August 21st 2011

કાયાની કરામત

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                     કાયાની કરામત

તાઃ૨૧/૮/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

હું લાંબો થાઉ તો લાકડીલાગુ,ને નીચો થાઉ તો ભીમ
કેવી કરામત આકુદરતની,ભઇ માણી લેજો તમે થીમ
.                           ………….હું લાંબો થાઉ તો લાકડી લાગુ.
નિરાધારનો જ્યાં આધારબનો,ત્યાં પ્રેમ પામશો ભઈ
મનથી કરેલ કર્મથી જીવનમાં,ઝંઝટો ભાગશેજ અહીં
લાકડીજેવા લાંબાથવાથી,દેહથી વાદળ નારહેશે દુર
મળશે કુદરતનીકૃપા જીવને,કામ બધા થશે અનુકુળ
.                            …………હું લાંબો થાઉ તો લાકડી લાગુ.
વળગી ઝંઝટ જીવનેજગતની,ત્યાંજ દુર ભાગશે સુખ
કાયાનો બોજો વધીજતાં દેહથી,મદદની પાડશે બુમ
આધાર માગવા પડીરહેતાંય,ના કોઇનીય મળશે હુફ
ભીમની કાયા ભારે બનતાં,મળી જશે જીવનમાં દુઃખ
.                            …………હું લાંબો થાઉ તો લાકડી લાગુ.

*******************************************

August 21st 2011

જાદુગર


.                 . જાદુગર

તાઃ૨૧/૮/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબ શક્તિ છે જાદુની જગતમાં,જાદુગરથી જ બતાવાય
અનોખીરીત આ કલાની છે,જે સામાન્ય માનવીને સમજાય
.                              ………….અજબ શક્તિ છે જાદુની જગત.
બંધમુઠીને ખોલતા જ હાથમાં,પક્ષીની પાંખો ફફડતી દેખાય
મુક્તિ મળીછે તેમ સમજી,એ પક્ષી પણ હાથમાંથી ઉડીજાય
અજબ શબ્દ નીકળતા મુખથી,શરીરના અંગપણ છુટા થાય
માનવ થઈ પૃથ્વીએ જાદુગર,મોંમાં સાપને પણ ગળી જાય
.                                 ………….અજબ શક્તિ છે જાદુની જગત.
આંખની એક પલકમાં તો,કાગળને એ રૂમાલ પણ કરી જાય
મંત્રની મીઠી સુવાસ લઈને,ખાલી લોટામાં પાણી ભરી જાય
બંધ કબાટને ખોલતાં જ સામે,તેના હાથપગ છુટા થઈ જાય
માથુરહે ટેબલપર સામે,નેતેના શરીરને ત્યાંથી દુર ખસેડાય
.                                    …………અજબ શક્તિ છે જાદુની જગત.

====================================

અમેરીકન જાદુગર  Curt Millerની એક મુલાકાતથી જાદુને માણ્યું.