓ ત્રિશુળધારી.
નિર્મળપ્રેમની જ્યોત પ્રગટાવી,દેહને શાંન્તિ પ્રેમે દેજો
આવી આંગણે પ્રેમજ લેજો,મળેલ જીવન ઉજ્વળ કરજો
સુખ શાંન્તિ ને સ્નેહે સાંકળજો,ભક્તિમાર્ગે  લાગણી દેજો
દેહ મળેલા જીવને અવનીએ,મુક્તિ ટાણે સાથે જ રહેજો
.                          ………….ઓ ભોલેનાથ,ઓ ત્રિશુળધારી.

*****************************************