August 24th 2011

વાંધો ક્યાં?

.                  .વાંધો ક્યાં?

તાઃ૨૪/૮/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જન્મ મળતાં દેહ મળે છે.કયો એ જીવના કર્મ પ્રમાણે મળે છે.
માનવ જન્મ મળે તો તે જીવને પરમાત્મા તક આપે છે જે ઉધ્ધાર કરી શકે.
માનવીના જીવનમાં ધણા પ્રસંગો એવા મળે છે જેમાં બીજી વ્યક્તિઓને વાંધો હોય છે.
……..જે માર્ગદર્શન આપે છે….
* સંતાન તરીકે તમે માબાપની સેવા ન કરો તો………
* માતાના પ્રેમને મેળવી તમે સંસ્કાર ન સાચવો તો…….
* પિતાનો પ્રેમ પામવા તેમણે બતાવેલ સાચી રાહ પકડીને ન ચાલો તો……..
* પ્રભુનો પ્રેમ અને કૃપા મેળવવા સાચી ભાવનાથી તમે ભક્તિ ન કરો તો…….
* પત્નીને પતિનો અને પતિને પત્નીનો સાચા સહવાસથી સાથ ન આપો તો…….
* સંતાનની ભુલને સુધારવા તેને જીવનમાં સદમાર્ગે દોરવા માર્ગદર્શન ન આપો તો……
* દેખાવની દુનીયાથી બચવા અને માનવજીવનની સાર્થકતામાં દોરવણી ન આપો તો……
* જીવનમાં મારુ અને તારુમાં ભેદભાવ રાખી જીવતા હો તો ……….
* સંજોગ અને સમયને જો તમે પકડીને ન ચાલો તો……….
* મોહ માયા અને કળીયુગની સાથે જો જકડાઇ રહેશો તો………
* સંતાનને જીવનની સાચી કેડી પકડાવી તમે સાથ નહીં આપો તો…….
* માળાના દરેક મણકે તમે પરમાત્માનું સ્મરણ નહી કરો તો………
* માનવ જીવનની કેડીને તમે પવિત્ર રાખી પળપળ નહીં સાચવો તો……..
…………..અને…………..
=====ભક્તિનો સાચો માર્ગ મેળવી તમે જન્મ સાર્થક કરશો તો મને કોઇ જ વાંધો નથી.

++++++++++++++++++++++++++++++++++++++++++++

August 24th 2011

પાવન આંગણું

.

.

.

.

.

.

.

.

.

.

.
.
.

.                           .પાવન આંગણું

તાઃ૨૩/૮/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

આ આવશે કે તે આવશે,કોણ ક્યારે આવશે ના મને સમજાય
કલમનીકેડી પકડનાર આવતા,મારું પાવન આંગણુ થઈજાય
.                                    …………આ આવશે કે તે આવશે.
સંધ્યા કાલનો સહવાસ હતો,ને સર્જકોથી મળ્યો અંતરનો પ્રેમ
કલમની કેડી મેળવી જીવનમાં,ઉજ્વળ જીવન પણ જીવે એમ
આગમને આવકારતાં સૌને,અંતરનેમળે પ્રેમ નાતેમાં છે વ્હેમ
કુદરતની છે કૃપા અમો પર,જ્યાં સર્જકોના હ્ર્દયથી ઉભરે હેત
.                                   ………….આ આવશે કે તે આવશે.
લાવ્યા લાગણી અંતરથી એ,જે તેમને મળતાં જ સૌને દેખાય
કલમ કેરી મધુરતા જગે મળતાં,માસરસ્વતી સંતાન હરખાય
પ્રેમ પારખી હ્યુસ્ટનના સંતાનથી,મહેમાન ખુબ જ રાજી થાય
મળતા શબ્દના સહવાસીને,મળેલ આમંત્રણનેય સમજી જાય
.                                    ………….આ આવશે કે તે આવશે.

++++++++++++++++++++++++++++++++++